• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • Ishaan's Tumultuous Innings Amid Speculation Of Being Dropped From The T 20 World Cup Squad; Said Virat Kohli Saved By This

ઈશાન બેક ઇન ફોર્મ:T-20 વર્લ્ડકપ ટીમમાંથી કાઢવાની અટકળો વચ્ચે ઈશાનની તોફાની ઇનિંગ્સ; કિશને કહ્યું- વિરાટ કોહલીની આ વાતે મને બચાવી લીધો

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિરાટ કોહલી & ઈશાન કિશન- ફાઈલ ફોટો. - Divya Bhaskar
વિરાટ કોહલી & ઈશાન કિશન- ફાઈલ ફોટો.
  • ઈશાન કિશને રાજસ્થાન સામે 25 બોલમાં 50 રનની શાનદાર ઈનિંગ્સ રમીને પોતાના ટીકાકારોને જવાબ આપ્યો છે

ટી-20 વર્લ્ડકપ 2021 17 ઓક્ટોબરથી શરૂ થવા જઈ રહ્યો છે. ભારતને આ વર્ષે ટી-20 વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદાર તરીકે ગણવામાં આવી રહ્યું છે. ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાના સિલેક્ટર્સે શિખર ધવનને બદલે 23 વર્ષીય યુવા બેટ્સમેન ઈશાન કિશનને ટીમમાં સામેલ કર્યો, પરંતુ અત્યારસુધી ઈશાન કિશનનું ફોર્મ તદ્દન ખરાબ રહ્યું હતું અને ટીકાકારો તરફથી સતત તેને ટી-20ની ટીમમાંથી કાઢવાની માગ ઊઠી હતી, પરંતુ મંગળવારે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ IPLની મહત્ત્વપૂર્ણ મેચમાં ઈશાન કિશને 25 બોલમાં 50 રનની તોફાની ઈનિંગ્સ રમી નાખી. MIના કેપ્ટન રોહિત શર્માનું પણ ઈશાન કિશનના ફોર્મમાં પરત ફરવા બાબતે મહત્ત્વનું યોગદાન છે. તેણે અગાઉની મેચ બાદ કહ્યું હતું કે ઈશાન કિશનને હજુ પણ તક અપાશે.

ઈશાન કિશનનું પત્તું કપાવાનું હતું
ભારત એક સંતુલિત ટીમ છે. શિખર ધવનનું ફોર્મ હાલ શાનદાર ચાલી રહ્યું છે. IPL અગાઉ શ્રીલંકા પ્રવાસ દરમિયાન તેણે ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું અને તે પ્રવાસમાં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. ઈન્ડિયાના ક્રિકેટ ફેન્સને ખાતરી હતી કે શિખર ધવનને ટીમમાં સ્થાન મળશે જ. એમ છતાં સિલેક્ટર્સે ઈશાન કિશનને ટીમમાં સામેલ કર્યો. ઈશાન કિશનનું ફોર્મ પણ શ્રીલંકા પ્રવાસમાં સારું રહ્યું હતું, તેથી તેનું ટીમમાં સિલેક્શન કરવામાં આવ્યું, પરંતુ IPL શરૂ થતાંની સાથે જ તેનું પ્રદર્શન નિરાશાજનક થવા લાગ્યું અને તેને ટીમમાંથી કાઢવાની માગ ઊઠી હતી.

કોહલીને કારણે આત્મવિશ્વાસ વધ્યો
ઈશાન કિશને કહ્યું, વિરાટ કોહલી સાથે વાત કરીને મારો ગુમાયેલો આત્મવિશ્વાસ પરત ફર્યો છે. આ મેચ અગાઉ આઠ મેચમાં માત્ર 107 રન કરનાર ઈશાન કિશન ખરાબ ફોર્મને કારણે કેટલીક મેચોમાં પ્લેઈંગ 11ની બહાર પણ રહ્યો. તેણે કમબેક કરતાં 10 ડોટ બોલ રમ્યા બાદ 25 બોલમાં નોટઆઉટ અડધી સદી ફટકારી.

વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડે માર્ગદર્શન આપ્યું હતું
મેચ બાદ ઈશાન કિશને કહ્યું કે કમબેક કરીને રન બનાવીને સારું લાગી રહ્યું છે. અમે ફિલ્ડિંગનો સારો નિર્ણય લીધો હતો, કેમ કે બોલ બેટ પર યોગ્ય રીતે આવી રહ્યો નહોતો. વિરાટે કહ્યું હતું કે ઉતાર-ચઢાવ રમતનો એક ભાગ છે. મેં હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ સાથે પણ વાત કરી હતી. હવે મારે આ ફોર્મને સતત ચાલુ રાખવું છે.

અન્ય સમાચારો પણ છે...