આયુષ બદોનીની SIXથી મહિલા ઘાયલ:શિવમ દુબેના બોલ પર લખનઉના બેટ્સમેને એવો શોટ માર્યો કે બોલ દર્શકના માથા પર વાગ્યો

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે લખનઉ અને ચેન્નઈ વચ્ચેની મેચ રોમાંચક કહી હતી. ચેન્નઈએ લખનઉને 211 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને લખનઉએ 20મી ઓવરમાં 4 વિકેટના નુકસાને ચેઝ કરી લીધો હતો. લખનઉની 19મી ઓવરમાં પીડાદાયક ઘટના બની હતી.

ઘટના કંઈક એવી બની કે લખનઉ તરફથી રમી રહેલા આયુષ બદોનીએ શિવમ દુબેના બોલ પર સ્વીપ શોટ સાથે છગ્ગો ફટકાર્યો હતો. બોલ મેચ જોઈ રહેલી મહિલા દર્શકના માથા પર વાગ્યો હતો. મહિલા દર્દથી રડવા લાગી અને પોતાના માથા પર વારંવાર હાથ ફેરવવા લાગી. આસપાસમાં રહેલા લોકો પણ મહિલાના ખબરઅંતર પૂછવા લાગ્યા. આ ઘટનાને લઈને કેમેરા પોતાની તરફ આવતા નજીક ઊભેલા ઘણા દર્શકો ઉત્સાહમાં હસવા પણ લાગ્યા હતા.

બદોની અને લુઈસે 13 બોલમાં 40 રનની ભાગીદારી કરી લખનઉને જીત અપાવી.
બદોની અને લુઈસે 13 બોલમાં 40 રનની ભાગીદારી કરી લખનઉને જીત અપાવી.

જોકે મહિલાને ગંભીર ઈજા નહોતી થઈ. થોડા સમય બાદ કેમેરો ફરી મહિલા તરફ ગયો ત્યારે તે મેચ જોવામાં મશગૂલ હતી.

IPL પહેલાં રોહિત શર્માએ એક દર્શકનું નાક તોડી નાખ્યું હતું
IPL શરૂ થયા પહેલા ભારત-શ્રીલંકા વચ્ચે ડે-નાઈટ મેચ રમાઈ હતી. મેચના પ્રથમ દિવસે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની સિક્સર ખતરનાક સાબિત થઈ હતી. એને કારણે એક દર્શકના નાકનું હાડકું તૂટી ગયું હતું. દર્શકને ટાંકા આવ્યા હતા.

આયુષ બદોનીએ શાનદાર બેટિંગ કરી
22 વર્ષના આયુષે IPLમાં અત્યારસુધીમાં માત્ર બે મેચ રમી છે અને બન્ને મેચમાં શાનદાર બેટિંગ કરી છે. ચેન્નઈ સામેની મેચમાં આયુષે એ સમયે રન બનાવ્યા જ્યારે ટીમને સૌથી વધારે જરૂર હતી. તેણે અંતિમ 9 બોલમાં 19 રન બનાવ્યા હતા. તેની સ્ટ્રાઈક રેટ 211.11 હતી. ટીમના કેપ્ટન કેએલ રાહુલે આયુષને લખનઉ ટીમનો એબી ડિવિલિયર્સ ગણાવ્યો છે. આ પહેલાં ગુજરાત સામેની મેચમાં આયુષે 41 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી 54 રનની ઈનિંગ રમી હતી. ટોપ ઓર્ડર ધરાશાયી થયા બાદ આયુષે મહત્ત્વની ઈનિંગ રમી ટીમને 158 રનના સ્કોર પર પહોંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...