તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • IPL 2021 Update RCB Will Raise Funds For Corona Infected Kohli Said RCB Will Provide Financial Help To Build Oxygen Infrastructure In Other Cities Including Bengaluru; Blue Jersey Will Raise Money By Auctioning

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RCB ફંડ એકત્રિત કરશે:કોહલીએ કહ્યું- બેંગ્લોર સહિત અન્ય શહેરોને એક્સિજન માટે આર્થિક સહાય કરાશે; બ્લૂ જર્સીની હરાજી કરીને પૈસા ભેગા કરશે

13 દિવસ પહેલા

કોરોના મહામારીની બીજી લહેરાના કારણે દેશભરમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેથી RCB બ્લૂ જર્સીની હરાજી કરીને જેટલા પણ પૈસા આવશે એનાથી ઓક્સિજન માટે સહાયતા કરશે. RCBએ આ માહિતી સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને આપી હતી. જેમાં વિરાટ કોહલીએ આ અંગે તમામ માહિતી લોકો સમક્ષ રજૂ કરી હતી. કોહલીએ જણાવ્યું હતું કે બ્લૂ જર્સી પહેરીને તેઓ આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત પણ કરશે. આનાથી PPE કીટ પહેરીને કાર્ય કરતા તમામ ડોકટરોના સન્માન કરવાનો સંદેશ પણ ટીમ પહોંચાડશે. RCBની ટીમ બેંગ્લોર સહિત વિવિધ શહેરોમાં જ્યાં ઓક્સિજનની જરૂર છે, ત્યાં તેઓ સહાયતા કરશે.

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયામાં આપ્યો સંદેશ
કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે દેશના લોકોના જીવ બચાવનારા ડોકટરો PPE કીટ પહેરીને જે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે, તે પ્રશંસનીય છે અને આમારી ટીમ પણ એમના સન્માન માટે બ્લૂ રંગની ખાસ જર્સી પહેરીને મેચ રમશે. આનાથી અમે દેશમાં દરેક લોકોને ડોકટર અને આરોગ્ય કર્મીઓનું આદર કરવાનો પણ સંદેશો આપીશું. જેનાથી બેંગ્લોર સહિત અન્ય શહેરોમાં જ્યાં ઓક્સિજનની અછત છે ત્યાં આર્થિક સહાયતા કરી શકીએ.

હાર્દિક અને કૃણાલ પણ મદદે આવ્યાં હતા.
હાર્દિક અને કૃણાલ પણ મદદે આવ્યાં હતા.

પંડ્યા બંધુનો પરિવાર પણ 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાન કરશે
ક્રિકેટર હાર્દિક પંડ્યાનો પરિવાર પણ દેશના દર્દીઓને સહાયતા કરવા માટે આગળ આવ્યા હતા. તેણે ચેન્નઈ વિરૂદ્ધની મેચમાં જાહેરાત કરી હતી કે તેમનો પરિવાર 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર દાનમાં આપશે. હાર્દિકે જણાવ્યું હતું કે મારા મત મુજબ ગામડાઓમાં આરોગ્યલક્ષી સુવિધાઓની જરૂરિયાત વધારે છે. આપણા દેશની પરિસ્થિતિ આપણે બધા સૌથી વધારે સારી રીતે જાણી શકીએ છીએ. ફ્રન્ટ લાઈન વર્કર અને મેડિકલ સ્ટાફ તથા પોલીસ સારુ કાર્ય કરી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેં અને કૃણાલે પણ મદદ કરવાનો નિર્ણય કર્યો છે.

ઓસ્ટ્રિલયાના ક્રિકેટરોએ આની શરૂઆત કરી હતી
આ સમસ્યાને પહોંચી વળવા માટે વિવિધ દિગ્ગજ ક્રિકેટરોએ પણ યથાશક્તિ ધનરાશિ ફાળવી હતી. જેમાં સચિન તેડુંલકરે 1 કરોડ, શિખર ધવને 20 લાખ અને IPLની મેચ પછી મળતી તમામ ધનરાશિ, જયદેવ ઉનડકટે 10 ટકા IPLનો પગાર આપીને પોતાનાથી બનતી મદદ કરી હતી નિકોલસ પૂરન પણ પોતાની આવકનો કેટલોક હિસ્સો ફાળવશે, એની સાથે RR અને DCએ પણ આર્થિક સહાયતા કરવાની વાત ઉચ્ચારી હતી. વિદેશી ખેલાડી પેટ કમિન્સે 38 લાખ અને બ્રેટ લીએ 40 લાખ રૂપિયાની સહાયતા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો