લોર્ડ શાર્દૂલનો બર્થડે બેશ:ધોનીએ ટોવેલ પાથરી સાથી ખેલાડીની સહાયથી શાર્દૂલને કેકથી નવડાવ્યો; DJ બ્રાવોના સ્પેશિયલ શોનો વીડિયો વાઈરલ

એક મહિનો પહેલા
  • ઠાકુરે એક જ ઓવરમાં 2 વિકેટ ઝડપી મેચ પલટી

ચેન્નઈ સુપર કિંગ્સે શુક્રવારે ચોથીવાર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. CSKની જીતીની સાથે શાર્દૂલ ઠાકુરનો જન્મદિવસ હોવાથી બમણી ઉજવણી કરવામાં આવી હતી. લોર્ડ શાર્દૂલનો જન્મ 16 ઓક્ટોબર 1991ના રોજ મહારાષ્ટ્રના પાલઘરમાં થયો હતો. ચેન્નઈની ટીમ જીત્યા પછી હોટલ પહોંચી ત્યારે તેણે શાર્દૂલના જન્મ દિવસની પણ ભવ્ય ઉજવણી કરી હતી.

લોર્ડનો જન્મ દિવસ અને ત્યારપછી DJ બ્રાવોની ઉજવણી
આનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ઘોની પહેલા ટોવેલ પાથરીને શાર્દૂલના માથે કેકનો વરસાદ કરવાની તૈયારી કરતા જોવા મળ્યા હતા. ધોનીની તૈયારી પૂરી થયા પછી સાથી ખેલાડીએ શાર્દૂલ પર કેક અને કોલ્ડ ડ્રિંકનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન ટીમના ખેલાડીઓ સોન્ગ ગાવાની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આના સિવાય ચેન્નઈ સુપર કિંગ્સે ઓફિશિયલ ટ્વીટર અકાઉન્ટ પર ડ્વેન બ્રાવોનો વીડિયો પણ શેર કર્યો હતો. જેમાં ચેન્નઈની ટીમ બસમાં હતી અને DJ બ્રાવો ગીતો ગાઈને બધાને મનોરંજન પૂરૂ પાડતો જોવા મળ્યો હતો.

શાર્દૂલ ઠાકુરની મેચ વિનિંગ ઓવર
IPL 2021ની ફાઇનલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એન્ડ ટીમે ટોસ હારી પહેલા બેટિંગ કરતા 192 રનનો સ્કોર કર્યો હતો. તેવામાં કોલકાતાની ટીમ આને ચેઝ કરી શકી નહોતી અને જેથી 27 રનથી તેને હારનો સામનો કરવો પડ્યો હતો.

વેંકટેશ અય્યર અને શુભમન ગિલની જોડીએ પાવર પ્લેમાં 55 રનનો સ્કોર કર્યો હતો. એક સમયે એમ લાગી રહ્યું હતું કે આ મેચમાં કોલકાતા સરળતાથી ચેઝ કરી લેશે પરંતુ લોર્ડ શાર્દૂલે 11મી ઓવરમાં 2 વિકેટ ઝડપીને ચેન્નઈને બાઉન્સ બેક કરવાની તક આપી હતી. ધોનીએ આનો ફાયદો ઉઠાવીને બેક ટુ બેક બોલિંગ ચેન્જિસ સાથે 11થી 16 ઓવર દરમિયાન કોલકાતાની 6 વિકેટ ઝડપી લીધી હતી. શાર્દૂલની મેચ વિનિંગ ઓવરના પરિણામે તેના જન્મદિવસની ઉજવણી વધુ ખાસ થઈ ગઈ હતી.

લોર્ડ શાર્દૂલે ભારત માટે પણ સારુ પ્રદર્શન કર્યું
છેલ્લા 2 વર્ષમાં શાર્દૂલે સારુ પ્રદર્શન દાખવ્યું હોવાથી તેને T-20 વર્લ્ડ કપ સ્ક્વોડમાં પણ હવે સામેલ કરાયો છે. શાર્દૂલ હવે T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ-11માં સ્થાન મેળવનારો પ્રબળ દાવેદાર પણ બની ગયો છે.

અત્યારસુધી તેણે ઈન્ડિયા માટે 4 ટેસ્ટ, 15 વનડે અને 21 T-20 મેચ રમી છે. ટેસ્ટમાં તેણે 14 વિકેટ, વનડેમાં 22 વિકેટ અને T-20માં તેણે 31 વિકેટ લીધી છે. આના સિવાય બેટિંગ કરતા પણ શાર્દૂલે 38ની એવરેજથી 190 રન કર્યા, વનડેમાં 21.4ની એવરેજથી 107 રન અને T-20માં 34.5ની એવરેજથી 69 રન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...