RCBએ 6 રનથી PBKSને હરાવ્યું:છેલ્લી ઓવરમાં જીત સાથે વિરાટ સેના પ્લેઓફમાં પહોંચી, ટોપ-4ની રેસમાંથી પંજાબ લગભગ બહાર

17 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2021 ફેઝ-2માં રવિવારે પહેલી મેચ રોયલ ચેલેન્જર બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી હતી. મેચમાં RCBએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 164/7નો સ્કોર કર્યો છે. તેવામાં 165 રનનો ટાર્ગેટ ચેઝ કરતા પંજાબે 158/6નો સ્કોર કર્યો જેથી RCBએ 6 રનથી મેચ જીતી લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

મેચમાં જીત સાથે RCBએ પ્લેઓફમાં જગ્યા પાક્કી કરી લીધી છે. વળી પંજાબ કિંગ્સ હવે ટોપ-4ની રેસમાંથી લગભગ બહાર જતી રહી છે.

વિરાટની કેપ્ટનશિપ હેઠળ RCBએ અત્યારસુધી 11 મેચમાં 14 પોઇન્ટ મેળવ્યા છે. આ મેચમાં જીતની સાથે વિરાટ એન્ડ કંપની પ્લેઓફમાં પોતાની જગ્યા સુનિશ્ચિત કરી લેશે. એટલું જ નહીં તે ટોપ-2માં ફિનિશ કરે તેવી તક પણ રહેશે. બીજી બાજુ પંજાબના 12 મેચમાં 10 પોઇન્ટ છે. તેવામાં બેંગ્લોર સામે જો તે આ મેચ હારી જશે તો ટોપ-4માં ફિનિશ કરવાનું તેમના માટે મુશ્કેલ રહેશે.

RCBની આક્રમક બેટિંગ

  • વિરાટ અને પડ્ડિકલે પહેલી વિકેટ માટે 68 રન જોડ્યા હતા. મોઈસ હેનરિક્સે કોહલી (25)ને આઉટ કરીને આ પાર્ટનરશિપ તોડી હતી. તેના
  • બીજા જ બોલ પર હેનરિક્સે ડેનિયલ ક્રિશ્ચિયનને શૂન્ય પર આઉટ કરીને પંજાબને બેક ટુ બેક વિકેટ અપાવી હતી.
  • શાનદાર લયમાં જોવા મળતા દેવદત્ત પડ્ડિકલ (40)ની વિકેટ પણ હેનરિક્સે લીધી હતી.

ડી વિલિયર્સ અને મેક્સવેલે ચોથી વિકેટ માટે 40 બોલમાં 73 રન જોડ્યા

  • ડી વિલિયર્સ 23 રન પર આઉટ થઈને પેવેલિયન ભેગો થયો હતો.
  • મેક્સવેલે 33 બોલમાં 57 રન કર્યા હતા. ટૂર્નામેન્ટમાં આ તેની સતત ત્રીજી અર્ધસદી હતી.​​​
  • ​મોહમ્મદ શમીએ છેલ્લી ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ લીધી હતી.

ટોપ-4ની રેસમાં પંજાબ
પોઇન્ટ ટેબલની અત્યારની સ્થિતિ જોવા જઈએ તો ચેન્નઈ, દિલ્હી અને બેંગ્લોરનું પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત છે. વળી અંતિમ ચારની રેસમાં પંજાબ સહિત કોલકાતા, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન પણ સામેલ છે.

RCB પ્લેઓફમાં પહોંચી શકશે
વિરાટની પ્લેઇંગ-11 અત્યારે સારી જણાઈ રહી છે. નંબર-3 પર કેએસ ભરત સારુ પ્રદર્શન કરી રહ્યો છે. વળી ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદના આગમનથી પણ ટીમનું સંતુલન પહેલા કરતા વધારે સારુ જણાઈ રહ્યું છે.

પંજાબે તેમના મિડલ ઓર્ડર બેટરને કોલકાતા સામેની અગાઉની મેચમાં ક્રિસ ગેલની ગેરહાજરીમાં એક -એક સ્થાન ઉપર મોકલ્યા હતા અને તેમની આ વ્યૂહરચના સફળ રહી હતી. તેનો ફાયદો ઉઠાવીને આક્રમક બેટર શાહરૂખ ખાન અને ફેબિયન એલનને યોગ્ય ક્રમમાં રમવાની તક મળી હતી. અત્યારે એલની ફિટનેસ પર પ્રશ્નાર્થ ચિહ્ન છે. ટીમે તે મેચ માટે ફિટ રહેશે કે કેમ એ અંગે વિગતો આપી નથી.

બંને ટીમની પ્લેઇંગ-11

  • PBKS: કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પૂરન, એડન મારક્રમ, ઓનરિકેઝ, સરફરાઝ, શાહરુખ ખાન, હરપ્રીત બ્રાર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી
  • RCB: વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડિકલ, કે.એસ.ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, શાહબાઝ અહેમદ, ડેનિયલ ક્રિસ્ચિયન, જ્યોર્જ ગાર્ટન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

મેચની જાણકારી, શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે3 ઓક્ટોબર 2021 (20 ઓવર)
અમ્પાયર્સ

કે.એન.અનંતપજ્ઞનાભન, રિચર્ડ ઇલિંગવર્થ

ટીવી અમ્પાયર્સકૃષ્ણામાચારી શ્રીનિવાસન
રિઝર્વ અમ્પાયર્સયશવંત બર્ડે
મેચ રેફરીપ્રકાશ ભટ્ટ
ટોસRCBએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
અન્ય સમાચારો પણ છે...