• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2023 SRH Vs RCB IPL LIVE Score Update: Virat Kohli Faf Du Plessis Bhuvneshwar Kumar Aiden Markaram Rajiv Gandhi International Stadium Hyderabad

વિરાટ કોહલીની સદીના સહારે બેંગ્લોર જીત્યું:1489 દિવસ પછી સેન્ચુરી ફટકારી, કોહલી અને ફાફ ડુ પ્લેસીસ વચ્ચે 172 રનની પાર્ટનરશિપ; ક્લાસેનની સદી એળે

સ્પોર્ટ્સ ડેસ્ક11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)એ વિરાટ કોહલીની છઠ્ઠી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. આ જીત સાથે ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ચોથા નંબર પર પહોંચી ગઈ છે.

હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા હેનરિક ક્લાસેને સદી ફટકારી હતી. ક્લાસેનની સદીના આધારે ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. જવાબમાં કોહલીની ઇનિંગ્સ અને ફાફ ડુ પ્લેસીસ સાથેની 172 રનની ભાગીદારીના આધારે બેંગ્લોરે 19.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.

1489 દિવસ પછી વિરાટની IPL સદી
વિરાટ કોહલીએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સિઝનમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી. વિરાટની આ છઠ્ઠી IPL સદી છે, તેણે છેલ્લી સદી 19 એપ્રિલ 2019ના રોજ કોલકાતામાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ફટકારી હતી. આ રીતે કોહલીએ 1489 દિવસ બાદ IPLમાં સદી ફટકારી હતી. આ પહેલા વિરાટે 2016ની સિઝનમાં 4 સદી ફટકારી હતી. IPLમાં તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 113 રન છે.

તેની છઠ્ઠી સદી સાથે કોહલીએ IPLમાં સૌથી વધુ સદીના રેકોર્ડની બરાબરી કરી લીધી. વેસ્ટ ઈન્ડિઝના ક્રિસ ગેલના નામે પણ IPLમાં 6 સદી છે. જોસ બટલર આ યાદીમાં 5 સદી સાથે બીજા સ્થાને છે.

કોહલી-ડુ પ્લેસીસમાં સદીની ભાગીદારી
બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને વિરાટ કોહલીએ સિઝનમાં બીજી સદીની ભાગીદારી કરી હતી. બન્નેએ 17.5 ઓવરમાં 172 રન ઉમેર્યા હતા. ડુ પ્લેસીસે 34 બોલમાં અને કોહલીએ 36 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. ડુ પ્લેસીસની 34મી અડધી સદી હતી.

પાવરપ્લેમાં RCBની ઝડપી શરૂઆત
187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી બેંગ્લોરે વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસીસે શાનદાર શરૂઆત કરી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે પણ ત્રીજી ઓવરથી શોટ મારવાનું શરૂ કરી દીધું હતું. બન્નેએ પાંચમી ઓવરમાં ફિફ્ટી પાર્ટનરશીપ કરી હતી અને 6 ઓવરમાં ટીમનો સ્કોર કોઈ નુકશાન વિના 64 રન સુધી પહોંચી ગયો હતો.

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ...
ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા, SRHના વિકેટકીપર બેટર હેનરિક ક્લાસને 49 બોલમાં સદી ફટકારી હતી. તેની સદીની મદદથી ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 186 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી માઈકલ બ્રેસવેલે 2 વિકેટ લીધી હતી.

ક્લાસેન સિવાય બીજું કોઈ ચાલ્યું નહીં
હૈદરાબાદના ક્લાસેન સિવાય બાકીના બેટર્સ ખાસ કંઈ કરી શક્યા ન હતા. અભિષેક શર્માએ 14 બોલમાં 11, રાહુલ ત્રિપાઠીએ 12 બોલમાં 15, કેપ્ટન એડન માર્કરામે 20 બોલમાં 18, હેરી બ્રુકે 19 બોલમાં 27 અને ગ્લેન ફિલિપ્સે 4 બોલમાં 5 રન બનાવ્યા હતા. બેંગ્લોર તરફથી બ્રેસવેલે 2 જ્યારે શાહબાઝ અહેમદ અને હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી હતી.

ક્લાસેનની પ્રથમ IPL સદી
પાવરપ્લેમાં હૈદરાબાદ તરફથી નંબર-4 પર બેટિંગ કરવા ઉતરેલા વિકેટકીપર હેનરિક ક્લાસને શાનદાર બેટિંગ કરી હતી. તેણે 24 બોલમાં ફિફ્ટી ફટકારી અને કેપ્ટન એડન માર્કરામ સાથે 76 રનની પાર્ટનરશિપ પણ કરી. ક્લાસેને 49 બોલમાં તેની પ્રથમ IPL સદી પૂરી કરી. તે 51 બોલમાં 104 રન બનાવીને હર્ષલ પટેલનો શિકાર બન્યો હતો.

આ સિઝનની 7મી સદી છે. તેના પહેલા હૈદરાબાદના હેરી બ્રુક, ગુજરાતના શુભમન ગિલ, રાજસ્થાનના યશસ્વી જયસ્વાલ, મુંબઈના સૂર્યકુમાર યાદવ, કોલકાતાના વેંકટેશ અય્યર અને પંજાબના પ્રભસિમરન સિંહે સદી ફટકારી છે. ખાસ વાત એ છે કે તમામ સાત ખેલાડીઓએ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત સદી ફટકારી હતી.

બેંગ્લોરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.
બેંગ્લોરે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ...

સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): એડન માર્કરમ (કેપ્ટન), અભિષેક શર્મા, રાહુલ ત્રિપાઠી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), હેરી બ્રુક, ગ્લેન ફિલિપ્સ, અબ્દુલ સમાદ, કાર્તિક ત્યાગી, મયંક ડાગર, ભુવનેશ્વર કુમાર અને નીતીશ રેડ્ડી.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: મયંક માર્કન્ડે, ટી નટરાજન, વિવ્રાંત શર્મા, સનવીર સિંહ, અકીલ હોસેન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): ફાફ ડુ પ્લેસીસ (કેપ્ટન), વિરાટ કોહલી, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, અનુજ રાવત (વિકેટકીપર), શાહબાઝ અહેમદ, માઇકલ બ્રેસવેલ, વેઇન પાર્નેલ, હર્ષલ પટેલ, કર્ણ શર્મા અને મોહમ્મદ સિરાજ.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: દિનેશ કાર્તિક, વિજયકુમાર વૈશક, હિમાંશુ શર્મા, સુયશ પ્રભુદેસાઈ, કેદાર જાધવ.

પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...

પોઇન્ટ્સ ટેબલમાં હૈદરાબાદ નવમા સ્થાને
હૈદરાબાદ આ સિઝનમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી ચૂક્યું છે. આમાં, તે માત્ર ચાર જીતી અને આઠ મેચ હારી છે. ટીમ 10 ટીમના પોઇન્ટ્સ ટેબલમાં આઠ પોઇન્ટ્સ સાથે નવમા સ્થાને છે. બેંગ્લોર સામે, ટીમના 4 વિદેશી ખેલાડીઓ એડન માર્કરમ, હેનરિક ક્લાસેન, માર્કો જેન્સન અને ફઝલ હક ફારૂકી હોઈ શકે છે. આ સિવાય મયંક માર્કન્ડે, રાહુલ ત્રિપાઠી અને ટી નટરાજન જેવા ખેલાડીઓ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

બેંગ્લોરની ટીમે 12માંથી છ મેચ જીતી હતી
બેંગ્લોરે આ સિઝનમાં અત્યાર સુધીમાં 12 મેચ રમી છે. જેમાં તેણે છ જીતી અને છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમના 12 પોઇન્ટ્સ છે. ફાફ ડુ પ્લેસીસ, ગ્લેન મેક્સવેલ, માઇકલ બ્રેસવેલ અને વેઇન પાર્નેલ હૈદરાબાદ સામે ટીમના 4 વિદેશી ખેલાડી બની શકે છે. આ સિવાય વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ અને હર્ષલ પટેલ જેવા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.

બેંગ્લોર પર હૈદરાબાદ ભારે
હેડ ટુ હેડની વાત કરીએ તો હૈદરાબાદ અને બેંગ્લોર વચ્ચે અત્યાર સુધીમાં કુલ 22 મેચ રમાઈ છે. જેમાંથી 12 મેચ હૈદરાબાદ અને 9 મેચ બેંગ્લોરે જીતી છે. અને એક મેચનું પરિણામ આવી શક્યું નથી.