રાજસ્થાન રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 પ્લેઓફની રેસમાં પોતાની આશા જીવંત રાખી છે, જ્યારે પંજાબ કિંગ્સ રેસમાંથી બહાર છે. સંજુ સેમસનની કેપ્ટનશિપની રાજસ્થાન રોયલ્સે શિખર ધવનની પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું હતું.
ધર્મશાલા મેદાનમાં રાજસ્થાન રોયલ્સે ટૉસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. રાજસ્થાને 188 રનના ટાર્ગેટને 19.4 ઓવરમાં 6 વિકેટે ચેઝ કરી લીધો હતો.
જયસ્વાલે સિઝનની પાંચમી અડધી સદી 35 બોલમાં ફટકારી
યશસ્વી જયસ્વાલે વર્તમાન સિઝનની તેની પાંચમી અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. જયસ્વાલની આ આઠમી IPL ફિફ્ટી છે. તેણે 138.88ની સ્ટ્રાઈક રેટથી 36 બોલમાં 50 રન બનાવ્યા હતા.
જયસ્વાલ-પડ્ડિકલ વચ્ચે 73 રનની ભાગીદારી
12 રનના સ્કોર પર બટલરની વિકેટ ગુમાવ્યા બાદ યશસ્વી જયસ્વાલે દેવદત્ત પડ્ડિકલ સાથે બીજી વિકેટ માટે 49 બોલમાં 73 રનની ભાગીદારી નોંધાવી હતી. અર્શદીપ સિંહે પડ્ડિકલને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી.
રાજસ્થાન તરફથી શાનદાર શરૂઆત
188 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઊતરેલી રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં એક વિકેટે 57 રન બનાવ્યા હતા. ઓપનર જોસ બટલર ઝીરો પર આઉટ થયો હતો. તેને કાગીસો રબાડાએ LBW આઉટ કર્યો હતો.
કરન-જિતેશની ઇનિંગથી પંજાબનો સ્કોર 187 રન થયો
ધર્મશાલા મેદાનમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટે 187 રન બનાવ્યા હતા. જીતેશ શર્માએ 44 રનની ઇનિંગ રમી હતી જ્યારે સેમ કરને 31 બોલમાં 49 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી નવદીપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી.
સેમ-શાહરુખ વચ્ચે 50+ ભાગીદારી
જીતેશ શર્માના આઉટ થયા બાદ છેલ્લી ઓવરમાં સેમ કરન અને શાહરૂખ ખાન વચ્ચે અડધી સદીની ભાગીદારી થઈ હતી. આ ભાગીદારીએ ટીમનો સ્કોર 190ની નજીક પહોંચાડ્યો હતો. બંનેએ 37 બોલમાં અણનમ 73 રન ઉમેર્યા હતા.
જિતેશ-સેમની ભાગીદારીએ પંજાબને સંભાળ્યું
50 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ જિતેશ શર્મા અને સેમ કરને અડધી સદીની ભાગીદારી કરીને પંજાબને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. બંનેએ 44 બોલમાં 64 રન જોડ્યા હતા. નવદીપ સૈનીએ જીતેશ શર્માને આઉટ કરીને આ જોડી તોડી હતી.
રવિચંદ્રન અશ્વિન ઈજાના કારણે રમતો નથી
ટીમ બે ફેરફાર સાથે ઉતરી છે, જ્યારે છેલ્લી મેચથી પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
પંજાબ કિંગ્સ (PBKS): શિખર ધવન(કેપ્ટન), પ્રભસિમરન સિંહ, અથર્વ તાયડે, લિયામ લિવિંગસ્ટન, સેમ કરન, જીતેશ શર્મા(વિકેટકીપર), શાહરૂખ ખાન, હરપ્રીત બ્રાર, રાહુલ ચાહર, કાગીસો રબાડા અને અર્શદીપ સિંહ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: નાથન એલિસ, સિકંદર રઝા, મેથ્યુ શોર્ટ, રિષિ ધવન અને મોહિત રાઠી.
રાજસ્થાન રોયલ્સ (RR): સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડ્ડિકલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, એડમ ઝામ્પા, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, સંદીપ શર્મા અને યુઝવેન્દ્ર ચહલ.
ઇમ્પેક્ટ પ્લેયર્સ: કુલદીપ સેન, ડોનોવન ફરેરા, ધ્રુવ જુરેલ, આકાશ વશિષ્ઠ, મુરુગન અશ્વિન.
પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...
પંજાબની ટીમે 13માંથી 6 મેચ જીતી
પંજાબે આ સિઝનમાં અત્યાર સુધી 13 મેચ રમી છે. જેમાં તેણે છમાં જીત અને સાત મેચ હારી હતી. ટીમના હાલ 12 પોઇન્ટ્સ છે. રાજસ્થાન સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ લિયામ લિવિંગસ્ટન, સેમ કરન, કાગીસો રબાડા અને નાથન એલિસ હોઈ શકે છે. આ સિવાય શિખર ધવન, જીતેશ શર્મા અને અર્શદીપ સિંહ જેવા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.
રાજસ્થાનની ટીમે પણ 13માંથી છ મેચ જીતી હતી
રાજસ્થાને આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 13 મેચમાંથી 6 જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના 12 પોઇન્ટ્સ છે. પંજાબ સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ જોસ બટલર, જો રૂટ, શિમરોન હેટમાયર અને એડમ ઝામ્પા હોઈ શકે છે. આ સિવાય યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ અને સંજુ સેમસન ટીમ માટે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે.
પંજાબ પર રાજસ્થાન ભારે
હેડ ટુ હેડની વાત કરીએ તો પંજાબ અને રાજસ્થાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 25 મેચ રમાઈ છે. આમાં 14 મેચ રાજસ્થાન અને 11 મેચ પંજાબે જીતી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.