• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL Qualifier CSK Vs GT IPL LIVE Score Update; MS Dhoni Ravindra Jadeja Hardik Pandya Shubman Gill CSK Vs GT M.A Chidambaram Stadium Chennai

ચેન્નાઈ 10મી વખત ફાઈનલમાં, ગુજરાત 15 રનથી હાર્યું:રવીન્દ્ર જાડેજાની સટીક બોલિંગ, ગાયકવાડની સિઝનમાં પાંચમી ફિફ્ટી

સ્પોર્ટ્સ ડેસ્ક5 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચેન્નાઈ સુપર કિંગ્સે 10મી વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. જ્યાં CSKનો સામનો અમદાવાદમાં 26 મેના રોજ યોજાનાર ક્વોલિફાયર-2ની વિજેતા ટીમ સાથે થશે. ધોનીની ટીમે ક્વોલિફાયર-1માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવ્યું હતું. ગુજરાત હવે ક્વોલિફાયર-2માં એલિમિનેટરની વિજેતા સામે રમશે.

એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતના બેટર્સ 20 ઓવરમાં 157 રનમાં ઓલઆઉટ થઈ ગયા હતા. ચેન્નાઈ તરફથી રવીન્દ્ર જાડેજાએ સટીક બોલિંગ કરી હતી. તેમણે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

પાવરપ્લેમાં સાહા અને હાર્દિક આઉટ
173 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સે ત્રીજી ઓવરમાં જ રિદ્ધિમાન સાહાની વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યા નંબર-3 પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ 7 બોલમાં માત્ર 8 રન બનાવીને આઉટ થયો હતો. ટીમ 6 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 41 રન જ બનાવી શકી હતી.

ચેન્નાઈ સુપર કિંગ્સની ઇનિંગ...
ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ (ચેપોક) ખાતે ગુજરાતે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી. ઓપનર રૂતુરાજ ગાયકવાડે 44 બોલમાં 60 અને 34 બોલમાં 40 રન બનાવ્યા હતા. બન્ને વચ્ચે 64 બોલમાં 87 રનની ભાગીદારી થઈ હતી. મોહિત શર્મા અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ લીધી હતી જ્યારે રાશિદ ખાન, દર્શન નાલકંડે અને નૂર અહેમદને એક-એક વિકેટ મળી હતી.

ગુજરાત સામે ગાયકવાડની ચોથી ફિફ્ટી
CSKના ઓપનર રૂતુરાજ ગાયકવાડે 36 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે ગુજરાત સામે સતત ચોથી અડધી સદી ફટકારી હતી. ચેન્નાઈ સામે ટીમની આ માત્ર ચોથી મેચ છે. ગાયકવાડ 60 રન બનાવીને આઉટ થયો હતો. આ સિઝનની શરૂઆતમાં તેણે 92 રનની ઇનિંગ રમી હતી. તેણે ગત સિઝનમાં 2 મેચમાં 53 અને 73 રન બનાવ્યા હતા.

ગાયકવાડ-કોનવે 9મી વખત 50+ ભાગીદારી થઈ
CSKના રૂતુરાજ ગાયકવાડ અને ડેવોન કોનવેએ પાવરપ્લેમાં ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બન્નેએ 7મી ઓવરમાં ફિફ્ટીની ભાગીદારી કરી હતી. આ સિઝનમાં બન્ને વચ્ચે 50થી વધુ રનની આ 9મી ભાગીદારી છે. બન્નેએ 2 સદીની ભાગીદારી પણ કરી છે. આ મેચમાં પણ બન્ને વચ્ચે 86 રનની પાર્ટનરશિપ થઈ હતી.

CSKની સ્થિર શરૂઆત, સ્કોર 49/0
CSKએ સારી શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં વિના વિકેટે 49 રન બનાવ્યા છે. ટીમના બંને ઓપનર અણનમ રહ્યા હતા.

ગુજરાતે એક ફેરફાર કર્યો, ચેન્નાઈમાં કોઈ બદલાવ નહીં
ટીમે પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે. યશ દયાલની જગ્યાએ દર્શન નાલકંડેને સ્થાન મળ્યું છે. જ્યારે ચેન્નાઈએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી.

ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.
ગુજરાત ટાઇટન્સે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK): મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, ડેવોન કોનવે, અજિંક્ય રહાણે, અંબાતી રાયડુ, શિવમ દુબે, મોઈન અલી, રવીન્દ્ર જાડેજા, દીપક ચહર તુષાર દેશપાંડે અને મહિશ થિક્સાના.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: મથિશા પથિરાના, મિચેલ સેન્ટનર, સુભ્રાંશુ સેનાપતિ, શેખ રાશિદ અને આકાશ સિંહ.

ગુજરાત ટાઇટન્સ (GT): હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), દાસુન શનાકા, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, દર્શન નાલકંડે, મોહિત શર્મા, નૂર અહેમદ અને મોહમ્મદ શમી.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: વિજય શંકર, કે.એસ ભરત, જયંત યાદવ, સાંઈ સુદર્શન અને શિવમ માવી.

મેચ પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટ્રોફી સાથે.
મેચ પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટ્રોફી સાથે.
ટૉસ વખતે બન્ને ટીમના કેપ્ટન.
ટૉસ વખતે બન્ને ટીમના કેપ્ટન.

પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...

ગુજરાત અને ચેન્નાઈ પ્લેઑફમાં એકબીજા સામે પહેલીવાર રમશે
બન્ને ટીમ લીગ ઈતિહાસના પ્લેઓફમાં પ્રથમ વખત એકબીજાની સામે ટકરાશે. ગુજરાતની આ માત્ર બીજી સિઝન છે. ગયા વર્ષે ટીમ ચેમ્પિયન બની હતી, પરંતુ ચેન્નાઈ ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. જોકે, CSKએ એકંદરે 12મી વખત પ્લેઓફમાં જગ્યા બનાવી છે.

ક્વોલિફાયર-1માં વિજેતા ટીમ ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે. જ્યારે, હારનાર ટીમને ફાઈનલમાં પહોંચવાની વધુ એક તક મળશે. તેને એલિમિનેટરમાં વિજેતા ટીમ સામે ક્વોલિફાયર-2માં એન્ટ્રી મળશે.

કોનવે-ગાયકવાડ કામ કરશે તો CSK રનનો વરસાદ કરશે
ચેન્નાઈએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 14 મેચમાંથી 8 મેચ જીતી છે અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ 17 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં બીજા સ્થાને છે. ટીમના ઓપનર ડેવોન કોનવે અને રૂતુરાજ ગાયકવાડે આ સિઝનમાં ભાગીદારીમાં 688 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં જો બન્ને આજે રમી જશે, તો ટીમ મોટો સ્કોર બનાવી શકે છે.

ડેવોન કોનવે, મોઈન અલી, મથિશા પથિરાના અને મહિશ થિક્સાના ગુજરાત સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ હોઈ શકે છે. આ સિવાય રૂતુરાજ ગાયકવાડ, તુષાર દેશપાંડે અને અજિંક્ય રહાણે જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.

રન ચેઝ કરવો એ ગુજરાતની તાકાત છે
ગુજરાતે આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 14 મેચમાંથી 10 જીતી છે અને માત્ર ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. હાર્દિકની આગેવાની હેઠળ ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું અને 20 પોઇન્ટ્સ સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચ પર રહી છે. ટીમે પીછો કરતાં સિઝનની 10માંથી 6 મેચ જીતી હતી. રન ચેઝ કરતી વખતે, તેઓએ આ સિઝનમાં તેમની 75% મેચ જીતી છે, તેથી ટીમ ચેન્નાઈ સામે પણ ચેઝ કરવા ઇચ્છશે છે.

CSK સામેની ટીમમાં 4 વિદેશી ખેલાડીઓ ડેવિડ મિલર, રાશિદ ખાન, નૂર અહેમદ, અને દાસુન શનાકા હોઈ શકે છે. આ સિવાય મોહમ્મદ શમી, શુભમન ગિલ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓ ટીમને મજબૂત બનાવી રહ્યા છે.

ઓલરાઉન્ડર શનાકાએ આ સિઝનમાં માત્ર બે મેચ રમી છે, પરંતુ ટીમે તેને તેના અનુભવ માટે પ્લેઇંગ-11માં રાખ્યો છે. જોતે બહાર રહે છે તો સાઈ સુદર્શન, શિવમ માવી અથવા અભિનવ મનોહરમાંથી કોઈ એકને પ્લેઇંગ-11માં તક મળી શકે છે.

ચેન્નાઈ પર ગુજરાતનું પલડું ભારે છે
હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો બન્ને ટીમ વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમાઈ છે. ગુજરાત ત્રણેય વખત જીત્યું છે. આ મેચ બ્રેબોર્ન, વાનખેડે અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. તો, ચેપોક સ્ટેડિયમમાં બન્ને ટીમ પહેલીવાર આમને-સામને ટકરાશે.

પિચ રિપોર્ટ
એમએ ચિદમ્બરમ સ્ટેડિયમની પિચ પર સ્પિન બોલરોનું વર્ચસ્વ છે, પરંતુ અહીં સિઝનની શરૂઆતની મેચમાં 200થી વધુ રન બનાવાયા હતા. છેલ્લી કેટલીક મેચમાં સ્કોરિંગ રેટ ચોક્કસપણે ધીમો પડી ગયો છે. આવી સ્થિતિમાં આજે પણ સ્પિન પિચ જોવા મળી શકે છે.

ચેપોક ખાતે આ સિઝનમાં કુલ સાત મેચ રમાઈ હતી. જેમાં ચેન્નાઈએ ચારમાં જીત અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે ત્રણ વખત જીત મેળવી હતી અને ટાર્ગેટનો ચેઝ કરતી ટીમે ચાર વખત જીત મેળવી હતી.

હવામાન સ્થિતિ
મંગળવારે ચેન્નાઈમાં હવામાન સાફ રહેશે, દિવસ દરમિયાન તે ખૂબ જ ગરમ રહેશે. વરસાદની કોઈ શક્યતા નથી. મંગળવારે તાપમાન 29થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે.