તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL Update Chetan Sakaria's Father Corona Infected Chetan, Who Came Out Of The Bio Bubble To Meet His Father Directly, Said I Am Getting The Father's Treatment With The Amount Received From IPL.

ખેલાડીઓનાં પરિવારમાં પણ કોરોનાનો કહેર:RRના ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતા સંક્રમિત, IPLની કમાણીથી સારવારમાં ઘણી મદદ મળી

4 મહિનો પહેલા
રાજસ્થાન રોયલ્સે ચેતન સાકરિયાને 1.20 કરોડમાં ખરીદ્યો હતો.
  • હું ગરીબ પરિવારથી આવું છું, જો ટૂર્નામેન્ટ એક મહિનો પણ સ્થગિત રહી તો મને આર્થિક નુકસાન પહોંચશેઃ ચેતન સાકરિયા

રાજસ્થાન રોયલ્સનાં ફાસ્ટ બોલર ચેતન સાકરિયાનાં પિતા કોરોના સંક્રમિત થયા છે. અત્યારે એના પિતા કાંજીભાઈને હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. IPLનાં બાયો-બબલમાં કોરોનાની એન્ટ્રી થયા પછી, આ સીઝનને અનિશ્ચિત સમયગાળા માટે સ્થગિત કરવામાં આવી છે. સીઝનની લીગ સ્થગિત કરાતા તે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ પહોંચી ગયા હતા. સાકરિયાએ કહ્યું હતું કે હું ઘણો ભાગ્યશાળી છું કે મને સમયસર IPLની ધનરાશિ મળી ગઈ હતી.

ચેતન સાકરિયાએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પિતા સંક્રમિત થયા એની જાણકારી મને કેટલાક દિવસો પહેલા જ પ્રાપ્ત થઈ હતી. તેઓએ જણાવ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે રાજસ્થાનની મેનેજમેન્ટે મને સમયસર પગાર ચૂકવ્યો હતો. મેં આ ધનરાશિને પરિવાર સુધી પહોંચાડી હતી. તેથી તેઓ યોગ્ય સમયે આનો વપરાશ કરી શકે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

IPL સ્થગિત થશે તો મને આર્થિક દૃષ્ટિએ ઘણું નુકસાન પહોંચશેઃ સાકરિયા
ચેતને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઘણા લોકો કહેતા હતા કે IPL રદ્દ થવી જોઈએ પરંતુ હું કઈંક કહેવા માંગુ છું, મારા પરિવારમાંથી હું એકલો જ રોજી-રોટી કમાઈ શકું એમ છું. ક્રિકેટ જ મારી કમાણીનો એક માત્ર સોર્સ છે. IPLની કમાણી થકી હું મારા પિતાને સૌથી સારી સારવાર આપી શકું એમ છું. જો આ ટૂર્નામેન્ટ એક મહિના માટે નથી થતું, તો મને આર્થિક દૃષ્ટીએ ઘણું નુકસાન પહોંચશે. હું એક ગરીબ પરિવારથી આવું છું. મારા પિતાએ આખી જીંદગી ટેમ્પો ચલાવ્યો છે અને IPLએ મારી આખી જીંદગી બદલી નાખી છે.

ચેનતનાં ભાઈએ આત્મહત્યા કરી હતી
ચેતનનાં ભાઈએ થોડાક સમય પહેલાં જ આત્મહત્યા કરી હતી. ચેતનને IPL 2021માં રાજસ્થાન રોયલ્સે 1.20 કરોડ રૂપિયા આપીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. IPLનાં નિયમોનાં આધારે ખેલાડીઓને 30 ટકા ધનરાશિ ટીમની ફ્રેન્ચાઈઝ દ્વારા આપવામાં આવે છે. ત્યારપછી ટૂર્નામેન્ટની અડધી મેચ પૂરી થયા બાદ અન્ય 50 ટકા ધનરાશિ ચૂકવાય છે.

અત્યારે સીઝનની 60 મેચમાંથી 29 મેચ રમાઈ ચૂકી છે, જેના કારણે ખેલાડીઓને 60 થી 70 ટકા પગાર ટીમો દ્વારા ચૂકવવામાં આવ્યો છે. IPL પૂર્ણ થયા પછી બાકીની રકમ ચૂકવવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...