IPLમાં પંજાબના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ:સતત 7મી સિઝનમાં પ્લે ઓફમાં ન પહોંચી શકી પ્રીતિ ઝિંટાની ટીમ, દિલ્હી 6 વખત નહોતી પહોંચી શકી

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કેએલ રાહુલની કેપ્ટનશીપ હેઠળની પંજાબ કિંગ્સ IPL 2021માં છઠ્ઠા સ્થાને રહી. તે ફરી એકવાર પ્લે ઓફમાં ન પહોંચી શકી. તેની સાથે જ પ્રીતિ ઝિંટાની ટીમના નામે એક શર્મનાક રેકોર્ડ પણ નોંધાઈ ગયો છે. પંજાબ કિંગ્સ જે અગાઉ કિંગ્સ ઈલેવન પંજાબના નામે ઓળખાતી હતી તે સતત 7મી સિઝનમાં IPLના પ્લે ઓફમાં ન પહોંચી શકી

આ અગાઉ આ રેકોર્ડ દિલ્હીના નામે હતો. દિલ્હી સતત 6 સીઝન IPLના પ્લે ઓફમાં જગ્યા નહોતી બનાવી શકી. IPL 2021માં પંજાબે 14 મેચ રમી અને તેમાંથી માત્ર 6 મેચ જીતી શકી.

2014માં પંજાબ રનરઅપ રહ્યું હતું
પંજાબ છેલ્લી વખત 2014માં પ્લે ઓફમાં પહોંચી શકી હતી. આ સીઝનમાં ટીમે ફાઈનલ પણ રમી હતી. પરંતુ ત્યાર બાદ ટીમ છેલ્લી 7 સીઝનથી કઈ પણ કરી શકી નથી.

પંજાબથી પહેલા દિલ્હીના નામે આ શર્મનાક રેકોર્ડ હતો
પંજાબ પહેલા દિલ્હી 2013થી 2018 સુધી IPLની કોઈ પણ સિઝનના પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું, પરંતુ 2019 અને 2020ની સિઝનમાં ટીમે કમબેક કર્યું હતું અને સતત ત્રણ સિઝનથી પ્લેઓફમાં પહોંચી રહી છે. આ સિઝનમાં ટીમ લીગ સ્ટેજમાં નંબર વન પર રહી છે.

દિલ્હી, પંજાબ અને બેંગ્લોર હજી સુધી IPL જીતી શકી નથી
દિલ્હી, પંજાબ અને બેંગ્લોર IPLમાં ત્રણ ટીમો એવી છે જેણે ક્રિકેટના આ મહાસંગ્રામમાં વિજેતા બની શકી નથી, પરંતુ આ વખતે દિલ્હી અને બેંગ્લોર બંનેએ પ્લોઓફ માટે ક્વોલીફાઈ કરી દીધું છે. હવે જોવું રહ્યું કે આ વખતે IPLને નવો ચેમ્પિયન મળે છે કે એકવાર ફરી ચેન્નઈ અને કોલકાતાની ટીમ વિજેતા બને છે.

અન્ય સમાચારો પણ છે...