IPL 2022ની ફાઈનલ મેચ આજે 29 મેના દિવસે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાશે. એવામાં મહાસંગ્રામ પહેલાં ફેન્સમાં અનોરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમણે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતની ટીમ જ્યારથી IPLમાં આવી છે ત્યારથી તેઓ ઉત્સાહિત છે અને આજની ફાઈનલ મેચમાં હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન રાજસ્થાનની ટીમના ભુક્કા બોલાવી નાખશે. આની સાથે જ ટ્રોફી આવવા દે, ઘરે ટ્રોફી આવવા દેના ફેન્સે નારા લગાવી ટીમને ચિયર કરવાનું શરૂ કરી દીધું છે. ચલો... આપણે આના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ......
ગુજરાતના જાણીતા અભિનેતાઃ સુનીલ વિશ્રાણી
હાર્દિક એક ફિલ્મના હિરોની જેમ સુપર હિટ- સુનીલ વિશ્રાણી, અભિનેતા
IPL 2022ની ફાઈનલ મેચ જોવા માટે ગુજરાતી કલાકાર સુનીલ વિશ્રાણી આવ્યા હતા. તેમણે દિવ્ય ભાસ્કર સાથે વાતચીતમાં જણાવ્યું કે હું આજે ગુજરાત ટાઈટન્સને ચિયર કરવા આવ્યો છું. અત્યારે ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાને જોઈને લાગી રહ્યું છે કે જેમ પહેલી ફિલ્મમાં હિરો છવાઈ જાય એમ હાર્દિક સુપરહિટ થઈ ગયો છે. તેણે જેવી રીતે ટીમને લીડ કરી છે એ પ્રશંસનીય છે અને આગામી સિઝનમાં પણ ગુજરાત આવું આક્રમક પ્રદર્શન જ કરશે એની મને ખાતરી છે. આની સાથે જ હું આજે ગુજરાત ટાઈટન્સને ચિયર કરતો જોવા મળીશ.
હું ગુજરાતની સાથે રણવીર અને એ.આર.રહેમાનને પણ ચિયર કરીશ- તારા ગુરનાની
ગુજરાત ટાઈટન્સની મેચ પહેલાં ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે ટાઈટન્સની ફેન તારા ગુરનાનીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું રણવીર સિંહ અને એઆર રહેમાનની ફેન છું. તેથી ક્લોઝિંગ સેરેમનીમાં મારા પ્રિય કલાકારોને હું પહેલાં ચિયર કરીશ. ત્યારપછી મેચ ચાલુ થશે ત્યારે હું આપણા કેપ્ટન હાર્દિક પંડ્યાને સપોર્ટ કરીશ અને આજે ગુજરાત ટાઈટન્સ મેચ જીતી ટ્રોફી જરૂર ઘરે લાવશે.
GTએ ઓપનર ઈન્ડિયન તથા ફાસ્ટ બોલરમાં વિદેશી પ્લેયર્સને તક આપવી જોઈએ- સચિન
ફાઈનલ મેચ પહેલા સચિને પોતાની પ્લેઇંગ-11 અંગે જણાવતા કહ્યું કે ગુજરાતની ટીમ પાસે શાનદાર ઓપનિંગ જોડી છે. સાહા અને ગિલ પરફેક્ટ ખેલાડી છે. પરંતુ બોલિંગમાં વિદેશી ફાસ્ટ બોલિંગ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરવું જોઈએ. રાજસ્થાન પાસે ઘણા આક્રમક બેટર છે તેમને ગતિની સાથે અલગ ગેમ પ્લાન સાથે આઉટ કરવા હોય તો આ પ્રમાણેનું સિલેક્શન આવશ્યક રહેશે.
સચિને વધુમાં જણાવ્યું કે હું લગભગ 3 વાગ્યાથી સ્ટેડિયમ પહોંચી જઈશ અને આજની ઐતિહાસિક મેચ જોવા માટે હું ઘણો ઉત્સાહી છું. મારો મન પસંદ ખેલાડી હાર્દિક પંડ્યા છે અને હું ગુજરાતના તમામ ખેલાડીઓને ચિયર કરીશ.
ટિકિટ હોવા છતાં મેચ જોવા નહીં જઈ શકું- નિહિર પટેલ, GTનો ફેન
ગુજરાત ટાઈટનના ફેન નિહિર પટેલે જણાવ્યું હતું કે તેઓ ક્વોલિફાયર-2 જોવા માટે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. તેમને એ જાણવાની ઉત્સુકતા હતી કે કઈ ટીમ ગુજરાત સામે આવશે, પરંતુ ફાઈનલ મેચ પહેલાં અંગત કારણોસર તેઓ ગુજરાત બહાર જઈ રહ્યા છે. આને કારણે ટિકિટ ખરીદી હોવા છતાં તે પરિવાર સાથે મેચ નહીં જોઈ શકે.
હાર્દિકના છગ્ગા સ્ટેડિયમ બહાર જશે, રાશિદનો કોમ્બો RRના ભુક્કા બોલાવશે- નિહિર
તેણે વધુમાં જણાવ્યું હતું કે હું ભલે હું સ્ટેડિયમ નથી જઈ શક્યો, પરંતુ કારમાં LIVE મેચ જોઈને ટીમને ફુલ સપોર્ટ કરીશ. મને આશા છે કે આજે ગુજરાતની ટીમ જીતશે અને હાર્દિક પંડ્યા રાજસ્થાન રોયલ્સના ભુક્કા કાઢી દેશે. એવા છગ્ગા મારશે- એવા છગ્ગા મારશે કે બધા બોલ સ્ટેડિયમ બહાર જતા રહેશે અને બોલિંગમાં રાશિદ ખાન 2 વિકેટ તો લેશે જ.
GT ટ્રોફી આવવા દે, ઘરે ટ્રોફી આવવા દે; એ.આર.રહેમાનની ટીમે ખાસ તૈયારી કરી - સુબોધ અગ્રવાલ
ગુજરાતના ફેન એવા સુબોધ અગ્રવાલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે મારું ઘર અત્યારે મોદી સ્ટેડિયમ પાસે છે. શનિવારની રાતથી હું ધાબે ચઢી ગયો છું અને અહીંયા દૂરથી જોતા જાણવા મળ્યું કે એ.આર રહેમાનના પ્રોગ્રામની તૈયારી પણ જોરશોરથી ચાલી રહી હતી. રાત્રે અહીં લાઈટિંગ સહિત સાઉન્ડ સિસ્ટમનો અવાજ અમારા ઘર સુધી સંભળાતો હતો. હવે અત્યારે તો ટીમને એક જ સંદેશો આપવો છે કે ટ્રોફી ઘરે આવવા દે ગુજરાત ટાઈટન્સ.
હોટેલ તાજથી લઈને હયાત સુધી મે GTને ફોલો કરી- ધ્રુવ જોશી
ગુજરાત ટાઈટનના ફેન ધ્રુવે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે હું ગુજરાતની ટીમ જ્યારે હોટેલ તાજમાં રહેતી હતી ત્યારતી ફોલો કરું છું. અત્યારે ફાઈનલમાં હું હોટેલ હયાત સુધીં પણ પહોંચ્યો હતો.
12th મેન બની ટીમને ચિયર કરીશું- ધ્રુવ જોશી
ધ્રુવે ટીમને ગેમ પ્લાન જણાવ્યો કે પાવરપ્લેમાં ગુજરાતે વધારે રન કરવા પડશે અને આની સાથે બોલિંગ કોમ્બિનેશનમાં પણ હજુ ફેરફાર કરવાની જરૂર છે. અમે 10થી 15 દોસ્તો અત્યારે ફાઈનલમાં મેચ જોવા જઈ રહ્યા છીએ. તમામ દર્શકો સાથે મળીને ટીમના 12th મેન બની અમે ગુજરાતને ચિયર કરીશું.
હું ગુજરાત માટે લકી ચાર્મ છું - અરુણ
ગુજરાત ટાઈટન્સના ફેન અરુણે કહ્યું હતું કે હું 2 વાગ્યાથી ગ્રાઉન્ડ પર પહોંચી જઈશ. અત્યારે હું બોડી પેઈન્ટ કરી રહ્યો છું અને ફાઈનલ મેચ અંગે હું જણાવીશ કે અત્યારસુધી ભારત હોય કે ગુજરાત, મેં સ્ટેડિયમમાં જેટલી મેચ જોઈ છે એટલી મેચમાં ટીમે જીતનો પાયો નાખ્યો છે. આ ફાઈનલમાં પણ ગુજરાતની ટીમ જીતશે અને હું ગુજરાત....ગુજરાત...ના નારા સાથે ટીમને ચિયર કરતો રહીશ.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પિચ પર ફાસ્ટ બોલર્સને વધારે બાઉન્સ મળી શકે છે. તેવામાં પાવરપ્લે દરમિયાન નવા બોલથી ફાસ્ટ બોલર્સ ગેમમાં રહેશે. ત્યાર પછી મિડલ ઓવર્સમાં સ્પિનર્સ ગેમમાં આવી જશે. એવામાં ટોસ જીતી બંને ટીમ પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લઈ શકે છે.
GTના પ્રેક્ટિસ સેશનની તસવીરો....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.