તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

IPLને હોસ્ટ કરવા પડાપડી:ઈંગ્લેન્ડ સહિત 4 દેશોને ઓફર; ગત સીઝનને હોસ્ટ કરવા BCCIએ UAEને 98.5 કરોડ રૂ. ચૂકવ્યા હતા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જો IPL 2021ની ટૂર્નામેન્ટ રદ થશે તો BCCIને 2500 કરોડનું નુકસાન થશે

કોરોના મહામારીનાં કારણે IPL 2021ને 2 ફેઝમાં અલગ કરી દેવાઈ છે, જેમાં પ્રથમ ફેઝની 29 મેચ રમાઈ ચૂકી છે. જ્યારે બીજા ફેઝની 31 મેચ યોજાવાની બાકી છે. ભારતમાં કોવિડની પરિસ્થિતિ કાબૂમાં ન આવતા BCCI ગત વર્ષની જેમ વિદેશમાં ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે. જેમાં ઈંગ્લેન્ડ, UAE, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકામાંથી કોઈ 1 દેશ આને હોસ્ટ કરી શકશે.

IPLનાં બીજા ફેઝ માટે BCCI 20 દિવસનાં એક વિન્ડોની તપાસ કરી રહી છે. આની પહેલા પણ BCCI સાઉથ આફ્રિકા અને UAEમાં ટૂર્નામેન્ટને હોસ્ટ કરી ચૂકી છે. મીડિયાનાં એહેવાલોને આધારે જાણવા મળ્યું હતું કે ગત સીઝનને હોસ્ટ કરવા માટે BCCIએ UAEને 98.5 કરોડ રૂપિયા આપ્યા હતા.

ભારતીય ટીમનો આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો કાર્યક્રમ પણ લગભગ પેક છે. વળીં, ભારત સિવાય અન્ય દેશની વાત કરીએ તો ઈન્ડિયન ટીમ 14 સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડમાં ટેસ્ટ રમવાની છે. તેથી જ ઈંગ્લેન્ડનાં કાઉન્ટી ક્લબ મિડલસેક્સ, સરે, વોરવિકશાયર અને લેન્કશાયરે IPLનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ત્યારપછી શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાએ પણ આને હોસ્ટ કરવાનું નિવેદન પાઠવ્યું છે. જે પ્રમાણે આમંત્રણ આવી રહ્યા છે એ જોતા લાગે છે કે અન્ય દેશો પણ આ અંગે ભારતીય ક્રિકેટ બોર્ડનો સંપર્ક સાધી શકે છે.

BCCI પાસે 4 વિકલ્પઃ
વિકલ્પ નંબર 1: UAE
UAE BCCIનું પ્રથમ ઓપ્શન હશે. ગત સીઝન પણ અહીંયા હોસ્ટ કરાઈ હોવાથી ક્રિકેટ બોર્ડ આની પસંદગી પહેલા કરી શકે છે. તેવામાં વળી ભારતમાં કોરોના મહામારીનાં પગલે જે પરિસ્થિતિ છે, એ જોતાં લાગી રહ્યું છે કે T-20 વર્લ્ડ કપ પણ UAEમાં યોજાશે. જોકે આમા એક મુશ્કેલી રહેશે કે જો IPLનાં અન્ય મેચ પછી અહીંયા ટૂર્નામેન્ટ યોજાશે તો પિચ ઘણી ધીમી થઈ જશે.

વિકલ્પ નંબર 2: ઈંગ્લેન્ડ
ભારતીય ટીમ મેથી લઈને સપ્ટેમ્બર સુધી ઈંગ્લેન્ડમાંજ રહેવાની છે. એવામાં BCCI ઈંગ્લેન્ડનાં સમરનો સારે એવો ઉપયોગ IPL માટે કરી શકે છે. સપ્ટેમ્બરનાં અંત સુધીમાં એમની પાસે 20 દિવસનો બ્રેક ટાઈમ પણ હશે. વિવિધ દેશનાં ખેલાડીઓ પણ અહીંયા આવી શકે છે.

વિકલ્પ નંબર 3: ઓસ્ટ્રેલિયા
બિગ બેશ લીગ જેવી પ્રસિદ્ધ T20 લીગ પણ ઓસ્ટ્રેલિયા હોસ્ટ કરે છે. તેવામાં જો આ 4 મહિનામાં ઓસ્ટ્રેલિયાની સરકારે કઈક નિયમોમાં ફેરફાર કર્યા અથવા પોલિસી બદલી તો ભારતીય બોર્ડ ત્યાં પણ ટૂર્નામેન્ટનું આયોજન કરી શકે છે. જોકે આના અણસાર ઓછા જણાઈ રહ્યા છે કારણ કે પહેલા ભારતની ટીમ ઈંગ્લેન્ડ જશે ત્યાંથી જો ઓસ્ટ્રેલિયા જાય અને પાછી વર્લ્ડ કપ માટે ભારત અથવા ઈંગ્લેન્ડ આવે તો ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. અત્યારે તો ઓસ્ટ્રેલિયાએ તમામ ભારતીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લાદ્યો છે.

વિકલ્પ નંબર 4: શ્રીલંકા
શ્રીલંકા જુલાઈ કે ઓગસ્ટની વચ્ચે લંકા પ્રીમિયર લીગ કરવા જઈ રહ્યું છે. તેવામાં જો IPL ત્યાં યોજાશે તો શ્રીલંકાની લીગ મેનેજમેન્ટ ટીમ પણ એ જ હોટલ અને અન્ય જગ્યાઓને પોતાની સ્થાનિક લીગમાં વપરાશમાં લઈ શકે છે અને સીઝનને સફળતા પૂર્વક પૂર્ણ કરી શકે છે.

આટલા બધા દેશ IPLને હોસ્ટ કરવા માટે કેમ પડાપડી કરી રહ્યા છે? આના 3 કારણ છે.......
પ્રથમ કારણઃ રેવેન્યૂ

IPL દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. આનું રેવેન્યૂ અન્ય સ્પોર્ટ્સ ઈવેન્ટ કરતા પણ વધારે હોય છે. BCCI આમાં કરોડો રૂપિયા ઈન્વેસ્ટ કરે છે અને જેનાથી એને અઢળક નફો પણ થાય છે. લોકડાઉનમાં મોટાભાગનાં દેશોનાં વિવિધ ઉદ્યોગો ખોટ ખાઈ રહ્યા છે એવામાં UAEએ ગત સીજન આનાથી 100 કરોડ રૂ.ની કમાણી કરી હતી. તેથી બીજા દેશ પણ આને હોસ્ટ કરવા માંગે છે.

બીજુ કારણઃ પર્યટન વિભાગને લાભ મળશે
કોરોનાની પરિસ્થિતિમાં પણ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડે સ્થાનિક દર્શકોને મેચ જોવા માટે પ્રવેશ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ અને ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ હતો એમાં મોટા પ્રમાણમાં દર્શકો મેચ જોવા માટે આવ્યા હતા. વળીં, ઈંગ્લેન્ડમાં પણ દર્શકોને મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવવાની અનુમતિ અપાઈ છે. IPLતો સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે, જેથી એને જોવા માટે દેશ-વિદેશથી લોકો પણ આવી શકે છે અને સ્થાનિક પ્રવાસન વિભાગને પણ રાહત થઈ શકે છે.

ત્રીજુ કારણઃ વિવિધ ક્ષેત્રોને રોજગારી પણ મળશે
હોસ્ટિંગ બોર્ડને બાદ કરતા પણ દેશને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળી શકે છે. જેમકે જાહેરાતો, ઓફિશિયલ પાર્ટનર્સ, સ્પોન્સર્સ વગેરે.

ટૂર્નામેન્ટ રદ થશે તો BCCIને 2500 કરોડનું નુકસાન થશે
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે અત્યારે અમે IPL અંગે કોઈપણ પ્રકારનો ત્વરિત નિર્ણય લેવા માગતા નથી. ધીરે-ધીરે આનો નિર્ણય લેવાશે. જો IPL આ વર્ષે નહીં યોજાય તો BCCIને 2500 કરોડનું નુકસાન થશે.

IPL નવેમ્બર - ડિસેમ્બરમાં યોજાશે નહીં
આ વર્ષે IPLને અન્ય 31 મેચ રમવા માટે નવેમ્બર-ડિસેમ્બરનો સ્લોટ મળી શકે છે. પરંતુ આ સમય દરમિયાન ઈંગ્લેન્ડ ટીમને ઓસ્ટ્રેલિયામાં એશીઝ સીરીજ રમવા જવાનું છે. આગામી સીઝનમાં મેગા ઓક્શન પણ થશે, એટલે નવેમ્બર-ડિસેમ્બરમાં IPLનું આયોજન શક્ય જણાઈ રહ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...