તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)નું 14મું સિઝન 9 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. જેની ફાઈનલ 30 મેના રોજ રમાશે. અત્યાર સુધી 13 સિઝનમાં 5 બેટ્સમેનો 5 હજારથી વધુ રન બનાવી શક્યા છે. જેમાંથી 4 ભારતીય ક્રિકેટરો પૈકી વિરાટ કોહલી, સુરેશ રૈના, રોહિત શર્મા અને શિખર ધવનનો સમાવેશ થાય છે. ડેવિડ વોર્નર એકલો વિદેશી બેટ્સમેન છે જેને આ તારીકામાં સ્થાન મેળવ્યું છે.
સૌથી વધુ સિક્સની વાત કરીએ તો આ રેકોર્ડ વેસ્ટઈન્ડિઝના ધાકડ ખેલાડી ક્રિસ ગેઈલના નામે છે. ગેઈલના પક્ષમાં તો એક મેચમાં સૌથી વધુ રન બનાવવાનો પણ રોકોર્ડ નોંધાયેલો છે, જે 2013માં તેણે બનાવ્યો હતો.
IPLની 14મી સિઝનના એક સપ્તાહ પૂર્વે ચલો ગ્રાફિક્સના માધ્યમથી બેટ્સમેનના 10 વિશાળ રેકોર્ડ્સને નિહાળીએ. જેમાં સૌથી વધુ રન, સદી, સિક્સ, ચોક્કા, હાઈએસ્ટ સ્ટ્રાઈક રેટ, સૌથી ઝડપી શતક, બેસ્ટ સ્કોર અને સૌથી વધુ શૂન્યમાં આઉટ થનારાઓના રેકોર્ડ્સ સામેલ છે.
8 ટીમો 52 દિવસની અંદર ફાઈનલ સહિત 60 મેચ રમશે
IPLના 14માં સિઝનમાં પ્રત્યેક 8 ટીમો 52 દિવસમાં ફાઈનલ સહિત 60 મેચ રમશે. આ તમામ મેચને ભારતના 6 શહેરો અમદાવાદ, બેંગ્લોર, ચેન્નઈ, દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં આયોજિત કરાશે. પ્લે-ઓફ અને ફાઈનલ મેચનું આયોજન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટોડિયમ ખાતે કરાશે.
IPLના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે, જ્યારે કોઈપણ ટીમ તેમના હોમ ગ્રાઉન્ડમાં મેચને નહીં રમે. જેમકે કોલકાતાની મેચ કોલકાતામાં નહીં અને મુંબઈની મેચ મુંબઈમાં નહીં યોજાય.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.