• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021| RCB Vs SRH | Daniel Landed To Swim In The Field !, Irfan Pathan Commented In Gujarati; Hershal Picked Up The Stumps

RCB v/s SRHની મેચ તસવીરોમાં:ડેનિયલ મેદાનમાં સ્વિમિંગ કરવા ઊતર્યો!, ઇરફાન પઠાણે ગુજરાતીમાં કોમેન્ટરી કરી; હર્ષલે સ્ટમ્પ્સ ઉખાડી હાથમાં લઈ લીધાં

19 દિવસ પહેલા
  • SRHના બોલર ભુવનેશ્વર કુમારે પલટી મેચ

IPLમાં બુધવારે ટૂર્નામેન્ટની 52મી મેચ રોયલ ચેલેન્જર બેંગલોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી, જેને છેલ્લા બોલે SRHએ 4 રનથી જીતી લીધી હતી. આ મેચ દરમિયાન RCBના પ્લેયર્સે પણ જોવા જેવી કરી હતી, ડેનિયલે ફિલ્ડિંગ દરમિયાન જાણે સ્વિમિંગ કરતો હોય તેમ ડાઇવ મારી હતી. વળી, બીજી બાજુ હર્ષલ પટેલે જેસન હોલ્ડરને રનઆઉટ કરવા સ્ટમ્પ્સ ઉખાડી હાથમાં લઈ લીધાં હતા.

એટલું જ નહીં, આ મેચમાં ખેલાડી સાથે કોમેન્ટેટર્સ પણ ગુજરાતીઓના રંગમાં રંગાયા હતા. ઉલ્લેખનીય છે કે ચાલુ મેચમાં હર્ષલ પટેલથી ફુલટોસ નો-બોલ પડી જતાં ઈરફાન પઠાણે તેનો બચાવ કર્યો હતો. તેણે ગુજરાતીમાં લાઇવ મેચ દરમિયાન કહ્યું હતું કે માણસ માત્ર ભૂલને પાત્ર. તો ચલો, આપણે આ મેચની આવી જ કેટલીક ઘટના પર તસવીરોના માધ્યમથી નજર ફેરવીએ.....

હર્ષલના બોલિંગ સ્પેલ દરમિયાન થઈ જોવાજેવી
આ મેચમાં RCBના ફાસ્ટ બોલર હર્ષલ પટેલે આક્રમક બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 33 રન કરી 3 વિકેટ પણ લીધી હતી. તેના આ બોલિંગ સ્પેલ દરમિયાન હર્ષલે જોવાજેવી કરી હતી. પહેલા તો પોતાની બોલિંગ દરમિયાન જેસન હોલ્ડરને રન આઉટ કરવા માટે તેણે નોનસ્ટ્રાઇકર એન્ડ બાજુના સ્ટમ્પ્સ ઉખાડી હાથમાં લઈ લીધાં હતાં. જોકે થર્ડ અમ્પાયરના નિર્ણય બાદ SRHનો બેટર હોલ્ડર નોટઆઉટ જાહેર થયો હતો.

લાઇવ મેચમાં ઇરફાન પઠાણે ગુજરાતીમાં કોમેન્ટરી કરી!
છેલ્લી ઓવરનો પાંચમો બોલ હર્ષલના હાથમાંથી છૂટી જતાં તે બેટરના માથા પરથી ફુલટોસ ગયો હતો. જોકે અમ્પાયરે પણ તેને નોબોલ જાહેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે હર્ષલ પટેલ સ્લોઅર યોર્કર નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તે પ્રોપર લેન્થ પર પડ્યો નહોતો. આ અંગે કોમેન્ટરી કરી રહેલા ઈરફાન પઠાણે પણ તેનો બચાવ કર્યો હતો. તેણે લાઇવ મેચ દરમિયાન ગુજરાતી ભાષામાં કહ્યું હતું કે 'માણસ માત્ર ભૂલને પાત્ર'.

RCB v/s SRHની મેચ તસવીરોમાં....

મેચ પહેલાં ટીમનો RCB ટીમનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ વોર્મઅપ કરતો નજરે પડ્યો હતો.
મેચ પહેલાં ટીમનો RCB ટીમનો ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ વોર્મઅપ કરતો નજરે પડ્યો હતો.
રોયલ ચેલેન્જર બેંગલોરે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી.
રોયલ ચેલેન્જર બેંગલોરે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી.
RCBનો બોલર ગાર્ટન, અભિષેક શર્માને આઉટ કરીને વિરાટને ભેટી પડ્યો.
RCBનો બોલર ગાર્ટન, અભિષેક શર્માને આઉટ કરીને વિરાટને ભેટી પડ્યો.
બીજી વિકેટ માટે જેસન રોય અને કેન વિલિયમ્સન વચ્ચે 58 બોલમાં 70 રન કર્યા હતા.
બીજી વિકેટ માટે જેસન રોય અને કેન વિલિયમ્સન વચ્ચે 58 બોલમાં 70 રન કર્યા હતા.
હર્ષલ પટેલે હૈદરાબાદના કેન વિલિયમ્સન સહિત 3 વિકેટ લીધી હતી.
હર્ષલ પટેલે હૈદરાબાદના કેન વિલિયમ્સન સહિત 3 વિકેટ લીધી હતી.
ડેનિયલ ક્રિશ્ચિયન બોલ પકડવા માટે જાણે સ્વિંમિંગ પૂલમાં ડાઇવ મારતો હોય એવી રીતે જોવા તસવીરમાં કેદ થયો હતો.
ડેનિયલ ક્રિશ્ચિયન બોલ પકડવા માટે જાણે સ્વિંમિંગ પૂલમાં ડાઇવ મારતો હોય એવી રીતે જોવા તસવીરમાં કેદ થયો હતો.
ડેનિયલ ક્રિશ્ચિયને પણ 2 વિકેટ લીધી હતી.
ડેનિયલ ક્રિશ્ચિયને પણ 2 વિકેટ લીધી હતી.
જેસન હોલ્ડરને રન આઉટ કરવા માટે હર્ષલ પટેલે સ્ટમ્પ્સ ઉખાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે આની પહેલાં નોનસ્ટ્રાકર એન્ડ પર આવેલી સ્ટમ્પ્સની બેલ પડી જતાં હર્ષલે ક્રિકેટના નિયમોના આધારે આમ બેટરને રન આઉટ કરવા કર્યું હતું.

વિરાટ કોહલી એન્ડ ટીમને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
વિરાટ કોહલી એન્ડ ટીમને જીતવા માટે 142 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
હૈદરાબાદની ટીમ ટાર્ગેટ ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઊતરી.
હૈદરાબાદની ટીમ ટાર્ગેટ ડિફેન્ડ કરવા માટે મેદાનમાં ઊતરી.
મેચ દરમિયાન જોવા મળેલી તસવીરમાં વિરાટ કોહલીની આંખો જાણે ચાર થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું હતું.
મેચ દરમિયાન જોવા મળેલી તસવીરમાં વિરાટ કોહલીની આંખો જાણે ચાર થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું હતું.
બેક ટુ બેક વિકેટ ગુમાવ્યા પછી ગ્લેન મેક્સવેલ અને પડ્ડિકલે ચોથી વિકેટ માટે 44 બોલમાં 54 રન જોડ્યા હતા.
બેક ટુ બેક વિકેટ ગુમાવ્યા પછી ગ્લેન મેક્સવેલ અને પડ્ડિકલે ચોથી વિકેટ માટે 44 બોલમાં 54 રન જોડ્યા હતા.
ગ્લેન મેક્સવેલ રનઆઉટ થયો એ દરમિયાનની તસવીર.
ગ્લેન મેક્સવેલ રનઆઉટ થયો એ દરમિયાનની તસવીર.
ભુવનેશ્વર કુમારે બાઉન્ડરી પર અહેમદનો કેચ છોડ્યો હતો.
ભુવનેશ્વર કુમારે બાઉન્ડરી પર અહેમદનો કેચ છોડ્યો હતો.
RCBએ 4 રનથી SRHને હરાવ્યું: હૈદરાબાદે કોહલી એન્ડ ટીમના મોઢામાંથી જીતનો કોળિયો છીનવ્યો, ભુવનેશ્વર કુમારે પલટી મેચ.
RCBએ 4 રનથી SRHને હરાવ્યું: હૈદરાબાદે કોહલી એન્ડ ટીમના મોઢામાંથી જીતનો કોળિયો છીનવ્યો, ભુવનેશ્વર કુમારે પલટી મેચ.
અન્ય સમાચારો પણ છે...