• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021 | Prithvi Escaped From The Fielder But The Spectator Caught The Catch With One Hand, Dhawan Also Started Clapping.

દર્શક બન્યો 12th મેન:પૃથ્વી શો ફિલ્ડરથી તો બચ્યો પરંતુ દર્શકે એક હાથે કેચ પકડી લીધો, ધવન પણ તાળીઓ પાડવા લાગ્યો

14 દિવસ પહેલા

પૃથ્વી શોએ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની ક્વોલિફાયર-1માં આક્રમક બેટિંગ કરી હતી, તેણે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ચારેય બાજુ બેક ટુ બેક આક્રમક શોટ્સ મારી 34 બોલમાં 60 રન કર્યા હતા. તેવામાં પૃથ્વીની આવી જ એક સિક્સને સ્ટેન્ડ્સમાં બેઠેલા દર્શકે એક હાથે પકડી લેતા દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.

પૃથ્વીએ શાર્દૂલની ઓવરમાં સિક્સ મારી, દર્શકે પકડ્યો કેચ
દિલ્હીના બેટર પૃથ્વી શોએ ચેન્નઈના જોશ હેઝલવુડ, દીપક ચાહર તથા શાર્દૂલ ઠાકુર જેવા બોલર્સને બેક ટુ બેક હિટ મારી મુશ્કેલીમાં મૂકી દીધા હતા. તેવામાં ધોનીએ શાર્દૂલ ઠાકુરને ઈનિંગની 4થી ઓવ કરવા માટે બોલાવ્યો હતો. જેના પહેલા બોલ પર પૃથ્વી શોએ 84 મીટરની સિક્સ મારી હતી. આ સિક્સ એટલી પાવરફુલ હતી કે ગ્રાઉન્ડ પર ફિલ્ડિંગ કરેલા ખેલાડીએ પણ હાથ અધ્ધર કરી દીધા હતા, પરંતુ સ્ટેન્ડ્સમાં બેઠેલા એક દર્શકે એક હાથે કેચ પકડીને પ્રશંસનીય કેચ પકડ્યો હતો.

દર્શક સ્ટેન્ડ્સમાં નાચવા લાગ્યો
ફિલ્ડર માટે પણ પકડવો મુશ્કેલ હોય તેવો કેચ પકડીને સ્ટેન્ડ્સમાં બેઠેલો દર્શક બે હાથ અધ્ધર કરીને નાચવા લાગ્યો હતો. તેનો આ કેચ જોઈને આસપાસ બેઠેલા ક્રિકેટ ફેન્સે પણ આ દર્શકની પ્રશંસા કરી હતી. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થતા સ્ટેડિયમમાં લોકો તેને ચિયર કરવા લાગ્યા હતા. જોકે કેચ પકડ્યા પછી દર્શકે તાત્કાલિક બોલને ગ્રાઉન્ડ તરફ ફેંકી દીધો હતો.

શિખર ધવન તાળિઓ પાડવા લાગ્યો
પૃથ્વી શોએ આક્રમક બેટિંગ શરૂ કરી દેતા શિખર ધવન પણ ખુશ થઈ ગયો હતો. તેણે આ સિક્સ પછી પૃથ્વી શોની બેટિંગની પ્રશંસા કરતા તાળિઓ પાડવાનું શરૂ કરી દીધું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન એવું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે કે દર્શકના કેચ પછી પણ ધવન આમ ચિયર કરી રહ્યો હોય.

CSKએ 4 વિકેટથી દિલ્હીને હરાવ્યું
પ્રથમ ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 4 વિકેટથી હરાવ્યું હતું. CSKને અંતિમ ઓવરમાં 13 રનની જરૂર હતી અને ટોમ કરન બોલિંગ કરી રહ્યો હતો. ચેન્નઈના કેપ્ટન એમ.એસ.ધોનીએ સતત ત્રણ ચોગ્ગા ફટકારીને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી. ચેન્નઈ 9મી વખત IPLની ફાઇનલમાં પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...