• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • If Even 5 Overs Cannot Be Played In The Match Due To Rain, Then Super Over Will Be Played, If That Is Not Possible Then Gujarat Will Reach The Final Directly.

IPL-15માં ગુજરાતનું પલડું ભારે:વરસાદને કારણે મેચમાં 5 ઓવર પણ ન રમાઈ શકે તો સુપરઓવર રમાશે, એ પણ શક્ય નહીં હોય તો ગુજરાત સીધી ફાઇનલમાં પહોંચશે

એક મહિનો પહેલા
  • સમયમાં 2 કલાકનો ઉમેરો કરાયો, ત્રણેય પ્લેઓફ રાતે 9.40 એ પણ શરૂ થઈ શકશે
  • IPL-15: પ્લેઓફ અને ફાઈનલની પ્લેઈંગ કન્ડિશન અંગે નિયમો નક્કી, કોલકાતામાં વરસાદની શક્યતા છે

IPL-15 હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. લીગ મેચો પૂર્ણ થઈ ચૂકી છે અને હવે ફાઈનલ સહિત 4 પ્લેઓફ મેચ બાકી છે. IPLની પ્લેઓફની પ્લેઈંગ કંડિશનના નિયમો જાહેર કર્યા છે. જો ફાઈનલ સહિત ચારેય પ્લેઓફ વરસાદને કારણે સમયસર નથી થતી તો સુપરઓવરથી મેચનું પરિણામ મેળવાશે. ફાઈનલમાં સ્થિતિ એવી હોય કે મેચ ન રમાઈ શકે તો લીગ સ્ટેજમાં ટોપ પર રહેનાર ટીમને વિજેતા બનશે.

મંગળવારે પ્રથમ ક્વોલિફાયર રાજસ્થાન અને ગુજરાત વચ્ચે છે, એવામાં જો વરસાદને કારણે સંપૂર્ણ મેચ કે સુપરઓવર ન થાય તો ગુજરાત ફાઈનલમાં પહોંચશે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-1 રહી છે. 24મીએ પ્રથમ ક્વોલિફાયર બાદ 25મીએ એલિમિનેટર પણ કોલકાતામાં રમાશે, જેમાં લખનઉ અને બેંગલુર ટકરાશે. બીજી ક્વોલિફાયર 27મી, ફાઈનલ 29મીના રોજ અમદાવાદમાં રમાશે. ફાઈનલ માટે 30 મે રિઝર્વ-ડે છે. કોઈ કારણે ફાઈનલ મેચ ન રમાય તો રિઝર્વ-ડેના મેચ પૂર્ણ કરાશે. કોલકાતામાં વરસાદની આશંકા છે, તેથી ટીમોને પ્લેઈંગ કંડિશન અંગેની માહિતી-નિયમો મોકલાયા છે.

સુપરઓવર ન થાય તો ટેબલમાં ટોપ પર રહેલી ટીમ ચેમ્પિયન બનશે
ત્રણેય પ્લેઓફ મેચમાં એ દિવસે વધારાના સમયમાં પણ 5-5 ઓવર ન રમાઈ શકે તો સુપરઓવરની મદદ લેવાશે, જે 12.50 મિનિટે શરૂ થવાની છે. જો સુપરઓવર પણ શક્ય ન હોય તો ટેબલ પર ટોપ પર રહેલી ટીમને ચેમ્પિયન જાહેર કરાશે. ક્વોલિફાયર અને એલિમિનેટરમાં જો એક ઈનિંગ્સ પૂર્ણ થઈ હોય અને બીજી ઈનિંગ્સમાં વરસાદ નડે તો વિજેતાનો નિર્ણય ડકવર્થ લુઈસ નિયમથી લેવાશે. જો 29 મેના ફાઈનલ પૂર્ણ ન થઈ શકે તો 30મેના રોજ અધૂરી મેચ પૂર્ણ કરાશે. 29મીએ ટોસ પણ ન થઈ શકે તો 30મીએ સંપૂર્ણ મેચ રમાશે. જો ફાઈનલમાં 5 ઓવર પણ શક્ય નહીં હોય તો સુપરઓવર થકી વિજેતા નક્કી કરાશે. ફાઈનલની સુપરઓવર રાતે 1 વાગ્યાને 20 મિનિટે શરૂ થઈ શકે છે.

29મીએ ફાઈનલ પૂર્ણ ન થાય તો રિઝર્વ ડેના દિવસે ફાઈનલ ફરી શરૂ થશે
પ્રથમ ક્વોલિફાયર રાજસ્થાન અને ગુજરાત વચ્ચે છે, એવામાં જો વરસાદને કારણે સંપૂર્ણ મેચ કે સુપરઓવર ન થાય તો ગુજરાત ફાઈનલમાં પહોંચશે. ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-1 રહી છે. 24મીએ પ્રથમ ક્વોલિફાયર બાદ 25મીએ એલિમિનેટર પણ કોલકાતામાં રમાશે, જેમાં લખનઉ અને બેંગલોર ટકરાશે. બીજી ક્વોલિફાયર 27મી, ફાઈનલ 29મીના રોજ અમદાવાદમાં રમાશે. ફાઈનલ માટે 30 મે રિઝર્વ-ડે છે. કોઈ કારણે ફાઈનલ મેચ ન રમાય તો રિઝર્વ-ડેના મેચ પૂર્ણ કરાશે. કોલકાતામાં વરસાદની આશંકા છે, તેથી ટીમોને પ્લેઈંગ કંડિશન અંગેની માહિતી-નિયમો મોકલાયા છે.

મેચના સમયમાં 2 કલાકનો ઉમેરો કરાયો
મેચના સમયમાં 2 કલાકનો ઉમેરો કરાયો છે, એટલે ત્રણેય પ્લેઓફ મોડામાં મોડે 9.40 વાગ્યાથી પણ શરૂ કરી શકાશે. ફાઈનલ 10.10 કલાકે પણ શરૂ કરી શકાય છે. જો આ સમયે પણ મેચ શરૂ થાય તો 20-20 ઓવર રમાશે. બંને ઈનિંગ્સમાં સ્ટ્રેટેજિક ટાઈમઆઉટ પણ રહેશે. પ્રથમ ઈનિંગ્સ બાદના બ્રેકમાં કાપ મુકાઈ શકે છે. પ્લેઓફમાં ઓવર્સ કાપવામાં આવી શકે છે, પરંતુ એ ધ્યાનમાં રખાશે કે બંને ટીમોને 5-5 ઓવર રમવા મળે. એમાં કોઈ ટાઈમઆઉટ નહીં હોય. તેથી કટઓફ ટાઈમ 11.56 વાગ્યાનો રખાયો છે. એમાં 10 મિનિટનો ઈનિંગ્સ બ્રેક રહેશે. મેચ પૂર્ણ થવાનો સમય રાતના 12.50નો રખાયો છે. જો ફાઈનલ 5-5 ઓવરની રમાય તો તેનો શરૂ થવાનો સમય 12.26 વાગ્યાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...