ધોની જેવો ફિનિશર મળી ગયો:બદોનીએ દિલ્હી સામે સિક્સ મારી લખનઉને જિતાડ્યું, ચેન્નઈ સામેની મેચમાં પણ ફિનિશર રહ્યો

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગઈકાલે લખનઉ અને દિલ્હી વચ્ચે મેચ રમાઈ હતી. એને લખનઉએ 6 વિકેટે જીતી લીધી હતી. આ મેચમાં આયુષ બદોનીએ 3 બોલમાં 10 રન બનાવ્યા હતા. સિક્સ મારી ટીમને જિતાડી હતી. તેણે ચેન્નઈની સામે પણ મેચ ફિનિશ કરી હતી. પ્રથમ મેચમાં પણ લોઅર ઓર્ડરમાં બેટિંગ માટે આવી સારું પ્રદર્શન કર્યું હતું. લોકો તેને ધોનીની જેમ ફનિશર તરીકે જુએ છે.

દિલ્હી સામેની બદોનીની ઈનિંગનાં વખાણ લખનઉના કેપ્ટન કેએલ રાહુલે પણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે દબાણમાં બદોની સારું રમ્યો હતો. કોઈપણ સ્થિતિમાં સારી ઈનિંગ રમવાની તેનામાં ક્ષમતા છે. બદોનીને જ્યારે તક મળી છે ત્યારે તેણે સારી બેટિંગ કરી છે.

3 બોલમાં 10 રન
બદોની દિલ્હી સામે 3 બોલમાં 10 રન બનાવી નોટ આઉટ રહ્યો. બદોની જ્યારે બેટિંગ માટે આવ્યો ત્યારે લખનઉને જીત માટે 5 બોલમાં 5 રનની જરૂર હતી. પ્રથમ બોલ પર શાર્દૂલ ઠાકુરે રન બનવા ન દીધો, આથી મેચ રોમાંચક બની ગઈ હતી. ત્યાર બાદ બદોનીએ ત્રીજા બોલ પર ચોગ્ગો અને ચોથા બોલ પર છગ્ગો મારી લખનઉને જિતાડી હતી.

ચેન્નઈ સામે પણ ફિનિશર રહ્યો હતો
આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે પણ બદોની ફિનિશર બન્યો હતો. તે 9 બોલમાં 19 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ ઈનિંગમાં તેણે 2 છગ્ગા પણ ફટકાર્યા હતા.

ડેબ્યુ મેચમાં ફિફ્ટી ફટકારી
આયુષે પોતાની ડેબ્યુ મેચમાં ગુજરાત સામે 41 બોલમાં 54 રન બનાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...