દિલ્હીએ રાજસ્થાનને હરાવ્યું:ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેને અપાવી DCની ધમાકેદાર જીત; 12 પોઈન્ટ્સની સાથે ટીમ પ્લેઓફની હોડમાં યથાવત

11 દિવસ પહેલા
  • અશ્વિને ફટકારી ટી-20 કરિયરની પહેલી ફિફ્ટી
  • DCએ ટોસ જીતીને પહેલી બોલિંગનો નિર્ણય, RR જીતશે તો કરશે લખનઉની બરોબરી

દિલ્હી કેપિટલ્સે IPL 2022માં બુધવારે રમાયેલા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને એકતરફી મેચમાં 8 વિકેટથી હરાવી દીધું. રાજસ્થાને ટોસ હારતા પહેલી બેટિંગ કરી અને 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા. રવિચંદ્રન અશ્વિને સૌથી વધુ 50 રન ફટકાર્યા. જેના જવાબમાં દિલ્હીએ 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ટાર્ગેટ પાર પાડી દીધો. મિશેલ માર્શે 62 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી. ડેવિડ વોર્નર પણ 52 રને નોટઆઉટ રહ્યો.

આ જીતની સાથે દિલ્હીના 12 મેચમાં 12 પોઈન્ટ થઈ ગયા છે અને તે પ્લેઓફમાં પહોંચવાની રેસમાં યથાવત છે. રાજસ્થાનના 12 મેચમાં 14 પોઈન્ટ છે. વોર્નર અને માર્શે બીજી વિકેટ માટે 144 રનની પાર્ટનરશિપ કરી. માર્શ વનડાઉન આવ્યો હતો. ઓપનર શ્રીકર ભરત પહેલી જ ઓવરમાં બીજા બોલે ખાતું ખોલાવ્યા વગર આઉટ થઈ ગયો હતો. તેની વિકેટ ટ્રેન્ટ બોલ્ટે લીધી હતી.

મેચનો લાઈવ સ્કોર જોવા માટે અહીં ક્લિક કરો

આ પહેલા રાજસ્થાનને પહેલો ઝાટકો જોસ બટલરનો લાગ્યો. ઈંગ્લેન્ડોનો વિકેટકીપર બેટ્સમેન 7 રન બનાવીને ચેતન સાકરિયાને વિકેટ આપી બેઠો. બટલર ઈનિંગની શરૂઆતથી જ ફોર્મમાં ન હતો. તેને 11 બોલ રમીને માત્ર 1 ચોગ્ગો લગાવ્યો. લેફ્ટ આર્મ સ્વિંગ બોલર સાકરિયાની અંદર આવતી બોલને તે રમી ન શક્યો. જે બાદ યશસ્વી જયસ્વાલ અને રવિચંદ્રન અશ્વિને બીજી વિકેટ માટે ભાગીદારીમાં 43 રન કર્યા. જયસ્વાલ 19 બોલમાં 19 રન કરીને મિચેલ માર્શનો શિકાર બન્યો.

સેમસનનો દાંવ નિષ્ફળ રહ્યો
અશ્વિને 50 રન કર્યા બાદ મિચેલ માર્શની બોલિંગમાં ડેવિડ વોર્નરને કેચ આપી બેઠો હતો. સંજૂ સેમસન આ મેચમાં નંબર-5 પર બેટિંગ કરવા આવ્યો પરંતુ તે આ મેચમાં પણ નિષ્ફળ રહ્યો હતો અને માત્ર 6 રન બનાવીને નોર્ત્યાની બોલિંગમાં આઉટ થયો. રેયાન પરાગ પણ મોટી ઈનિંગ ન રમી શક્યો અને 5 બોલમાં 9 રન બનાવીને ચેતન સાકરિયાનો બીજો શિકાર બન્યો.દેવદત્ત પડિક્કલ બે રનથી હાફ સેન્ચુરી બનાવતા ચુક્યો હતો. તેની વિકેટ નોર્ત્યાએ લીધી હતી.

RRની વાત કરીએ તો તેમને 11 મેચ રમીને 7માં જીત મેળવી છે અને તેમની નેટ રન રેટ +0.326 છે.આ મેચ તો જીતશે તો રાજસ્થાન અને લખનઉના પોઈન્ટ એકસરખા જ 16 થઈ જશે.

DCએ પણ 11 મેચ રમી છે પરંતુ માત્ર 5 મેચમાં જ જીત મેળવી છે. તેમની નેટ રનરેટ +0.150 છે. દિલ્હી હારશે તો પ્લેઓફમાં પહોંચવાના તેના પ્રયાસને ઝાટકો લાગી શકે છે.

સંજૂ VS પંતનો મુકાબલો
બંને જ ટીમના કેપ્ટન સંજૂ અને ઋષભને ટી-20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમના દાવેદાર માનવામાં આવે છે. એવામાં બંને એક બીજા પર ભારે પડવા માટે સંભવિત દરેક પ્રયાસ કરતા જોવા મળશે.

બંને ટીમની પ્લેઈંગ-11
દિલ્હીઃ ડેવિડ વોર્નહ, શ્રીકર ભરત, મિચેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), લલિત યાદવ, રોવમેન પૉવેલ, અક્ષર પટેલ, શાર્દૂલ ઠાકુર, ચેતન સાકરિયા, કુલદીપ યાદવ અને એનરિચ નોર્ત્યા
રાજસ્થાનઃ યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજૂ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડિક્કલ, રેસી વાન ડેર ડૂસેન, રિયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, પ્રસિદ્ધ કૃષ્ણા, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ સેન.

રાજસ્થાન ફુલ ફોર્મમાં
રાજસ્થાન રોયલ્સે ઓક્શનમાં જરૂરિયાત કરતાં સારા ખેલાડીઓની પસંદગી કરી છે જેનું પરિણામ પણ તેમને મળી રહ્યું છે. ટ્રેન્ટ બોલ્ટ અને પ્રસિદ્ધ કૃષ્ણા વિરોધી ટીમ માટે મુશ્કેલીઓ ઊભી કરે છે. યુજવેન્દ્ર ચહલ પોતાના સ્પિનથી ટૂર્નામેન્ટમાં સૌથી વેકિટ મેળવનાર બોલર છે.

જોસ બટલરનું બેટ લગભગ દરેક મેચમાં રન બનાવી રહ્યાં છે. કેપ્ટન સંજૂ સેમસનના પ્રદર્શનમાં સતત અભાવ જોવા મળી રહ્યો છે. તે આવનારા મેચમાં ટીમ માટે પરેશાની ઊભી કરી શકે છે. સેમસન જો દિલ્હી વિરૂદ્ધ મોટી ઈનિંગ રમશે તો તેનો કોન્ફિડન્સ વધી શકે છે.

દિલ્હીએ દમ દેખાડવો પડશે
દિલ્હી કેપિટલ્સની ટીમ કોરોના સંક્રમણથી સતત પરેશાન છે. ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. આ સ્થિતિમાં રણનીતિ પર ધ્યાન રાખવા ટીમ માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. જો કે તેમના હાથમાં હજુ 3 મેચ છે. જો તેઓ તમામ મેચમાં જીત મેળવશે તો પ્લેઓફમાં આસાનીથી પ્રવેશી જશે.

કેપ્ટન ઋષભ પંત આટલી મેચ પછી પણ એક મોટી ઈનિંગ નથી રમી શક્યો. ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે કે ઋષભ આજે થોડો સમય પોતાની ઈનિંગ બિલ્ડ કરે. ચેન્નાઈ વિરૂદ્ધની મેચમાં મળેલી શરમજનક હાર પછી જો દિલ્હીને પ્લેઓફની સફર કરવાની છે તો કોઈ પણ કાળે આજે જીતવી જ પડશે.

અન્ય સમાચારો પણ છે...