પ્લેઓફની લડાઈ રોચક બની:હૈદરાબાદે મુંબઈને 3 રનથી હરાવ્યું, ટિમ ડેવિડની ઈનિંગ એળે ગઈ; ઉમરાને લીધી 3 વિકેટ

મુંબઈએક મહિનો પહેલા
  • 8 વખત MI અને 9 વાર SRHએ જીત મેળવી, વાનખેડે સ્ટેડિયમમાં મુકાબલો

IPL 2022ની 65મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 3 રનથી હરાવી દીધું છે. 194 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 20 ઓવરમાં 190 રન કરી શકી. MI તરફથી સૌથી વધુ 48 રન કેપ્ટન રોહિત શર્માએ બનાવ્યા. તો ઉમરાન મલિકે હૈદરબાદ તરફથી સૌથી વધુ 3 વિકેટ લીધી.

SRH તરફથી સૌથી વધુ રન રાહુલ ત્રિપાઠીએ કર્યા. તેના બેટમાંથી માત્ર 44 બોલમાં 76 રન નીકળ્યા. તો આ સીઝનમાં પોતાની મેચ રમી રહેલા પ્રિયમ ગર્ગે 42 અને નિકોલસ પૂરને 38 રનની ઈનિંગ રમી. મુંબઈ તરફથી સૌથી વધુ 3 વિકેટ રમનદીપ સિંહે લીધી.

ટિમ ડેવિડની ધમાકેદાર ઈનિંગ
મુંબઈ તરફથી ટિમ ડેવિડે ધમાકેદાર ઈનિંગ રમતા માત્ર 18 બોલમાં 46 રન ફટકાર્યા. તેને 3 ફોર અને 6 સિક્સ મારી. તે જ્યારે ક્રિઝ પર હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે મુંબઈ મેચ જીતી જશે. પરંતુ બે રન લેવાના ચક્કરમાં તે રનઆઉટ થઈ ગયો.

ઉમરાન મલિકે ઈશાન કિશન, ડેનિયલ સેમ્સ અને તિલક વર્માની વિકેટ લીધી. મેચમાં તેને 154ની સ્પીડથી બોલ ફેંક્યો હતો.
ઉમરાન મલિકે ઈશાન કિશન, ડેનિયલ સેમ્સ અને તિલક વર્માની વિકેટ લીધી. મેચમાં તેને 154ની સ્પીડથી બોલ ફેંક્યો હતો.

ઈશાન રોહિતની શાનદાર ભાગીદારી
194 રનના ટાર્ગેટને પાર પાડવા ઉતરેલી મુંબઈની ટીમની શરૂઆત શાનદાર રહી. રોહિત શર્મા અને ઈશાન કિશને પહેલી વિકેટ માટે 66 બોલમાં 95 રનની ભાગીદારી કરી, જેમાં રોહિત 36 બોલમાં 48 રન તો ઈશાને 30 બોલમાં 38 રન કર્યા. રોહિત ફરી એક વખત હાફ સેન્ચુરી ન કરી શક્યો. IPL 2022માં રોહિતે એક પણ ફિફ્ટી નથી ફટકારી. તેને પોતાની 48 રનની ઈનિંગમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા.

રોહિત આઉટ થયા બાદ ઈશાન પણ પિચ પર વધુ ન ટકી શક્યો. તેને 34 બોલમાં 43 રન કર્યા અને આઉટ થઈ ગયો. ઈશાને 5 ફોર અને 1 સિક્સ મારી હતી.

રાહુલની વિસ્ફોટક ઈનિંગ
મેચમાં હૈદરાબાદ તરફથી નંબર-3 પર બેટિંગ કરવા આવેલા રાહુલ ત્રિપાઠીએ વિસ્ફોટક ઈનિંગ રમી. તેને માત્ર 44 બોલમાં 76 રન કર્યા. તેને 9 બાઉન્ડ્રી અને 3 સિક્સ ફટકારી. રાહુલનો સ્ટ્રાઈક રેટ 172.72નો રહ્યો. આ સીઝનમાં રાહુલે ત્રીજી ફિફ્ટી ફટકારી

રાહુલ ત્રિપાઠીએ આ સીઝનમાં જોરદાર બેટિંગ કરી છે.મુંબઈ વિરૂદ્ધની મેચમાં પણ તેનું બેટ બોલ્યું.
રાહુલ ત્રિપાઠીએ આ સીઝનમાં જોરદાર બેટિંગ કરી છે.મુંબઈ વિરૂદ્ધની મેચમાં પણ તેનું બેટ બોલ્યું.

રાહુલ-પ્રિયમ ગર્ગની શાનદાર ભાગીદારી
હૈદરાબાદની પહેલી વિકેટ ઝડપથી પડી ગઈ હતી. અભિષેક શર્મા 9 રન બનાવીને આઉટ થઈ ગયો. જે બાદ રાહુલ ત્રિપાઠી અને પ્રિયમ ગર્ગ વચ્ચે શાનદાર ભાગીદારી જોવા મળી. બંનેએ માત્ર 43 બોલમાં જ 78 રન ફટકાર્યા. આ ભાગીદારી દરમિયાન રાહુલના બેટમાંથી 23 બોલમાં 39 રન બન્યા. તો પ્રિયમે 20 બોલમાં 27 રન ફટકાર્યા. પ્રિયમ જ્યારે આઉટ થયો ત્યારે 26 બોલમાં 42 રન બનાવી ચુક્યો હતો.

પ્રિયમ ગર્ગ આ સીઝનમાં પોતાની મેચ રમી રહ્યો છે. તે વિલિયમ્સનની જગ્યાએ ઓપનિંગ કરવા આવ્યો હતો.
પ્રિયમ ગર્ગ આ સીઝનમાં પોતાની મેચ રમી રહ્યો છે. તે વિલિયમ્સનની જગ્યાએ ઓપનિંગ કરવા આવ્યો હતો.

અભિષેકનું બેટ ન ચાલ્યું

હૈદરાબાદના ઓપનર બેટ્સમેન અભિષેક શર્મા મેચમાં કોઈ ખાસ કમાલ ન દેખાડી શક્યો. આ મહત્વની મેચમાં આ ખેલાડી પાસે મોટી ઈનિંગની આશા હતી, પરંતુ તે 10 બોલમાં 9 રન બનાવીને આઉટ થઈ ગયો. તેની વિકેટ ડેનિયસ સેમ્સે લીધી.

આ મેચ SRH માટે ઘણી જ મહત્વની છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે તેમને આ મેચ કોઈ પણ કાળે જીતવી પડે તેમ છે. બીજી બાજુ મુંબઈ ઈન્ડિયન્સ પહેલાંથી જ પ્લેઓફની રેસમાંથી બહાર છે અને પોઈન્ટ્સ ટેબલમાં 10માં સ્થાને છે.

SRHએ 12 મુકાબલામાં પાંચ મેચ જીતી છે. તેમનો નેટ રનરેટ -0.270 છે. મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પહેલી ટીમ છે. સનરાઈઝર્સની પ્લેઓફમાં પહોંચવાની થોડી ઘણી આશા હજુ છે.

બંને ટીમના પ્લેઈંગ-11
મુંબઈ ઈન્ડિયન્સઃ ઈશાન કિશન, રોહિત શર્મા (કેપ્ટન), ડેનિયલ સેમ્સ, તિલક વર્મા, રમનદીપ સિંહ, ટ્રિસ્ટન સ્ટબ્સ, ટિમ ડેવિટ, સંજય યાદવ, જસપ્રીત બુમરાહ, રાઈલે મિરિડિથ અને મયંક માર્કંડેય.

સનરાઈઝર્સ હૈદરાબાદઃ અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, કેન વિલિયમ્સન (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, એડન માર્કરમ, નિકોલસ પૂરન, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, ફઝલહક ફારુકી, ઉમરાન મલિક અને ટી. નટરાજન.

અન્ય સમાચારો પણ છે...