તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • IPL 2021 SRH Vs RR Live Scores & Match Updates| Hyderabad Will Look For Change Of Fortune Loss Will Put Rajasthan In The Last Place

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

RRએ SRHને 55 રનથી હરાવ્યું:વિલિયમ્સનની કેપ્ટનશિપમાં પણ SRH હાર્યું, RRના બટલરની મેચ વિનિંગ ઈનિંગ; મોરિસ અને મુસ્તફિઝુરે 3 વિકેટ ઝડપી

13 દિવસ પહેલા
 • કૉપી લિંક
ક્રિસ મોરિસે અને મુસ્તફિઝુરે 3-3 વિકેટ ઝડપીને મેચમાં પકડ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. - Divya Bhaskar
ક્રિસ મોરિસે અને મુસ્તફિઝુરે 3-3 વિકેટ ઝડપીને મેચમાં પકડ બનાવવામાં મહત્વનો ફાળો આપ્યો હતો.

IPL 2021માં રવિવારના રોજ ડબલ હેડર મહાસંગ્રામ યોજાયો હતો. જેની પ્રથમ મેચ હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચે રમાઈ હતી. જેમાં રાજસ્થાન વિરૂદ્ધ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. RRએ 3 વિકેટના નુકસાન પર 220 રન બનાવ્યા હતા. જેના જવાબમાં SRH 8 વિકેટના નુકસાન પર 165 રન જ બનાવી શકી હતી. આ મેચમાં રાજસ્થાનની ટીમે હૈદરાબાદને 55 રનથી હરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે છેલ્લી 4 મેચમાંથી 3માં રાજસ્થાને હૈદરાબાદને પરાસ્ત કર્યું છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.......

હૈદરાબાદે સમયાંતરે વિકેટો ગુમાવી હતી. મુસ્તફિઝુર અને મોરિસે સારું પ્રદર્શન દાખવ્યું હતું.
હૈદરાબાદે સમયાંતરે વિકેટો ગુમાવી હતી. મુસ્તફિઝુર અને મોરિસે સારું પ્રદર્શન દાખવ્યું હતું.

ક્રિસ મોરિસ અને મુસ્તફિઝુરે 3-3 વિકેટ ઝડપી

 • હૈદરાબાદે આક્રમક શરૂઆત કરી હતી. પ્રથમ પાવર પ્લેમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર ટીમે 57 રન બનાવ્યા હતા. પાવર પ્લે પછીની ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને મનીષ પાંડેને આઉટ કર્યો હતો. પાંડેએ 20 બોલમાં 30 રન બનાવ્યા હતા.
 • હૈદરાબાદના ઓપનરે પ્રથમ વિકેટ માટે 57 રનની પાર્ટનરશિપ પણ નોંધાવી હતી. હૈદરાબાદે 70 રન પર બીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ તેવટિયાએ ઓપનર જોની બેરસ્ટોને પેવેલિયન ભેગો કર્યો હતો. એણે 21 બોલમાં 30 રન બનાવ્યા હતા.
 • 11મી ઓવરમાં ક્રિસ મોરિસની બોલ પર કેન વિલિયમ્સનનો કેચ ડ્રોપ થયો હતો, જેને ચેતન સાકરિયાએ છોડ્યો હતો.
 • ત્યારપછી એ જ ઓવરમાં વિજય શંકરે પણ સિક્સ મારવા જતા શોટ માર્યો હતો. પરંતુ ડેવિડ મિલરે એનો કેચ પકડી લીધો હતો.
 • વિજય શંકરે 8 બોલમાં 8 રન બનાવ્યા હતા અને ક્રિસ મોરિસનો શિકાર થયો હતો.
 • 105 રન પર હૈદરાબાદે ચોથી વિકેટ ગુમાવી હતી, કાર્તિક ત્યાગીએ કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કર્યો હતો. વિલિયમ્સને 21 બોલમાં 20 રન બનાવ્યા હતા.
 • મોહમ્મદ નબી 5 બોલમાં 17 રન બનાવીને મુસ્તફિઝુર રહેમાનનો શિકાર થયો હતો.
 • ક્રિસ મોરિસે 17મી ઓવરમાં કેદાર જાધવ અને સમાદને પેવેલિયન ભેગા કર્યા હતા. એના પછી મુસ્તફિઝુર રહેમાને પણ રાશિદ ખાનને આઉટ કરીને મેચમાં પકડ બનાવી લીધી હતી.
જોસ બટલર અને કેપ્ટન સેમસને મહત્ત્વપૂર્ણ 150 રનની ભાગીદારી નોંધાવી હતી
જોસ બટલર અને કેપ્ટન સેમસને મહત્ત્વપૂર્ણ 150 રનની ભાગીદારી નોંધાવી હતી

બટલરની આક્રમક સદી, સંજુ સાથે 150 રનની પાર્ટનરશિપ

 • હૈદરાબાદના બોલર રાશિદ ખાને યશસ્વી જયસ્વાલને પેવેલિયન ભેગો કર્યો હતો. યશસ્વી 13 બોલમાં 12 રન બનાવીને LBW થયો હતો.
 • ત્યારપછી 167 રન પર રાજસ્થાનની બીજી વિકેટ પડી હતી. 33 બોલમાં 48 રન બનાવીને સંજુ સેમસન પેવેલિયન ભેગો થયો હતો. વિજય શંકરની બોલિંગ પર અબ્દુલ સમાદે એનો કેચ પકડ્યો હતો. બટલર અને સંજુ સેમસન વચ્ચે બીજી વિકેટ માટે 150 રનની ભાગીદારી નોંધાઈ હતી.
 • જોસ બટલરે આક્રમક ઈનિંગ રમી હતી. એણે 64 બોલમાં 124 રન બનાવ્યા હતા. બટલરે IPLમાં પ્રથમ સદી નોંધાવી હતી. ત્યારપછી 209 રન પર સંદિપ શર્માએ જોસ બટલરને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • રિયાન પરાગે 8 બોલમાં 15 રન તથા ડેવિડ મિલરે 3 બોલમાં 7 રન બનાવીને નોટ આઉટ રહ્યા હતા.
 • રાજસ્થાને 3 વિકેટના નુકસાન પર 20 ઓવરમાં 220 રન બનાવ્યા હતા.જે હૈદરાબાદ વિરૂદ્ધ એનો સર્વોચ્ચ સ્કોર છે.
 • આ સીઝનમાં અત્યાર સુધી 3 ખેલાડીએ સદી ફટકારી છે. IPL 2021માં જોસ બટલરની પહેલા સંજૂ સેમસન અને દેવદત્ત પડ્ડિકલે સદી નોંધાવી હતી.
જોસ બટલરને રન આઉટ કરવાની તક SRHએ ગુમાવી હતી.
જોસ બટલરને રન આઉટ કરવાની તક SRHએ ગુમાવી હતી.

સેમસનને જીવનદાન મળ્યું
રાજસ્થાનનો કેપ્ટન સેમસન સંદીપ શર્માની 10મી ઓવરમાં બેટિંગ કરી રહ્યો હતો. ત્યારે એણે એક શોટ માર્યો જે લોન્ગ ઓફ પર મનીષ પાંડે પાસે ગયો હતો, પરંતુ મનીશ એને પકડી નહોતો શક્યો. એ સમયે સેમસન 23 રન પર બેટિંગ કરી રહ્યો હતો. હૈદરાબાદે જોસ બટલરને રન આઉટ કરવાની તક પણ ગુમાવી હતી.

વોર્નર કેપ્ટનશિપ પછી પ્લેઈંગ-11માંથી પણ આઉટ
SRHના ક્રિકેટ એસોસિએશનના સંચાલક ટોમ મૂડીએ જણાવ્યું હતું કે ડેવિડ વોર્નર આ મેચમાં ભાગ નથી લેવાનો. આ નિર્ણય પરિસ્થિતિ અને મેચના કોમ્બિનેશનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. SRHએ વોર્નરને કેપ્ટનશિપમાંથી હટાવ્ચા પછી આજની મેચમાં પ્લેઈંગ-11માંથી પણ બહાર કર્યો છે. હૈદરાબાદ 6 મેચમાંથી 5માં પરાસ્ત થયું હોવાથી ટીમ મેનેજમેન્ટે કેપ્ટન બદલવાનો નિર્ણય કર્યો હતો. જો આ મેચમાં હૈદરાબાદ જીતશે તો એ 5માં અથવા છઠ્ઠા ક્રમાંક પર આવી જશે.

SRHમાં 3 અને RRની ટીમમાં 2 ફેરફાર
હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમ્સને પ્લેઈંગ-11માં 3 ફેરફાર કર્યા છે. એણે વોર્નરની જગ્યાએ મોહમ્મદ નબી અને જગદીશ સુચિત તથા સિદ્ધાર્થ કૉલની જગ્યાએ ભુવનેશ્વર કુમાર અને અબ્દુલ સમદને ટીમમાં સ્થાન આપ્યું છે.
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને પ્લેઈંગ-11માં 2 ફેરફાર કર્યા છે. એણે જયદેવ ઉનડકટ અને શિવમ દુબેની જગ્યાએ કાર્તિક ત્યાગી અને અનુજ રાવતને ટીમમાં સ્થાન આપ્યું છે. રાવતની આ ડેબ્યૂ મેચ છે, જ્યારે ત્યાગી સીઝનની પ્રથમ મેચ રમી રહ્યો છે.

બંને ટીમમાં 4-4 વિદેશી ખેલાડી

 • SRH: કેન વિલિયમ્સન (કેપ્ટન), અલાવા નબી, રાશિદ ખાન, જોની બેરસ્ટો
 • RR: જોસ બટલર, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહેમાન

બંને ટીમની પ્લેઈંગ-11

 • RR: સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, રિયાન પરાગ, રાહુલ તેવટિયા, ક્રિસ મોરિસ, કાર્તિક ત્યાગી, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા
 • SRH: મનીષ પાંડે , જોની બેયરસ્ટો, કેન વિલિયમ્સન (કેપ્ટન), વિરાટસિંહ, વિજય શંકર, મોહમ્મદ નબી, કેદાર જાધવ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ખલીલ અહેમદ, ભુવનેશ્વર કુમાર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો