ઈશાનની સફળતાનું શ્રેય:કોહલીએ ઈશાન કિશનને કઈ સલાહ આપી હતી એ જાહેર કરી; સાથે અન્ય ખેલાડીઓને પણ ફોર્મમાં પરત ફરવાની ક્રેડિટ આપી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઈશાન કિશન- ફાઈલ ફોટો. - Divya Bhaskar
ઈશાન કિશન- ફાઈલ ફોટો.

પાંચ વખતની IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે શુક્રવારે ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવની શાનદાર ઈનિંગ્સને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદને 42 રનથી હરાવ્યું. જોકે રોહિત શર્માની ટીમ જીત મેળવ્યા છતાં પ્લેઓફમાં સ્થાન હાંસલ ન કરી શકી. ટીમ તરફથી MIના ઓપનર ઈશાન કિશને 32 બોલ પર 84 રનોની ધૂંઆધાર ઈનિંગ રમી નાખી. તેની આ ઈનિંગ ખૂબ જ ખાસ છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી તેનું ફોર્મ સહેજ પણ સારું નહોતું અને ટીમ મેનેજમેન્ટે તેને કેટલીક મેચમાંથી બહાર પણ કાઢી દીધો હતો. પોતાની આ ઈનિંગ બાદ કિશન ખૂબ જ ખુશ છે અને તેની આ ઈનિંગનું શ્રેય વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓને આપ્યું છે.

વિરાટ કોહલીની સલાહ
ઈશાને જણાવ્યું હતું કે વિરાટે તેને કહ્યું હતું કે T-20 વર્લ્ડકપ ટીમમાં ઓપનર તરીકે સિલેક્ટ કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટમાં તારે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે. યોગ્ય માનસિકતામાં રહેવું મહત્ત્વપૂર્ણ છે અને તારા માટે શાનદાર ફોર્મ સાથે મેદાનમાં ઊતરવું જરૂરી છે.

વિરાટ સહિત અન્ય ખેલાડીઓએ પણ પ્રોત્સાહિત કર્યો
ઈશાને ફોર્મમાં પરત ફરવા માટે માત્ર વિરાટ કોહલી જ નહી, પરંતુ રોહિત શર્મા, બુમરાહ અને હાર્દિક પંડ્યાને પણ ક્રેડિટ આપી છે. તેણે કહ્યું હતું કે વિરાટભાઈ સાથે મારી સારી વાત થઈ, સાથે જ બુમરાહભાઈ, રોહિતભાઈ અને હાર્દિકભાઈએ પણ મારી ખૂબ જ મદદ કરી છે.

હૈદરાબાદ સામેની મેચમાં કિશને માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારીને મુંબઈ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. તેણે તેની ઈનિંગ દરમિયાન 11 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ઈશાને પ્રથમ ઓવરમાં મોહમ્મદ નબીની બોલિંગમાં સિક્સર ફટકાર્યા બાદની ઓવરમાં સિદ્ધાર્થ કૌલની બોલિંગમાં સતત ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. ઇશાને ચોથી ઓવરમાં જેસન હોલ્ડરની બોલિંગમાં સિક્સર ફટકારીને ટીમનો સ્કોર 50 રનને પાર પહોંચાડી દીધો હતો. તેણે ઓવરના છેલ્લા બે બોલમાં વધુ બે ચોગ્ગા ફટકાર્યા હતા અને માત્ર 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી, જે IPL 2021ની સૌથી ઝડપી ફિફ્ટી હતી. ઈશાન IPLની ઈનિંગની પ્રથમ ચાર ઓવરમાં ફિફ્ટી ફટકારનાર માત્ર બીજો બેટ્સમેન છે. આ પહેલાં પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલે બે વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...