હાર્દિકની ફિલ્ડિંગ પછી સ્ટેડિયમમાં હાસ્ય છવાયું:બટલરનો કેચ પકડવા જતાં લપસ્યો, બોલ બાઉન્ડરીની બહાર

કોલકાતાએક મહિનો પહેલા

રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સની વચ્ચે IPL 2022ની પ્રથમ ક્વાલિફાયર મેચ રમાઈ હતી, જેમાં ગુજરાત ટાઈટન્સની ટીમે આ મેચને 7 વિકેટે જીતી લીધી છે. એની સાથે ગુજરાત IPL 15ની ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. જોકે ટોસ હારીને બેટિંગ કરી રહેલી રાજસ્થાનની પ્રથમ ઈનિંગ દરમિયાન કંઈક એવું થયું, જેણે બધાને હસવા મજબૂર કરી દીધા.

ગુજરાત તરફથી યશ દયાલ ઈનિંગની 17મી ઓવર કરવા આવ્યો હતો. આ દરમિયાન જોસ બટલર બેટિંગ કરી રહ્યો હતો. ઓવરના બીજા બોલ પર જોસે મોટો શોર્ટ માર્યો અને બોલ હવામાં લોન્ગ ઓફ પર ઊભેલા હાર્દિક તરફ જતો રહ્યો.

બધાને લાગ્યું કે હાર્દિક જેવો જાણીતો ફિલ્ડર આટલો સરળ કેચ ક્યારેય કોઈપણ સંજોગોમાં છોડશે નહિ. લોન્ગ ઓફ પર સિમ્પલ કેચ પકડવા માટે રેડી દેખાઈ રહેલા હાર્દિકનો પગ લપસી ગયો હતો. પગ લપસી જતાં જ તે જમીન પર પડી ગયો હતો. બીજી તરફ, બોલ ટપકી પડીને બાઉન્ડરીની બહાર જતો રહ્યો હતો.

કેચની ઘટના પછી બટલરના ચહેરા પર ખુશી છવાઈ
હાર્દિકની આ ભૂલ પછી સ્ટેડિયમ ખુશીથી ગુંજી ઊઠ્યું હતું. હાર્દિક પણ કરે તો શું કરે. તેણે હાસ્ય દ્વારા પોતાની ભૂલને છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. બટલર પણ હસવા લાગ્યો હતો. જોસ બટલર આ કેચ છૂટવા સુધી આ ટેસ્ટ ઈનિંગ રમી રહ્યો હતો.

ફેન્સને યાદ આવ્યું શમીની સાથે હાર્દિકનું વર્તન
IPL 2022ની 21મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની સામે સીઝનની 21મી મેચમાં હાર્દિકનો ગુસ્સો જોવા મળ્યો હતો. ત્યારે હાર્દિકના બોલ પર શમીએ કેચ પકડવાનો પ્રયત્ન કર્યો નહોતો. કેચ કરવા માટે જવાની જગ્યાએ તે પોતાની જગ્યાએ જ ઊભો રહ્યો હતો.

ખરાબ ફિલ્ડિંગ
ગુજરાત ટાઈટન્સ IPL 2022ની ફાઈનલમાં પહોંચી ગઈ હતી. પહેલી ક્વોલિફાયરમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 188 રન બનાવ્યા હતા. ડેવિડ મિલર અને હાર્દિક પંડ્યાએ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી. એને પગલે ગુજરાતે 19.3 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ટાર્ગેટ પ્રાપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...