CSK v/s DCની મેચ તસવીરોમાં:રિકી પોન્ટિંગે અમ્પાયર સાથે ઝઘડો કર્યો!, ઋતુરાજે ઘૂંટણિયે પડી ધોનીની સલાહ લીધી

16 દિવસ પહેલા
  • દિલ્હીએ રસાકસી બાદ 3 વિકેટથી મેચ જીતી, ચેન્નઈના જાડેજા-શાર્દૂલે 2-2 વિકેટ લીધી

IPLમાં સોમવારે ટેબલ ટોપર્સ ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં દિલ્હીએ છેલ્લા 2 બોલ પહેલાં 3 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ મેચ દરમિયાન ચેન્નઈની બેટિંગ દરમિયાન ઋતુરાજે ઘૂંટણિયે પડી જાણે ધોનીની સલાહ માગી હોય એવાં દ્રશ્યો જોવા મળ્યાં હતાં. એની સાથે જ રિકી પોન્ટિંગ પણ અમ્પયાર સાથે જાણે ઉગ્ર ચર્ચા કરતો હોય એવો નજરે પડ્યો હતો. તો ચલો, આપણે ટેબલ ટોપર્સની મેચ પર તસવીરો દ્વારા નજર ફેરવીએ.....

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની મેચ પૂર્વેની તસવીર.

ચેન્નઈના બંને બેટર રોબિન ઉથપ્પા (ડાબે) અને ફાફ ડુપ્લેસિસ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા.

દિલ્હી કેપિટલ્સે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.

દિલ્હી કેપિટલ્સમાં રિપલ પટેલે આજે ડેબ્યુ કર્યું.

અમ્પાયર્સે મેચ પહેલાં ગ્રાઉન્ડમાં ઊતરતાં કંઈક આવી રીતે પોઝ આપ્યો હતો.

બર્થડે બોય રિષભ પંત એન્ડ ટીમ ટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવા મેદાનમાં ઊતરી હતી.

રવિચંદ્રન અશ્વિને રોબિન ઉથપ્પાને આઉટ કર્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ 27 બોલમાં 18 રન કર્યા હતા.

ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 136 રન કર્યા હતા, જેને ડિફેન્ડ કરવા ટીમ મેદાનમાં ઊતરી હતી.

ચેન્નઈના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ચાલુ મેચમાં શિખર ધવનની બૂટની દોરી બાંધી હતી.

કેપ્ટન કૂલે દિલ્હીના કેપ્ટન પંતને સ્ટમ્પિંગ કરતો ફોટો વાઇરલ થયો હતો. જોકે આ બોલમાં તે આઉટ નહોતો; પંતને જાડેજાએ આઉટ કર્યો હતો.

દિલ્હી કેપિટલ્સ ટીમના માલિક પાર્થ જિન્દાલની પત્ની (ડાબે)ની તસવીર.

137 રનનો ટાર્ગેટ ચેઝ કરવા માટે પંત-ધવનની જોડી મેદાનમાં ઊતરી હતી, 24 રન પર દિલ્હીની પહેલી વિકેટ પડી.

મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા (જમણે) પણ મેચ જોવા માટે આવી હતી.

દિલ્હીના શિમરોન હેટમાયર (ડાબે) અને ડ્વેન બ્રાવો મસ્તી કરતા નજરે પડ્યા હતા.

રિકી પોન્ટિંગ જાણે અમ્પાયર સાથે ઉગ્ર ચર્ચા કરતો નજરે પડ્યો હતો.

દિલ્હીએ રસાકસી બાદ 3 વિકેટથી મેચ જીતી, ચેન્નઈના જાડેજા-શાર્દૂલે 2-2 વિકેટ લીધી.

અન્ય સમાચારો પણ છે...