- Gujarati News
- Sports
- Cricket
- Ipl
- IPL 2022 RCB VS RR FANS REACTION Kohli Grabbed His Head When He Was Out, Danced When He Hit Fours And Sixes, Changing Reactions Looking At The Camera.
ફેન્સની અદાઓથી મેચનો રોમાન્ચ વધ્યો:કોહલી આઉટ થયો તો માથું પકડી લીધું, ચોગ્ગા-છગ્ગા લાગ્યા તો નાચી ઊઠ્યા, કેમેરામાં બદલાતાં રહ્યાં રિએક્શન
કોરોનાને કારણે IPLની ગત સીઝનમાં ફેન્સની કમી વર્તાઈ હતી, પરંતુ IPL 2022માં ફેન્સની રિએન્ટ્રી થઈ છે, આથી માહોલ જ અલગ જોવા મળી રહ્યો છે. ફેન્સ ખેલાડીઓને ચિયર કરવાની કોઈ કમી છોડતા નથી. તેઓ મેચની દરેક ક્ષણનો આનંદ ઉઠાવી રહ્યા છે. મંગળવારે વાનખેડે સ્ટેડિયમમાં બેંગલોર અને રાજસ્થાન વચ્ચે મેચ હતી. આ મેચનો દર્શકોએ ભારે આનંદ ઉઠાવ્યો હતો. જેમ જેમ મેચ આગળ વધતી ગઈ તેમ તેમ ફેન્સના ઉત્સાહમાં પણ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. ફેન્સના અલગ અલગ રિએક્શન કેમેરામાં કેદ થયાં હતાં.
આવો, તમને ફેન્સનાં રિએક્શન બતાવીએ....
મેચની પ્રથમ ઈનિંગમાં RCBના બોલરો જેમ જેમ વિકેટો લેતા ગયા એમ એમ તેના ચાહકો નાચી રહ્યા હતા. IPL ભારતના લોકો માટે તહેવાર જેવી છે. ચાહકોની ખુશી ચારેબાજુ જોવા મળી રહી હતી.
મેચમાં કોહલી માત્ર પાંચ રન બનાવી આઉટ થયો હતો. તેના આઉટ થયા પછી ફેન્સ ઘણા નિરાશ થઈ ગયા હતા.
મેચ દરમિયાના RCBના ચાહકોના રિએક્શન જોવા જેવાં હતાં. ઘણા તો કેમેરો જોઈ શરમાઈ પણ ગયા હતા.
કોહલીના પ્રદર્શનથી ચાહકો નારાજ.
રાજસ્થાન ભલે મેચ હારી ગયું, પણ તેના ચાહકોએ ટીમને ભારે ચિયર કર્યું.