SRHએ RCBને 4 રનથી હરાવ્યું:હૈદરાબાદે કોહલી એન્ડ ટીમના મોઢામાં આવેલો જીતનો કોળિયો છીનવ્યો, ભુવનેશ્વર કુમારે પલટી મેચ

17 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPLના બીજા લેગમાં હવે ગણતરીની મેચ જ બાકી રહી છે. તેવામાં પ્લેઓફમાં ટોપ-3 ટીમનું સ્થાન નક્કી થઈ ગયું છે. (ચેન્નઈ, દિલ્હી, બેંગ્લોર) બુધવારે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં પહેલા બેટિંગ દરમિયાન SRHએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને 141 રન કર્યા હતો. જેના જવાબમાં RCB 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને માત્ર 137 રન જ કરી શકી હતી. હૈદરાબાદની આક્રમક બોલિંગના પગલે તેમની ટીમે 4 રનથી મેચ જીતી લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

કેપ્ટન કોહલી ફેલ, RCBની ધીમી શરૂઆત

 • RCBની પહેલી વિકેટ કેપ્ટન વિરાટ કોહલીના રૂપે પડી હતી. ભુવનેશ્વર કુમારે તેને પહેલી ઓવરમાં જ પેવેલિયન ભેગો કર્યો હતો.
 • કોહલી પછી ડેનિયલ ક્રિશ્ચિયન પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો અને 1 રન કરી આઉટ થયો હતો.
 • આવી રીતે જ બેંગ્લોરે 38 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી.
 • ઉમરાન મલિકે શ્રીકર ભરતને આઉટ કરી પોતાની પહેલી IPL વિકેટ લીધી હતી.
 • ગ્લેન મેક્સવેલ અને પડ્ડિકલે ચોથી વિકેટ માટે 44 બોલમાં 54 રન જોડ્યા હતા.

સનરાઇઝર્સ હૈદરાબાદની ધીમી શરૂઆત

 • પહેલા બેટિંગ કરતા અભિષેક શર્મા બીજી જ ઓવરમાં આઉટ થઈ ગયો હતો.
 • RCBને બીજી વિકેટ હર્ષલ પટેલે અપાવી હતી, તેણે કેપ્ટન કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કર્યો હતો.
 • બીજી વિકેટ માટે જેસન રોય અને કેન વિલિયમ્સન વચ્ચે 58 બોલમાં 70 રન કર્યા હતા.
 • ડેનિયલ ક્રિશ્ચિયને પોતાની એક જ ઓવરમાં પ્રિયમ ગર્ગ અને જેસન રોયે વિકેટ લીધી હતી.

RCBના 12 મેચમાં 16 પોઈન્ટ
આ સમયે બેંગ્લોર પાસે 12 મેચમાં 16 પોઇન્ટ છે. વળી હૈદરાબાદ સિવાય બેંગ્લોર, દિલ્હી વિરૂદ્ધ પણ મેચ રમશે. જો આ બંને મેચ વિરાટ સેના જીતી જશે તો તેના પણ 20 પોઇન્ટ થઈ જશે. જો રન-રેટ સારી રહી તો RCB પણ ટોપ-2માં ફિનિશ કરી શકે છે.

હૈદરાબાદ વિરૂદ્ધ ફરી એકવાર બેંગ્લોરે સારી શરૂઆત કરવી પડશે. આના માટે ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડિકલે સારી ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાવી પડશે. આ બંને ખેલાડી સારા ફોર્મમાં જોવા મળ્યા હતા.

મેક્સવેલ પણ આક્રમક ફોર્મમાં, ડિવિલિયર્સે કર્યા નિરાશ
વળી મિડલ ઓર્ડરમાં ગ્લેન મેક્સવેલ સારી બેટિંગ કરી રહ્યો છે. એની સાથે તે જરૂર જણાય તો સારી બોલિંગ પણ કરી શકે છે. પંજાબ વિરૂદ્ધ તેણે 33 બોલમાં 57 રનની ઈનિંગ રમીને ટીમને મેચમાં વાપસી કરાવી હતી. જ્યારે એ.બી.ડિવિલિયર્સનું ફોર્મ ચિંતાનો વિષય બની ગયો છે. ફેઝ-2માં તેણે એકપણ અર્ધસદી નોંધાવી નથી.

વળી જો ટીમની બોલિંગની વાત કરીએ તો હર્ષલ પટેલ અને મોહમ્મદ સિરાજ સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેવામાં યુઝવેન્દ્ર ચહલ અને શાહબાઝ અહેમદ સ્પિન ડિપાર્ટમેન્ટની આગેવાની સંભાળી રહ્યા છે.

હૈદરાબાદ પાસે ગુમાવવાનું કંઈ જ નથી
જો SRHની વાત કરીએ તો આ ટીમ પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. ટીમ પહેલા જ પ્લે-ઓફથી બહાર ફેંકાઈ ગઈ છે. ફેઝ-2માં હૈદરાબાદની ટીમે પાંચ મેચ રમી છે. જેમાં ટીમ એકમાત્ર મેચ જીતી શકી છે. (રાજસ્થાન સામે) હૈદરાબાદની ટીમ બેંગ્લોર વિરૂદ્ધની મેચ જીતી સતત 2 જીત સાથે IPL 2021ની સીઝન સારી રીતે પૂર્ણ કરવા મેદાનમાં ઉતરશે.

બંને ટીમની પ્લેઇંગ-11

 • RCB- વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડિકલ, શ્રીકર ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, ડેનિયલ ક્રિસ્ચિયન, શાહબાઝ અહેમદ, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ
 • SRH- જેસન રોય, ઋદ્ધિમાન સાહા, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કોલ, ઉમરાન મલિક

મેચની જાણકારી, અબુધાબી

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે6 ઓક્ટોબર 2021 (20 ઓવર)
અમ્પાયર્સ

ઉલ્હાસ ગાંધે, સુંદરમ રવિ

ટીવી અમ્પાયર્સક્રિસ ગેફને
રિઝર્વ અમ્પાયર્સતપન શર્મા
મેચ રેફરીનારાયણન કુટ્ટી
ટોસRCBએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
અન્ય સમાચારો પણ છે...