IPLની પહેલી ક્વોલિફાયર મેચમાં ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી રાજસ્થાન રોયલ્સને હરાવી ફાઈનલમાં એન્ટ્રી કરી લીધી છે. GTને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ હતો જેને ડેવિડ મિલરે છેલ્લી ઓવરમાં છગ્ગાની હેટ્રિક મારી ચેઝ કરી લીધો હતો. આ દરમિયાન હાર્દિક અને મિલર વચ્ચે 61 બોલમાં 106* રનની પાર્ટનરશિપ થઈ હતી. જ્યારે રાજસ્થાનના બોલ્ટ તથા મેક્કોયે 1-1 વિકેટ લીધી હતી.
હાર્દિક-મિલરની તોફાની બેટિંગ
શુભમન અને વેડની શાનદાર પાર્ટનરશિપ
પહેલી ઓવરમાં સાહા પેવેલિયન ભેગો થઈ જતા શુભમન ગિલ અને મેથ્યુ વેડે ગુજરાતની ઈનિંગ સંભાળી હતી. બંનેએ 43 બોલમાં 71 રનની શાનદાર પાર્ટનરશિપ નોંધાવી ગેમમાં પકડ બનાવી રાખી હતી. જોકે ત્યારપછી શુભમન ગિલ 21 બોલમાં 35 રન કરી રનઆઉટ થઈ ગયો હતો. મેથ્યુ વેડે શુભમનને બીજો રન લેવાની ના પાડી તેવામાં ગિલ અડધી પિચે આવી જતા રનઆઉટ થઈ ગયો હતો.
બટલરને જીવનદાન મળ્યું, વિસ્ફોટક બેટિંગ કરી
ઈનિંગની 17મી ઓવરમાં રાજસ્થાનના બેટર જોસ બટલરને જીવનદાન મળ્યું હતું. આ દરમિયાન યશ દયાળ બોલિંગ કરી રહ્યો હતો. જેના બીજા બોલર પર બટલરે લોન્ગ ઓન પર લોફ્ટેડ શોટ માર્યો હતો. જેને પકડવા માટે હાર્દિક લગભગ તૈયાર હતો પરંતુ તે લપસી જતા તે કેચ પકડી શક્યો નહોતો. ઉલ્લેખનીય છે કે કોલકાતામાં વરસાદ પડ્યો હોવાની સીધી અસર ગ્રાઉન્ડ પર જોવા મળી રહી છે. આના કારણે હાર્દિક લપસી ગયો હતો. જોકે ત્યારપછી 56 બોલમાં 89 રન કરી બટલર પેવેલિયન ભેગો થયો હતો.
સેમસન-બટલરની પાર્ટનરશિપ સાઈ કિશોરે તોડી
RRના કેપ્ટન સંજુ સેમસન અને જોસ બટલર વચ્ચે બીજી વિકેટ માટે 47 બોલમાં 68 રનની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપ નોંધાઈ હતી. જોકે ત્યારપછી ગુજરાત ટાઈટનના બોલર સાઈ કિશોરે RRના કેપ્ટન સંજુ સેમસનને પેવેલિયન ભેગો કર્યો હતો. સાઈ કિશોરના મિડલ સ્ટમ્પ ફુલર બોલ પર સેમસન સિક્સ મારવા જતા લોન્ગ ઓન પર કેચ આઉટ થયો હતો.
પાવરપ્લેમાં RRએ કમબેક કર્યું, દયાળે 1 વિકેટ લીધી
ખેલાડી | ટોસ હાર્યો |
સંજુ સેમસન | 13* |
મહેન્દ્ર સિંહ ધોની | 12 |
મહેન્દ્ર સિંહ ધોની | 11 |
વિરાટ કોહલી | 11 |
સવારે કોલકાતામાં મુશળધાર વરસાદ પડ્યો હતો..
પ્લેઓફની કોઈપણ મેચમાં વરસાદ ગેમ બગાડશે તો કોણ વિજેતા? વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો..
બંને ટીમની પ્લેઇંગ-11
સ્થળ | કોલકાતા, ઈડન ગાર્ડન્સ |
ટોસ | ગુજરાત ટાઈટન્સ, પહેલા બોલિંગ પસંદ કરી |
સિરીઝ | IPL 2022 |
મેચનો દિવસ | 24 મે 2022 |
અમ્પાયર્સ | બ્રૂસ ઓક્સનફોર્ડ વિરેન્દ્ર શર્મા |
ટીવી અમ્પાયર | માઈકલ ગફ |
રિઝર્વ અમ્પાયર | જયરામન મદનગોપાલ |
મેચ રેફરી | મનુ નાયર |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.