તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના સંક્રમણાના બેકાબૂ કેસોના પગલે BCCIએ કોવિડ પ્રોટોકોલનું કડકાઈથી પાલન કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં તમામ ખેલાડીઓ બાયો બબલમાં રહીને આખી સિઝન રમી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન થાય તે માટે GPS ડિવાઈઝની સહાયત લેવામાં આવી છે. બાયો બબલનું ઉલ્લંઘન ન થાય તે માટે પ્રત્યેકની ટીમમાં 4-4 કોરોના અધિકારીઓની ટૂકડી આપવામાં આવી છે. IPLની પ્રથમ મેચ 9 એપ્રિલે ડિફેન્ડિંગ ચેમ્પિયન MI અને RCB વચ્ચે યોજાશે. સિઝનનું ફાઈનલ 30 મેના રોજ થશે.
રિસ્ટબેન્ડ અને ચેઈનથી બાયો-બબલના હદની જાણ થશે
ખેલાડી બાયો-બબલમાં રહે અને તેમના વિસ્તારની હદથી બહાર ન જાય તે માટે તેમને ટ્રેકિંગ ડિવાઈસની સુવિધા અપાશે. આ ડિવાઈસ રિસ્ટ બેન્ડ અને ચેઈનના રૂપમાં હશે. જે જાણતા-અજાણતા ખેલાડીને બાયો-બબલનો ભંગ કરતા પણ રોકશે. જેનાથી ખેલાડીઓને જાણ થશે કે કયા વિસ્તારમાં તેણે જવાનુ રહેશે અને અગર તે બાયો-બબલ ઝોનથી બહાર આવશે, તો એક એલર્ટ ટોન સાથે ખેલાડીને સતર્ક કરાશે.
બાયો-બબલના ઉલ્લંઘન પર 7 દિવસ ફરી ક્વોરન્ટીન રહેવું પડશે
જેમાં અગર કોઈ ખેલાડી બાયો-બબલનો ભંગ કરશે તો તેની જાણ અધિકારીઓને થઈ જશે. તેવા ખેલાડીને ફરીથી 7 દિવસ ક્વોરન્ટીન રહેવું પડશે. ખેલાડીને આ પહેલા કોરોના ટેસ્ટ કરાવવો પડશે અને જો રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેને ટીમ સાથે ફરી જોડાવવાનો આદેશ અપાશે.
ગત સિઝનમાં UKની કંપનીએ ડિવાઈસ અપાયા હતા
UAEમાં IPLની ગત સિઝનમાં UKની કંપનીએ રિસ્ટબેન્ડના રૂપમાં ટ્રેકિંગ ડિવાઈસ ઉપલબ્ધ કરાવ્યું હતું. જોકે હજુ સુધી આ પ્રકારના ડિવાઈસ ટીમના ખેલાડીઓને અપાયા નથી, પરંતુ IPLની મેનેજમેન્ટ ટીમે જલ્દીથી ડિવાઈસ ઉપલબ્ધ કરાવવા તાકીદ કરી છે.
UAEમાં 1 જ કોરોના અધિકારી ટીમમાં સામેલ હતો
ગત સિઝનમાં બાયો-બબલ પર વોચ રાખવા માટે માત્ર એક અધિકારીની નિયુક્તી કરાઈ હતી. પરંતુ ભારતમાં કોરોનની ગંભીર પરિસ્થિતિના પગલે કડક દેખરેખ રાખવાનો નિર્ણય કરાયો છે. જેથી આ સિઝનમાં દરેક ટીમમાં 4-4 કોરોના અધિકારીઓ ગાઈડલાઈનના અનુસરણને ચકાસવા અર્થે કાર્યરત રહેશે. BCCIના સૂત્રોના આધારે IPL-13માં ઘણીબધી ટીમોએ હળવાશથી કોવિડના પ્રોટોકોલનું પાલન કર્યું હતું. જેથી આ વખતે તેઓએ સખતાઈ દાખવવા માટે 4 અધિકારીઓની નિયુક્તી કરી છે.
આ અધિકારીઓ પ્રત્યેક દિવસે બોર્ડને રિપોર્ટ આપતા રહેશે, જેથી કોવિડ પ્રોટોકોલને હળવાશથી લેતી તમામ ટીમો પર બોર્ડ કડક કાર્યવાહી હાથ ધરી શકશે. 2020માં IPL શરૂ થાય તે પહેલા 3 ખેલાડીઓ સહિત 11 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
હેલ્થ ઊપર પ્રત્યેક દિવસ અપડેટ કરવું પડશે
આ એપમાં ખેલાડીઓ સહિત તેમના પરિવારના સભ્યોએ પણ રોજ અપડેટ કરતા રહેવું પડશે. જેથી BCCIના આરોગ્ય અધિકારીઓ તેમના હેલ્થની જાણકારીની નોઁધ રાખી શકે. દરેકે પોતાના શરીરનું તાપમાન અને અન્ય સવાલોના પણ જવાબ આપવાના રહેશે. જોકે BCCIએ અત્યારસુધી કઈ એપનો ઉપયોગ કરવાનો છે, તેની જાણકારી ટીમના સદસ્યોને આપી નથી.
Bonds beyond boundaries!
— Chennai Super Kings (@ChennaiIPL) April 2, 2021
Siripu Enipu and a lot of #Yellove to you Coach @SPFleming7 . #WhistlePodu #SavourTheMoment pic.twitter.com/lUaYp0M2kH
પ્રત્યેક ટીમે જાતે બાયો-બબલ ક્રિએટ કર્યું
IPLના મોટાભાગે તમામ ટીમોના મેનેજમેન્ટે માર્ચથી જ હોટલમાં બાયો-બબલ બનાવવાનું શરૂ કરી દીધુ હતું. IPLના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર MI સહિત મોટાભાગની ટીમે આખી હોટલ બુક કરાવીને બાયો-બબલ તૈયાર કર્યું છે.
હોટલ કર્મચારી સહિત અન્ય તમામ અધિકારીઓ 14 દિવસ ક્વોરન્ટીન
જે હોટલમાં ખેલાડીઓ રોકાણ કરી રહ્યા છે, ત્યાંના તમામ કર્મચારીઓ, ટેક્સી અને બસ ડ્રાઈવરોને 14 દિવસ ક્વોરન્ટીન કરાયા છે. આ તમામનો કોરોના ટેસ્ટ કરાયા પછી જ બાયો-બબલમાં સમાવેશ કરાયો હતો. અધિકારીઓનો દરરોજ હેલ્થ ચેક-અપ કરાઈ રહ્યો છે અને તેમણે પણ કડકાઈથી બાયો-બબલની બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવી નથી.
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.