કૃણાલ-દીપક વચ્ચેની દુશ્મની સમાપ્ત:એક સિરીઝમાં પંડ્યાએ જેને ગાળ આપી હતી તે જ હુડાને IPLમાં ભેટી પડ્યો

24 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2022માં સોમવારે લખનઉ અને ગુજરાત વચ્ચેની મેચ દરમિયાન ક્રિકેટ વિશ્વની બે વિરોધી જોડીઓ દીપક હુડા અને કૃણાલ પંડ્યા એકસાથે રમતા જોવા મળ્યા હતા. આ સિવાય જ્યારે શુભમન ગિલનો કેચ દીપકે પકડ્યો તો કૃણાલ તેની તરફ દોડતો આવ્યો અને તેને ભેટી લીધો. લખનઉની ઈનિંગ દરમિયાન દીપક આઉટ થઈને પરત પેવેલિયન જઈ રહ્યો હતો, કૃણાલે તેની સાથે હાથ મિલાવ્યો હતો.

કૃણાલે દીપકને ગાળ આપી હતી
દીપક હુડા અને કૃણાલ પંડ્યા ઘરેલુ ક્રિકેટમાં વડોદરા માટે રમતા હતા. ગત વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી દરમિયાન ઉત્તરાખંડની સામે મેચ રમાવાની હતી. એ વખતે ટીમનો વાઈસ-કેપ્ટન દીપક હતો અને કેપ્ટન કૃણાલ હતો. આ દરમિયાન બંને ઝઘડી પડ્યા હતા. ઝઘડો એટલો વધી ગયો કે દીપક પ્રેક્ટિસ છોડીને જતો રહ્યો હતો. એ પછી તેણે બરોડા ક્રિકેટ એસોસિયેશનને ફરિયાદ પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે કૃણાલ તેમને દરેક વાતમાં ગાળ આપતો હતો. બંને વચ્ચે એ બાબતને લઈને બોલાચાલી થઈ હતી કે ટીમે કેચ કે બેટિંગમાંથી કોની પ્રેક્ટિસ કરવી જોઈએ.

દીપકે કહ્યું હતું- હોટલમાં જવા પર મારું નામ ટીમમાં નહોતું

લખનઉની ઈનિંગ દરમિયાન જ્યારે કૃણાલ બેટિંગ કરવા જઈ રહ્યો હતા ત્યારે દીપકે તેની સાથે હાથ મિલાવ્યો હતો.
લખનઉની ઈનિંગ દરમિયાન જ્યારે કૃણાલ બેટિંગ કરવા જઈ રહ્યો હતા ત્યારે દીપકે તેની સાથે હાથ મિલાવ્યો હતો.

ઝઘડા પછી દીપકે કહ્યું હતું કે જ્યારે હું નેટ્સ પછી બેટિંગની પ્રેક્ટિસ કરવા ગયો તો કૃણાલે મને કેચની પ્રેક્ટિસ કરવા માટે કહ્યું હતું. મેં તેને કહ્યું, મને કોચે બેટિંગ માટેની પ્રેક્ટિસ કરવા માટેની મંજૂરી આપી છે. આ મામલે બંને વચ્ચે ઝઘડો થયો હતો. દીપકના જણાવ્યા મુજબ, કૃણાલે કહ્યું હતું કે હું જોઈશ કે તમે વડોદરા માટે કેવા રમો છે? પછી જ્યારે હું હોટલમાં ગયો તો મારું નામ જ ટીમમાં નહોતું, આ કારણે હું ઘરે જતો રહ્યો હતો. બાદમાં દીપકે વડોદરાની ટીમ પણ છોડી દીધી હતી. બીજી તરફ કૃણાલ પંડ્યાને સોશિયલ મીડિયા પર ઘણો ટ્રોલ પણ કરવામાં આવ્યો હતો.

હવે આ જ બંને ખેલાડી એક જ ટીમ માટે રમી રહ્યા છે અને બંને વચ્ચે સારી દોસ્તી પણ થઈ ગઈ છે. દીપકને લખનઉએ 5 કરોડ 75 લાખમાં ખરીદ્યો છે. કૃણાલ પંડ્યાને આ જ ટીમે 8 કરોડ 25 લાખમાં પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...