રોહિતે છગ્ગો માર્યો તો રણવીર સિંહ ​​​​​​​​​​​​​​ઝૂમી ઊ​​ઠ્યો:ગુજરાત સામેની મેચમાં મુંબઈની ટીમનો ઉત્સાહ વધાર્યો, મેચમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યો

14 દિવસ પહેલા

IPL 2022માં શુક્રવારે મુંબઈ અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી. મેચ જોવા માટે બોલિવૂડ સ્ટાર રણવીર સિંહ આવ્યો હતો. મેચમાં જ્યારે રોહિત શર્માએ મોહમ્મદ શમીની ઓવરમાં છગ્ગો ફટકાર્યો ત્યારે રણવીર સિંહ ઝૂમી ઊઠ્યો હતો. સમગ્ર મેચમાં તે આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો.

જ્યારે જ્યારે મુંબઈના બેટ્સમેન્ રન બનાવતા હતા ત્યારે ત્યારે તે ટીમને સપોર્ટ કરતો નજરે પડ્યો. મેચ દરમિયાન રણવીરનાં અલગ અલગ રિએક્શન જોવા મળ્યાં હતાં. મુંબઈએ જ્યારે મેચ જીતી ત્યારે રણવીર ડાન્સ કરતો નજરે પડ્યો હતો. મેચમાં રોહિત શર્માએ 5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 28 બોલમાં 43 રન બનાવ્યા હતા.

13 મેના રણવીરની ફિલ્મ રિલીઝ થશે
રણવીર પોતાની આગામી ફિલ્મ 'જયેશભાઈ જોરદારના પ્રમોશનમાં વ્યસ્ત છે.' આ ફિલ્મ 13 મેના રોજ રિલીઝ થશે. રણવીરની છેલ્લી ફિલ્મ '83' ક્રિકેટ આધારિત હતી.

મુંબઈને સારી શરૂઆત મળી હતી
મુંબઈની ટીમને આ મેચમાં સારી શરૂઆત મળી હતી. પ્રથમ છ ઓવરમાં 63 રન બન્યા હતા. મેચમાં ઈશાન કિશને સારી બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં 45 રન બનાવ્યા હતા. જોકે બન્ને આઉટ થયા પછી બાકીના બેટ્સમેન સારી રમત બતાવી શક્યા નહોતા. મુંબઈ છ વિકેટના નુકસાને 177 રન બનાવી શક્યું.

જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 172 રન બનાવી શકી હતી. છેલ્લી ઓવરમાં તેને જીત માટે 9 રનની જરૂર હતી, પણ એ રન ન બની શક્યા અને પાંચ રને તેનો પરાજય થયો હતો.

અન્ય સમાચારો પણ છે...