ભાસ્કર એનાલિસિસ:યુવા ખેલાડીઓ માટે વરદાન સાબિત થઇ આઈપીએલ, બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત થશે

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આઈપીએલની 14મી સિઝનના વિશ્લેષણ પર એક નજર

આ ઈપીએલની 14મી સિઝન ભારતીય યુવા ખેલાડીઓ માટે વરદાન સાબિત થઇ. લીગ ભલે પૂરી થઇ ગઇ, પણ તેનાથી ભારતીય ક્રિકેટ માટે નવા યુવા ચહેરાઓ સામે આવ્યા છે. સૌથી મહત્વપુર્ણ વાત એ રહી યુવા ખેલાડીઓનું પ્રદર્શન, જે ટી20 ફોર્મેટ માટે ઉપયુક્ત છે.

હંમેશાની જેમ ધોની શાંત જોવા મળ્યો. પણ પંતની સુકાનીમાં થોડી અભાવ જોવા મળ્યો. ઘણીવાર રાહુલ, સેમસન અને રોહિતની પાસે વિકલ્પો ઓછા જોવા મળ્યા. પૃથ્વી શૉ, સેમસન, પંતે બેટ દ્વારા થોડુ સ્પાર્ક બતાવ્યું.તો અનુભવી શ્રેયસ અય્યર અને લોકેશ રાહુલે પણ નોંધનીય પ્રદર્શન કર્યું.

ચહલ, અક્ષર અને વરૂણની સ્પિન બોલિંગે પોતાનું જાદુ બતાવ્યો. આમ ઓલઓવર ભારતને ઘણા એવા ખેલાડીઓ મળ્યા, જેણે બેટથી શાનદાર પ્રદર્શન કર્યું. આ ભવિષ્યમાં ટી20 આંતરરાષ્ટ્રીયમાં ભારત માટે સારા સંકેત છે.

ઋતુરાજ: ઓરેન્જ કેપ જીતવાની સાથે સિઝનમાં એમર્જિંગ પ્લેયર પણ રહ્યો
ઋતુરાજ 635 રન સાથે લીગમાં ટોપ સ્કોરર રહ્યો. 22 વર્ષના ઋતુરાજ એક સિઝનમાં ઓરેન્જ કેપ અને એમર્જિંગ પ્લેયરનો એવોર્ડ જીતનાર પહેલો ખેલાડી બન્યો. તેણે ચેન્નઈના 25% રન એકલા બનાવ્યા. ગત વર્ષે તે છેલ્લે રહ્યો હતો. પણ આ વખતે તેણે શરૂઆતથી જ ચેન્નઈની લાઇન-અપમાં જગ્યા બનાવી હતી.

અય્યર: બીજા ચરણમાં સૌથી વધુ રન બનાવવાના લિસ્ટમાં બીજા સ્થાને
ભારત માટે બીજો યુવા બેટ્સમેન વેંકટેશ અય્યર છે. ઇંદોરના અય્યરે કોલકાતા ટીમમાં બેટિંગની સાથે બોલિંગની જવાબદારી નિભાવી. તે સૌથી વધુ રન બનાવવામાં બીજા સ્થાને રહ્યો. તેણે 10 મેચમાં 370 રન કર્યા. કોલકાતામાં તરફથી સારી એવરેજ 41.11થી રન બનાવ્યા. તે ભારતીય ટીમ માટે ઉભરતો ખેલાડી ગણાવામાં આવે છે.

હર્ષલ: 32 વિકેટ લઇ મોસ્ટ વેલ્યુએબલ ખેલાડી બનનાર પહેલો અનકેપ્ડ ખેલાડી​​​​​​​
પર્પલ કેપ મેળવનાર હર્ષલ પટેલે તમામનું ધ્યાન ખેચ્યું છે. તેણે 32 વિકેટ ઝડપી છે. જેમાં હેટ્રિક, એકવાર 4 અને એકવાર 5 વિકેટ પણ ઝડપી છે. તે મોટ્સ વેલ્યુએબલ બનનાર પહેલો અનકેપ્ડ ખેલાડી રહ્યો. તે ડેથ ઓવર્સમાં સૌથી સફળ બોલર રહ્યો. આ સમયે તેણે 21 વિકેટ ઝડપી. ફાસ્ટ બોલર ઉમરાને ગતિથી તમામને ચોકાવી દીધા. શાર્દુલ અને અર્શદીપે પણ લોકોનું ધ્યાન ખેચ્યું.

અન્ય સમાચારો પણ છે...