• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021| RCB Vs KKR | The Team Will Take To The Field To Commemorate Kohli's Last IPL As The Captain Of Bangalore, The Losing Team Will Be Out Of The Tournament

KKRએ 4 વિકેટથી RCBને હરાવ્યું:કોલકાતા રોમાંચક જીત સાથે ક્વોલિફાયર-2માં પહોંચી, હાર સાથે RCBના કેપ્ટન તરીકે કોહલીની વિરાટ સફરનો અંત

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવારે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાઈ હતી. જેમાં RCBના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. તેવામાં વિરાટ સેનાએ એલિમિનેટર મેચમાં 20 ઓવર દરમિયાન 6 વિકેટના નુકસાને 139 રન કર્યા હતા. જેના જવાબમાં કોલકાતાએ 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 4 વિકેટથી મેચ જીતી લીધી છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો......

ટાર્ગેટ ચેઝ કરતા કોલકાતાએ સારી શરૂઆત કરી હતી. શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પાંચ ઓવરમાં 41 રન ઉમેર્યા હતા. આ ભાગીદારીને હર્ષલ પટેલે ગિલ (29)ને આઉટ કરીને તોડી હતી. ત્યારપછી યુઝવેન્દ્ર ચહલે રાહુલ ત્રિપાઠી (6)ને આઉટ કરીને ટીમને બીજી વિકેટ અપાવી હતી. વેંકટેશ અય્યર (26)ને હર્ષલ પટેલે આઉટ કર્યો હતો. તેવામાં ચહલે નીતીશ રાણા (23)ને પેવેલિયન ભેગો કર્યો હતો.

  • ઇનિંગની ચોથી ઓવરમાં શુભમન ગિલે જ્યોર્જ ગાર્ટન સામે સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
  • શુભમન ગિલ અને વેંકટેશ અય્યરે પ્રથમ વિકેટ માટે 32 બોલમાં 41 રન જોડ્યા હતા.
  • KKRનો સ્કોર પાવરપ્લે સુધી 48/1 હતો.
  • સુનીલે પહેલા જ બોલમાં છગ્ગા સાથે પોતાની ઈનિંગની શરૂઆત કરી હતી.
  • નીતિશ રાણા અને સુનીલ નરેને ચોથી વિકેટ માટે 20 બોલમાં 31 રન જોડ્યા હતા.
  • મોહમ્મદ સિરાજે 18મી ઓવરમાં સુનીલ નરેન (26) અને દિનેશ કાર્તિક (10)ને આઉટ કર્યા હતા.

RCBની સારી શરૂઆત બાદ વિકેટ્સ ગુમાવી, વિરાટે 900 ચોગ્ગા ફટકાર્યા

  • ટોસ જીત્યા પછી RCBની સારી શરૂઆત રહી હતી. વિરાટ કોહલી અને દેવદત્ત પડ્ડિકલે બેક ટુ બેક ચોગ્ગા મારીને કોલકાતાના બોલર્સ પર પ્રેશર બનાવી રાખ્યું હતું. તેવામાં KKRના બોલર લોકી ફર્ગ્યુસને દેવદત્ત પડ્ડિકલ (21)ને આઉટ કર્યો હતો.
  • વિરાટ કોહલીએ આ મેચમાં T-20 ફોર્મેટમાં 900થી વધુ ચોગ્ગા મારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો.
  • કેપ્ટન કોહલીએ પહેલી વિકેટમાં દેવદત્ત પડ્ડિકલ સાથે 49 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
  • પડ્ડિકલ આ સીઝનમાં અત્યારસુધી 411 રન કરી ચૂક્યા છે. ગત વર્ષે તેણે 15 ઈનિંગમાં 473 રન કર્યા હતા.
  • RCBએ પાવરપ્લે સુધી 53/1 રન કર્યા હતા. ત્યારપછી 112 રનમાં બેંગ્લોરની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
  • કોલકાતાના બોલર સુનીલ નરેને 4 ઓવરમાં 21 રન આપી 4 વિકેટ ગુમાવી હતી.

કોહલીના નેતૃત્વમાં RCB 2016માં પહેલીવાર ફાઇનલમાં પહોંચી હતી, જેણે આ સીઝન બાદ કેપ્ટનશિપ છોડવાનો નિર્ણય લીધો હતો. પરંતુ તેઓ ટાઇટલ જીતી શક્યા નહોતા. આના સિવાય તેમના નેતૃત્વમાં ટીમ 2015 અને 2020માં પણ પ્લેઓફમાં પહોંચી હતી અને હવે કોહલી કેપ્ટનશિપથી ભવ્ય વિદાય લેવા ઈચ્છશે. વળી બીજી બાજુ KKRની પ્રતિષ્ઠા ફરી મેળવવાનો પડકાર મોર્ગન સામે યથાવત રહેશે.

હેડ ટુ હેડ
કોલકાતાએ 2012થી 2014 દરમિયાન ગૌતમ ગંભીરની કેપ્ટનશિપ હેઠળ 2 ટાઈટલ પણ જીત્યા હતા. તેવામાં જો ડેટાની વાત કરીએ તો બેંગ્લોર કરતા કોલકાતાનું પલડું ભારે જોવા મળે છે. KKRએ 28 મેચમાં 15 જીત મેળવી છે. તેવામાં બીજી બાજું વિરાટ કોહલી એન્ડ ટીમ ટેબલ ટોપર ટીમ દિલ્હીને છેલ્લા બોલ પર સિક્સ મારી હરાવીને એલિમિનેટરમાં રમવા આવશે. જેથી ટીમ આક્રમક લયમાં જ આ મેચમાં પ્રદર્શન દાખવી શકે છે.

બંને ટીમ પાસે ગેમ ચેન્જર પ્લેયર્સ છે
એલિમિનેટરની બંને ટીમ પાસે આક્રમક અને મેચ વિનર પ્લેયર્સ છે. RCBમાં કેપ્ટન કોહલીની સાથે એ.બી.ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ તથા દેવદત્ત પડ્ડિકલ જેવા વિસ્ફોટક બેટર્સ છે. તેવામાં શ્રીકર ભરતની બેટિંગ બેંગ્લોરની ટીમને મેચમાં હાઇસ્કોર કરવા તથા ચેઝ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. RCBના વિકેટ કીપર બેટર શ્રીકર ભરતે ગત મેચમાં 52 બોલમાં 78* રન કર્યા હતા, જેમાં છેલ્લા બોલ પર સિક્સ મારી તેને ટીમને મેચ પણ જીતાડી હતી. એટલું જ નહીં આ ટીમમાં હર્ષલ પટેલ જેવા બોલર હોવાથી કોલકાતાને પરાસ્ત કરવા માટે કોહલી એન્ડ કંપની પરફેક્ટ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરી શકે છે.

KKRની ધારદાર બોલિંગ પણ બેંગ્લોરને મુશ્કેલીમાં મૂકી શકે છે. ટીમના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન અને શિવમ માવી ફરીથી ફોર્મમાં આવી જતા એલિમિનેટરમાં સારી ભૂમિકા ભજવી શકે છે. તેવામાં વરુણ ચક્રવર્તી, સુનીલ નરેન તથા શાકિબ અલ હસન પણ સારી બોલિંગ કરી રહ્યા હોવાથી ટીમના બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મોટાભાગે ફેરફાર થાય તેમ જણાતું નથી.

વળી કોલકાતાની બેટિંગની વાત કરીએ તો શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી અને નીતિશ રાણા સારુ પ્રદર્શન દાખવી રહ્યા છે. તેવામાં શારજાહની સ્લો પિચ પર તેઓ હર્ષલ પટેલ અને ચહલની બોલિંગનો કેવી રીતે સામનો કરશે તે જોવા જેવું રહેશે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • RCB- વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડિકલ, શ્રીકર ભરત, ડેનિયલ ક્રિશ્ચિયન, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, જ્યોર્જ ગાર્ટન, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
  • KKR- શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નરેન, લોકી ફર્ગ્યુસન, શિવમ માવી, વરૂણ ચક્રવર્તી
અન્ય સમાચારો પણ છે...