સાઉથીના અદભુત કેચનો VIDEO:60 મીટર ગ્રાઉન્ડ કવર કરી કેચ પકડ્યો, જોનાર દરેક આશ્ચર્યમાં મુકાઈ ગયા

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • KKR શાનદાર પ્રદર્શન કરતાં આ મેચને 6 વિકેટે જીતી લીધી હતી
  • પંજાબ- 137 ઓલ આઉટ (18.2 ઓવર), કોલકાતા- 141/4 (14.3 ઓવર)

શુક્રવારે IPL 2022માં આઠમી મેચ કોલકાતા અને પંજાબ વચ્ચે રમાઈ હતી. મેચમાં ઝડપી બોલર ટિમ સાઉથીએ અદભુત કેચ પકડ્યો હતો. પંજાબની ઈનિંગમાં 19મી ઓવરમાં આન્દ્રે રસેલે રબાડાને સ્લાઅર બોલ ફેંક્યો. રબાડા છગ્ગો મારવા ઈચ્છતો હતો, પરંતુ બોલ દૂર ન જઈ શક્યો.

કેચને પકડવા માટે અજિંક્ય રહાણે લોંગ ઓફથી દોડ્યો અને ટિમ સાઉથી લોંગ ઓનથી, એવું લાગી રહ્યું હતું કે રહાણે કેચને સરળતાથી પકડી લેશે. ત્યારે સાઉથીએ 60 મીટર ગ્રાઉન્ડ કવર કરી બોલને પકડી લીધો હતો. એકદમ એ રીતે જેવી રીતે ચિત્તો કોઈ શિકાર પર ઝપડ મારે. સાઉથીની નજર શરૂઆતથી જ બાજની જેમ બોલ પર હતી. સાઉથીના આ કેચને કોમેન્ટેટરે આ સીઝનનો સૌથી શ્રેષ્ઠ કેચ ગણાવ્યો હતો.

ટિમ સાઉથીને કોલકાતાએ 1.50 કરોડમાં ખરીદ્યો છે.
ટિમ સાઉથીને કોલકાતાએ 1.50 કરોડમાં ખરીદ્યો છે.

સાઉથીએ 250 વિકેટ પણ પૂરી કરી
કોલકાતાના ઝડપી બોલર ટિમ સાઉથીએ T20 ફોર્મેટમાં પોતાની 250 વિકેટ પૂરી કરી છે. સાઉથી એવો પ્રથમ બોલર છે, જેણે T20માં ન્યૂઝીલેન્ડ માટે 250 વિકેટ લીધી હોય. મેચમાં તેણે 36 રન આપી બે વિકેટ લીધી હતી. સાઉથીએ ધવન (16) અને શાહરુખ (0)ની વિકેટ લીધી હતી.

સાઉથીને કેચ પકડ્યો એ ઓવર રસેલ ફેંકી રહ્યો હતો.
સાઉથીને કેચ પકડ્યો એ ઓવર રસેલ ફેંકી રહ્યો હતો.

સાઉથીએ કેચ પકડતાં કોલકાતાની મુશ્કેલી વધી હતી
જે સમયે સાઉથીએ રબાડાનો કેચ પકડ્યો ત્યારે તે 15 બોલમાં 25 રન બનાવી લીધા હતા. જે પ્રકારે રબાડા રમી રહ્યો હતો એ જોતાં એવું લાગી રહ્યું હતું કે અંતિમ ઓવરમાં 15થી વધારે રન તો તે બનાવી જ લેત. મેચની વાત કરીએ તો પંજાબે કોલકાતાને જીત માટે 138 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોલકાતાએ 15મી ઓવરમાં 4 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...