આઉટ-નોટઆઉટ મુદ્દે હોબાળો:RCBના બેટર પડ્ડિકલને થર્ડ અમ્પાયરે નોટઆઉટ આપતાં વિવાદ સર્જાયો; રાહુલ ફિલ્ડ અમ્પાયર સાથે ઝઘડી પડ્યો

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPLની રવિવારે રમાયેલી ડબલ હેડરની પહેલી મેચમાં ફરી એકવાર થર્ડ અમ્પાયરના નિર્ણય સામે વિવાદ વકર્યો છે. પંજાબના કેપ્ટન રાહુલે પડ્ડિકલ વિરૂદ્ધ કોટ બિહાઈન્ડની અપીલ કરી હતી, જેમાં વીડિયો અને અલ્ટ્રાએડ્જમાં પણ નજીવો સ્પાઈક જોવા મળ્યો હતો. તેમછતા થર્ડ અમ્પાયરે બેટરને નોટઆઉટ આપતા રાહુલ ગુસ્સે થયો હતો. જેના પગલે કોમેન્ટેટર્સ પણ તેમના આ નિર્ણયની નિંદા કરી રહ્યા છે.

8મી ઓવરમાં આઉટ-નોટઆઉટ વિવાદ
પંજાબના કેપ્ટને RCBની ઓપનિંગ પાર્ટનરશિપ તોડવા માટે રવિ બિશ્નોઈને પસંદ કર્યો હતો. તેણે ઈનિંગની 8મી ઓવરના ત્રીજા બોલ પર પડ્ડિકલને ચોંકાવી જ દીધો હતો. RCBનો બેટર પડ્ડિકલ રિવર્સ સ્વીપ મારવા જતા બિટ થયો હતો. જેના વિરૂદ્ધ કે.એલ.રાહુલે કોટ બિહાઈન્ડની અપીલ કરી હતી પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને નકારી કાઢી હતી.

કે.એલ.રાહુલે અમ્પાયરના નિર્ણયને પડકારી DRS લીધો હતો. જેમાં વીડિયો ફુટેજમાં ચેક કરતા સ્પષ્ટપણે નજીવો સ્પાઈક જોવા મળ્યો હતો, પરંતુ થર્ડઅમ્પાયરે પણ પડ્ડિકલને આઉટ જાહેર કર્યો હતો. જેના પરિણામે ફિલ્ડર્સ પણ અચંબિત થઈ ગયા હતા અને તેની સાથે સાથે કે.એલ રાહુલ પણ ગુસ્સે થયો હતો. પંજાબે આની સાથે DRS પણ ગુમાવ્યું હતું.

કે.એલ.રાહુલે ફિલ્ડ અમ્પયાર્સ સાથે કરી ઊગ્ર ચર્ચા
ફિલ્ડ અમ્પાયરે પણ થર્ડ અમ્પયારના નિર્ણય પછી પડ્ડિકલને નોટઆઉટ જાહેર કરતા પંજાબનો કેપ્ટન કે.એલ.રાહુલ ગુસ્સે થયો હતો. તે તાત્કાલિક ફિલ્ડ અમ્પયાર પાસે ગયો અને આ અંગે ફરિયાદ કરવા લાગ્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ઊગ્ર ચર્ચા પણ થઈ હતી.

કોમેન્ટેટર્સ સહિત પંજાબની ટીમે નિર્ણયની નિંદા કરી
આ દરમિયાન લાઈવ મેચની કોમેન્ટ્રી કરી રહેલા ગૌતમ ગંભીરે પણ અમ્પાયરના નિર્ણયની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે જરૂરી નથી કે દરેક સમયે સ્પાઈક મોટો જ દેખાય, કેટલીક વાર નજીવી એડ્જ વાગી હોય તો સ્પાઈક પણ નાનો હોઈ શકે છે.

પંજાબ કિંગ્સે ઓફિશિયલ સોશિયલ મીડિયા અકાઉન્ટ દ્વારા પોસ્ટ કરી હતી. જેમાં લખ્યું હતું કે વીડિયો ફુટેજમાં સ્પષ્ટપણે સ્પાઈક જોવા મળ્યો હતો પરંતુ થર્ડ અમ્પયારના નોટઆઉટના નિર્ણયે અમને અચંબિત કરી દીધા.

આકાશ ચોપરા પણ થર્ડ અમ્પાયરના નિર્ણયથી અચંબિત થઈ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે શું આ નોટઆઉટ હતો? તેણે પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને અમ્પાયરના નિર્ણય સામે કટાક્ષ કર્યો હતો.

આઉટ-નોટઆઉટ વિવાદમાં પંજાબે રિવ્યૂ ગુમાવ્યો
7.3 ઓવરમાં વિવાદિત નિર્ણયને પડકાર્યા બાદ પંજાબના કેપ્ટન રાહુલે રિવ્યૂ પણ ગુમાવી દીધો હતો. જેના પરિણામે સમગ્ર મેચ દરમિયાન ઘણી એવી અપીલ હતી જેમાં તેની ટીમને ફટકો પડી શકે તેમ હતો. કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ લાઇવ મેચમાં આ અંગે જાણ કરી હતી કે જો પંજાબ પાસે રિવ્યૂ બાકી રહ્યો હોત તો આગળ પણ ઘણી સહાય મળી શકી હોત. પરંતુ એક વિવાદાસ્પદ નિર્ણયને પગલે તેમણે રિવ્યૂ પણ ગુમાવી દીધો હતો.

12મી ઓવરમાં પડ્ડિકલ પેવેલિયન ભેગો
કે.એલ.રાહુલે 12મી ઓવરના ચોથા બોલ પર હેનરિક્સે દેવદત્તને પેવેલિયન ભેગો કર્યો. પડ્ડિકલે 2 સિક્સ અને 4 ફોરની સહાયથી 38 બોલમાં 40 રન કર્યા હતા. પડ્ડિકલ બેકફુટથી હેનરિક્સના બોલને કટ મારવા જતા રાહુલના હાથે કેચ આઉટ થયો હતો.

પંજાબની ઈનિંગમાં રાહુલ માંડ માંડ બચ્યો
મોહમ્મદ સિરાજ ઈનિંગની ત્રીજી ઓવર કરવા માટે આવ્યો હતો, જેના પાંચમા બોલ પર તેણે પંજાબના કેપ્ટન રાહુલ વિરુદ્ધ LBW અપીલ કરી હતી. જેને ફિલ્ડ અમ્પયારે આઉટ આપી દીધો હતો. રાહુલે તાત્કાલિક DRSનો ઉપયોગ કરીને આ નિર્ણયને પડકાર્યો હતો. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે તેના બેટ સાથે બોલનો સંપર્ક થયો હતો. જેથી થર્ડ અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કરી દીધો હતો.

RCB vs PBKSની મેચ તસવીરોમાં.....

વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી.
વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી.
મેચ પહેલાં વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડિકલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.
મેચ પહેલાં વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડિકલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા.
દેવદત્ત પડ્ડિકલને આઉટ કર્યા પછી પંજાબે સેલિબ્રેશન કર્યું હતું, ઉલ્લેખનીય છે કે આની પહેલાં થર્ડ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને પગલે તેને નોટઆઉટ જાહેર કરાયો હતો
દેવદત્ત પડ્ડિકલને આઉટ કર્યા પછી પંજાબે સેલિબ્રેશન કર્યું હતું, ઉલ્લેખનીય છે કે આની પહેલાં થર્ડ અમ્પાયરના વિવાદાસ્પદ નિર્ણયને પગલે તેને નોટઆઉટ જાહેર કરાયો હતો
વિરાટ કોહલી અને કે.એલ.રાહુલ એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
વિરાટ કોહલી અને કે.એલ.રાહુલ એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.
ગ્લેન મેક્સવેલે આક્રમક ફિફટી મારી હતી.
ગ્લેન મેક્સવેલે આક્રમક ફિફટી મારી હતી.
કે.એલ.રાહુલ અને મયંક વચ્ચે 91 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
કે.એલ.રાહુલ અને મયંક વચ્ચે 91 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
પંજાબની મેચ જોવા માટે પ્રીતિ ઝિન્ટા પણ આવી હતી
પંજાબની મેચ જોવા માટે પ્રીતિ ઝિન્ટા પણ આવી હતી
બેંગલોરે 6 રનથી પંજાબને હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું.
બેંગલોરે 6 રનથી પંજાબને હરાવી પ્લેઓફમાં સ્થાન મેળવ્યું.
અન્ય સમાચારો પણ છે...