• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2023 KKR Vs LSG IPL LIVE Score Update Krunal Pandya Nitish Rana Nicholas Pooran Rinku Singh Eden Gardens Stadium Kolkata

રોમાંચક જીત મેળવતા લખનઉ પ્લેઓફમાં:કોલકાતાને એક રનથી હરાવ્યું; રિંકુ સિંહે એકલા હાથે લડત આપતા 67 રન બનાવ્યા

સ્પોર્ટ્સ ડેસ્ક8 દિવસ પહેલા
  • કૉપી લિંક

લખનઉ સુપરજાયન્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગની વર્તમાન સિઝનના પ્લેઓફમાં પ્રવેશ કરી લીધો છે. કૃણાલ પંડ્યાની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી ત્રીજી ટીમ બની ગઈ છે. ટીમે કોલકાતાને એક રનથી હરાવ્યું હતું. લખનઉની આ જીત સાથે કોલકાતા નાઈટ રાઈડર્સ રેસમાંથી બહાર થઈ ગઈ છે. કોલકાતા વર્તમાન સિઝનમાંથી બહાર થનારી ચોથી ટીમ બની ગઈ છે. મેચ 68 પછી, પ્લેઓફની એક જગ્યા હવે ખાલી છે. આ માટે બેંગ્લોર, મુંબઈ અને રાજસ્થાન રેસમાં છે.

કોલકાતાએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 8 વિકેટે 176 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતાના બેટર્સ 20 ઓવરમાં 7 વિકેટે 175 રન જ બનાવી શક્યા હતા.

કોલકાતાની ધમાકેદાર શરૂઆત
કોલકાતાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. ટીમે 6 ઓવરમાં એક વિકેટે 61 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 24 રન બનાવીને આઉટ થયો હતો.

રોય-વેંકટેશની અડધી સદીની ભાગીદારી
177 રનના ટાર્ગેટને ચેઝ કરતા કોલકાતાના ઓપનરોએ પોતાની ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. જેસન રોય અને વેંકટેશ અય્યરની જોડીએ 35 બોલમાં 61 રન બનાવ્યા હતા. આ ભાગીદારીને કૃષ્ણપ્પા ગૌતમે વેંકટેશને આઉટ કરીને તોડી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સની ઇનિંગ...
પ્રથમ બેટિંગ કરતા ટીમે 20 ઓવરમાં 8 વિકેટે 176 રન બનાવ્યા હતા. કોલકાતાએ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉ તરફથી નિકોલસ પૂરને 30 બોલમાં 58 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી વૈભવ અરોરા, શાર્દૂલ ઠાકુર અને સુનીલ નારાયણે 2-2 વિકેટ લીધી હતી.

પાવરપ્લેમાં લખનઉએ એક વિકેટે 54 રન બનાવ્યા
પાવરપ્લેમાં લખનઉએ સારી શરૂઆત કરી હતી. ટીમે પ્રથમ 6 ઓવરમાં એક વિકેટે 54 રન બનાવ્યા હતા. ઓપનિંગ કરવા આવેલા કરન શર્મા 3 રન પર પેવેલિયન પરત ફર્યો હતો.

LSG માં 2 ફેરફારો
કોલકાતાની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે લખનઉ 2 ફેરફારો સાથે ઉતરી હતી. દીપક હુડાની જગ્યાએ કરન શર્મા અને સ્વપ્નિલ સિંહની જગ્યાએ કૃષ્ણપ્પા ગૌતમ આવ્યા હતા.

કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.
કોલકાતાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી.

બન્ને ટીમની પ્લેઇંગ-11 અને ઇમ્પેક્ટ પ્લેયર્સ

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): નીતીશ રાણા (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ(વિકેટકીપર), જેસન રોય, વેંકટેશ અય્યર, આન્દ્રે રસેલ, રિંકુ સિંહ, શાર્દૂલ ઠાકુર, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તી.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: સુયશ શર્મા, મનદીપ સિંહ, અનુકુલ રોય, એન જગદીસન, ડેવિડ વિઝ.

લખનઉ સુપરજાયન્ટ્સ (LSG): કૃણાલ પંડ્યા (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), કરન શર્મા, પ્રેરક માંકડ, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃષ્ણપ્પા ગૌતમ, રવિ બિશ્નોઈ, નવીન ઉલ હક અને મોહસીન ખાન.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: કાઇલ મેયર્સ, યશ ઠાકુર, ડેનિયલ સેમ્સ, યુદ્ધવીર સિંહ ચરક, દીપક હુડા.

પ્રી-મેચ રિપોર્ટ્સ વાંચો...

કોલકાતાની ટીમે 13માંથી 6 મેચ જીતી હતી
કોલકાતાએ આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી 13 મેચમાંથી 6 જીતી છે અને 7માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમના 12 પોઇન્ટ્સ છે. રહેમાનુલ્લા ગુરબાઝ, જેસન રોય, આન્દ્રે રસેલ અને સુનીલ નારાયણ લખનઉ સામેની ટીમના 4 વિદેશી ખેલાડી હોઈ શકે છે. આ સિવાય રિંકુ સિંહ, નીતીશ રાણા અને વેંકટેશ અય્યર પણ ટીમને મજબૂત બનાવી રહ્યા છે.

લખનઉની ટીમે 13માંથી 7 મેચ જીતી હતી
લખનઉ આ સિઝનમાં અત્યાર સુધીમાં 13 મેચ રમી ચૂક્યું છે. જેમાં તેણે સાતમાં જીત અને પાંચ મેચ હારી હતી. અને એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ હતી. ટીમના હાલ 15 પોઇન્ટ્સ છે. કોલકાતા સામેની ટીમના 4 વિદેશી ખેલાડીઓ ક્વિન્ટન ડી કોક, માર્કસ સ્ટોઇનિસ, નિકોલસ પૂરન અને નવીન ઉલ હક હોઈ શકે છે. આ સિવાય રવિ બિશ્નોઈ, કૃણાલ પંડ્યા અને મોહસીન ખાન જેવા ખેલાડીઓ સારા ફોર્મમાં છે.

લખનઉ હેડ ટુ હેડ રેકોર્ડમાં આગળ
હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો કોલકાતા અને લખનઉ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમાઈ છે. લખનઉ બંને વખત જીત્યું છે.

પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સ પિચ પર સ્પિનરોને મદદ મળે છે. બેટિંગમાં ખેલાડીઓ અહીં સરળતાથી મોટો સ્કોર કરી શકે છે. આ સિઝનની શરૂઆતની મેચમાં અહીં ઘણા રન બનાવ્યા હતા, આવી સ્થિતિમાં આજે પણ હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

હવામાન સ્થિતિ
શનિવારે, 20 મેના રોજ, કોલકાતામાં વાદળછાયું આકાશ રહેશે અને વરસાદની સંભાવના છે. તોફાન પણ આવી શકે છે. રાત્રિનું તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે.