• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021| Rohit Yelled At The Mic During The Toss !, Even The Commentators Were Shocked; The Bat, Which Was Standing In The Crease, Also Fluttered In The Air

હિટમેનનું આક્રમક રૂપ:રોહિતે ટોસ દરમિયાન માઇકમાં બૂમો પાડી!, કોમેન્ટેટર્સ પણ ચોંકી ગયા; ક્રીઝમાં ઊભાં-ઊભાં બેટને પણ હવામાં ફંગોળ્યું

22 દિવસ પહેલા
  • MIએ 8 વિકેટથી RRને હરાવ્યું, મુંબઈના બેટર ઈ'શાનદાર' કિશને સિક્સ મારી મેચ જિતાડી

IPL ફેઝ-2માં મંગળવારે ટૂર્નામેન્ટની 51મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં MIએ એકતરફી મેચમાં RRને 8 વિકેટથી હરાવી પ્લેઓફની રેસમાં દાવેદારી મજબૂત કરી હતી. આ મેચ દરમિયાન રોહિત શર્મા પુરજોશમાં તથા મસ્તીના મૂડમાં જોવા મળ્યો હતો. તેણે ટોસ દરમિયાન માઈકમાં પુરજોશથી હેડ્સનો કોલ આપવાથી લઈને બેટિંગ દરમિયાન પોતાનું આક્રમક રૂપ બતાવ્યું હતું. તો ચલો, આપણે વીડિયો તથા તસવીરોના માધ્યમથી આજની મેચમાં હિટમેન એન્ડ ટીમના આક્રમક પ્રદર્શન પર એક નજર ફેરવીએ.....

રોહિતે પુરજોશમાં માઈકમાં હેડ્સનો કોલ આપ્યો
ટોસ દરમિયાન રોહિત શર્માએ માઇકમાં પુરજોશમાં બૂમ પાડીને કોલ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને કોઇન ટોસ કર્યો હતો. એ દરમિયાન રોહિત શર્માએ માઈકમાં પુરજોશમાં હેડ્સને બૂમ પાડી હતી. આ સાંભળીને ટોસ પ્રેઝેન્ટર પણ હસવા લાગ્યા હતા. જોકે મુંબઈના કેપ્ટન રોહિતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં, લાઇવ મેચમાં કોમેન્ટરી કરી રહેલો જતીન સપ્રુ પહેલા ચોંકી ગયો હતો, પરંતુ ત્યાર પછી તેણે હિટમેનના મસ્તીભર્યા અંદાજનાં વખાણ કર્યાં હતાં.

3જી ઓવરમાં રોહિતને મળ્યું જીવનદાન
ઈનિંગની ત્રીજી ઓવર કરવા માટે રાજસ્થાનના કેપ્ટન સેમસને શ્રેયસ ગોપાલની પસંદગી કરી હતી, જેની ઓવરના બીજા જ બોલ પર રોહિત શર્માએ સિક્સ મારી હતી. એવામાં નેટ રન રેટને ધ્યાનમાં રાખીને રોહિત વધુ આક્રમક બેટિંગ કરવાના મૂડમાં આવી ગયો હોય એમ લાગી રહ્યું હતું. તેણે સિક્સ માર્યા પછીના બીજા જ બોલ પર (2.3) સ્ટેપ આઉટ કરી લોફ્ટેડ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રોહિત આ શોટ ચૂકી ગયો અને ક્રીઝની ઘણો બહાર પણ આવી ગયો હતો. જોકે સંજુ સેમસનના ગ્લવ્સમાંથી પણ બોલ છૂટી જતાં તેને જીવનદાન મળ્યું હતું.

4થી ઓવરમાં સાકરિયાએ હિટમેનને આઉટ કર્યો
ગોપાલની ઓવરમાં જીવનદાન મળ્યા પછી રોહિત શર્માએ આક્રમક બેટિંગ કરવાની રણનીતિ અપનાવી હતી. તેવામાં ચોથી ઓવર કરવા આવેલા RRના બોલર સાકરિયાએ બીજા જ બોલ પર રોહિતની વિકેટ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે આ બોલમાં રોહિત કવરની ઉપરથી લોફ્ટેડ શોટ મારવા ગયો હતો, પરંતુ ટાઇમિંગ બરાબર ન થતાં બોલના સંપર્ક સાથે તેનું બેટ પણ હવામાં ફંગોળાઈ ગયું હતું, જેથી યશસ્વી જયસ્વાલે તેનો સરળ કેચ પકડી પેવેલિયન ભેગો કર્યો હતો. મુંબઈના કેપ્ટન રોહિતે 1 ચોગ્ગા અને 2 છગ્ગાની સહાયથી 13 બોલમાં 22 રન કર્યા હતા.

MI v/s RRની મેચ તસવીરોમાં.....

રોહિત શર્માએ મેચ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની જેમ વોર્મઅપ કર્યું હતું.
રોહિત શર્માએ મેચ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીની જેમ વોર્મઅપ કર્યું હતું.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી.
ચાલુ મેચમાં એવિન લેવિસે પ્રાથમિક સારવાર લેવી પડી હતી.
ચાલુ મેચમાં એવિન લેવિસે પ્રાથમિક સારવાર લેવી પડી હતી.
દર્શકોએ સ્ટેન્ડ્સમાં મુંબઈ અને રાજસ્થાનના મેચની મજા માણી હતી.
દર્શકોએ સ્ટેન્ડ્સમાં મુંબઈ અને રાજસ્થાનના મેચની મજા માણી હતી.
નેથન કુલ્ટર નાઈલે 4 ઓવરમાં 14 રન આપી 4 વિકેટ લીધી હતી.
નેથન કુલ્ટર નાઈલે 4 ઓવરમાં 14 રન આપી 4 વિકેટ લીધી હતી.
રાજસ્થાનની ટીમ 90 રનનો સ્કોર જ કરી શકી હતી, જેને ડિફેન્ડ કરવા માટે સંજુ સેમસન ટીમ સાથે મેદાનમાં ઊતર્યો હતો.
રાજસ્થાનની ટીમ 90 રનનો સ્કોર જ કરી શકી હતી, જેને ડિફેન્ડ કરવા માટે સંજુ સેમસન ટીમ સાથે મેદાનમાં ઊતર્યો હતો.
સંજુ સેમસને રોહિતને આઉટ કરવાની તક ગુમાવી હતી.
સંજુ સેમસને રોહિતને આઉટ કરવાની તક ગુમાવી હતી.
એકવાર જીવનદાન મળ્યું હોવા છતાં રોહિત શર્મા આક્રમક શોટ મારવા જતાં આઉટ થયો હતો, જોકે આ દરમિયાન તેના હાથમાંથી બેટ પણ છૂટી ગયું હતું.
એકવાર જીવનદાન મળ્યું હોવા છતાં રોહિત શર્મા આક્રમક શોટ મારવા જતાં આઉટ થયો હતો, જોકે આ દરમિયાન તેના હાથમાંથી બેટ પણ છૂટી ગયું હતું.
ઈશાન કિશને સિક્સ મારીને પોતાની ફિફ્ટીની સાથે ટીમને મેચ પણ જિતાડી હતી. તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 25 બોલમાં 50 રન કર્યા હતા.
ઈશાન કિશને સિક્સ મારીને પોતાની ફિફ્ટીની સાથે ટીમને મેચ પણ જિતાડી હતી. તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 25 બોલમાં 50 રન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...