IPLમાં ધનવર્ષા:BCCIએ પીચ ક્યુરેટર-ગ્રાઉન્ડ્સમેનને ગિફ્ટ આપી, ઈડન ગાર્ડન્સથી મોદી સ્ટેડિયમના સ્ટાફને લાખો રૂપિયા આપ્યા; જય શાહે જાહેરાત કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • ચેમ્પિયન ગુજરાતને મળ્યા 20 કરોડ, રાજસ્થાન પણ માલામાલ

IPLને 15મી સીઝનનો ચેમ્પિયન મળી ગયો છે. પ્રથમ વખત IPL રમી રહેલી ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને હરાવીને પ્રથમ સીઝન પોતાના નામે કરી લીધી છે. આ દરમિયાન લીગની મેચો મુંબઈના વાનખેડે અને ડીવાય પાટીલ, બ્રેબ્રોન અને એમસીએ મેદાનમાં રમાઈ હતી. જે બાદ હવે પીચક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને BCCI સેક્રેટરી જય શાહ દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. તેમણે તમામ સ્ટેડિયમના પીચ ક્યુરેટર્સ માટેઈનામની જાહેરાત કરી છે. આ અંગે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

BCCI સેક્રેટરી જય શાહે પિચ ક્યુરેટર અને ગ્રાઉન્ડ્સમેનને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે IPLના અનસંગ હીરોઝ માટે1.25 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરતા મને આનંદ થાય છે. તેણે TATA IPL 2022માં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

જય શાહે આગળ ટ્વિટ કર્યું કે અમે આ સિઝનમાં ઘણી હાઈ વોલ્ટેજ ગેમ જોઈ છે. આ મેચો માટે પિચ ક્યુરેટર્સ અને ગ્રાઉન્ડસમેને ઘણીમહેનત કરી છે. આવી સ્થિતિમાં, CCI, વાનખેડે, DY પાટિલ અને MCA, પુણેના દરેક પીચ ક્યુરેટરને 25 લાખ રૂપિયા અને ઈડન અનેનરેન્દ્ર મોદી સ્ટેડિયમના પીચ ક્યુરેટરને 12.5 લાખ રૂપિયા આપવામાં આવશે.

આ જીત પછી ગુજરાત પર BCCIએ સારીએવી ધનવર્ષા પણ કરી અને તેને ટ્રોફીની સાથે 20 કરોડ રૂપિયાની પ્રાઈઝ મની પણ મળ્યા. રનરઅપ રાજસ્થાનને પણ 12.5 કરોડ રૂપિયા મળ્યા. ત્રીજા નંબર પર રહેલી બેંગલોરની ટીમને 7 કરોડ અને ચોથા નંબરે રહેલી લખનઉને 6.5 કરોડ રૂપિયાનું કેશ પ્રાઇઝ મળ્યું.

ટીમ સિવાય ટૂર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ સારીએવી કમાણી થઈ છે. સૌથી વધુ વિકેટ લેનાર રાજસ્થાનના યુજવેન્દ્ર ચહલને પર્પલ કેમ્પની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. ચહલે સીઝનમાં સૌથી વધુ 27 વિકેટ લીધી.

બીજી તરફ, સીઝનમાં સૌથી વધુ રન કરનાર રાજસ્થાનના જોસ બટલરને ઓરેન્જ કેપની સાથે 10 લાખ રૂપિયા મળ્યા. બટલરે 17 મેચમાં 863 રન બનાવ્યા.

ફાઈનલના મેન ઓફ ધ મેચ હાર્દિક પંડ્યાને 5 લાખ રૂપિયા મળ્યા. આ સિવાય ફાઈનલ પ્રેઝન્ટેશન સેરેમનીમાં ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર, સુપર સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ યર, ગેમચેન્જર ઓફ ધ યર, પ્લેયર ઓફ ધ યર અને મેક્સિમમ સિક્સિસ અવૉર્ડ પણ આપવામાં આવ્યો.

તો ચાલો... જાણીએ કયા ખેલાડીને કયો અવૉર્ડ મળ્યો અને કેટલી કમાણી થઈઃ
(નીચે લખેલી તમામ રકમ રૂપિયામાં છે.)

અન્ય સમાચારો પણ છે...