• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021 | PBKS Vs CSK | KL Rahul's Wrong Decision Hit Manik Hard !, The Coaching Staff Also Lashed Out At Him; The Umpires Just Watched Rahul's Six

પંજાબ v/s ચેન્નઈની મેચ તસવીરોમાં:કે.એલ.રાહુલનો ખોટો નિર્ણય મંયકને ભારે પડ્યો!, કોચિંગ સ્ટાફ પણ તેના પર ભડક્યો; અમ્પાયર્સ રાહુલની સિક્સ જોતા જ રહી ગયા

14 દિવસ પહેલા
  • પંજાબે 6 વિકેટથી મેચ જીતી, કે.એલ.રાહુલે 98* રનની આક્રમક ઈનિંગ સાથે ઓરેન્જ કેપ મેળવી

IPL ફેઝ-2માં ગુરુવારે ડબલ હેડરની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબે એક તરફી મેચને 42 બોલ પહેલા 4 વિકેટથી જીતી લીધી હતી. આ મેચ દરમિયાન રોમેન્ટિક દીપકના પ્રપોઝથી લઈને પંજાબના કેપ્ટન કે.એલ.રાહુલના એક ખોટા નિર્ણયના પગલે મયંકને પેવેલિયન ભેગા થવું પડ્યું હોવાની ઘટનાએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. જોકે બીજી બાજુ રાહુલે 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 42 બોલમાં 98* રન કરી પંજાબને મેચ જીતાડી હતી. આ દરમિયાન રાહુલે એક સિક્સ તો એવી મારી હતી કે કેમેરા-મેનની સાથે અમ્પાયર પણ બોલ ક્યાં ગયો તે શોધતા હોય એમ લાગ્યું હતું. તો ચલો આપણે પંજાબ અને ચેન્નઈની મેચ પર વીડિયો અને તસવીરો દ્વારા એક નજર ફેરવીએ.....

કે.એલ.રાહુલની સિક્સ અમ્પયાર પણ જોતા જ રહી ગયા.
કે.એલ.રાહુલની સિક્સ અમ્પયાર પણ જોતા જ રહી ગયા.

અમ્પાયરે બોલ ક્યાં ગયો એવી પ્રતિક્રિયા આપી
કે.એલ.રાહુલ બેટિંગ કરવા આવ્યો ત્યારથી જ આક્રમક બેટિંગ કરી રહ્યો હતો. તેવામાં કેપ્ટન રાહુલે ચેન્નઈના બોલર હેઝલવુડની ઓવરમાં બેક ટુ બેક ચોગ્ગા-છગ્ગા માર્યા હતા. તેણે ઈનિંગની ચોથી ઓવરના બીજા અને ત્રીજા બોલ પર બેક ટુ બેક ચોગ્ગા માર્યા હતા. ત્યાર પછી પાંચમા બોલ પર લયમાં આવેલા રાહુલે એવી સિક્સ મારી કે બોલ સ્ટેન્ડ્સમાં તો ગયો પરંતુ કેવી રીતે ગયો એ કોઇને ખબર પડી નહોતી.

ઉલ્લેખનીય છે કે રાહુલે એટલી ઝડપી પ્રતિક્રિયા આપી શોટ માર્યો હતો કે કેમેરામેન પણ આ શોટને પ્રોપર શૂટ કરી શક્યો નહોતો. એટલું જ નહીં ફિલ્ડ અમ્પાયર પણ તેની આ સિક્સને જોતા જ રહી ગયા હતા.

CSKના બોલર શાર્દૂલે મયંક અગ્રવાલ વિરૂ્દ્ધ LBW અપીલ કરી હતી
CSKના બોલર શાર્દૂલે મયંક અગ્રવાલ વિરૂ્દ્ધ LBW અપીલ કરી હતી

પાંચમી ઓવરમાં મયંક પેવેલિયન ભેગો; રાહુલે રિવ્યૂ લેવાની ના પાડી
કે.એલ.રાહુલને આક્રમક બેટિંગ કરતો જોઇને મયંક અગ્રવાલ પણ લયમાં આવી ગયો હતો. તેણે ઈનિંગની પાંચમી ઓવર કરવા આવેલા ચેન્નઈના બોલર શાર્દૂલ ઠાકુરના પહેલા બોલ પર ચોગ્ગો માર્યો હતો. બંને ઓપનરની આક્રમક બેટિંગને જોતા સ્પષ્ટપણે લાગતું હતું કે પંજાબ આ મેચને ઓછામાં ઓછી ઓવરથી જીતવા માગે છે. પરંતુ શાર્દૂલની ઓવરના ત્રીજા બોલ પર મયંક શોટ મિસ કરી ગયો અને બોલ સીધો થાઈ પેડ પર વાગ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોની સહિત શાર્દૂલે પણ તેના વિરૂદ્ધ અપીલ કરી હતી. જેને ફિલ્ડ અમ્પાયરે આઉટ આપતા મયંક અગ્રવાલ સીધો નોનસ્ટ્રાઇકર એન્ડ પર રહેલા રાહુલ પાસે ગયો હતો. કે.એલ.રાહુલે તેને રિવ્યૂ લેવાની ના પાડી દેતા તે પેવેલિયન ભેગો થઈ ગયો હતો.

વીડિયો ફુટેજમાં બોલ મિસિંગ લેગ, કોચિંગ સ્ટાફ રાહુલથી નારાજ
લાઇવ મેચ દરમિયાન મયંક અગ્રવાલની ફૂટેજ પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં બોલ મિસિંગ લેગ સ્ટમ્પ જતો હતો. જો કે.એલ.રાહુલે તેને રિવ્યૂ લેવાની હા પાડી હોત તો મયંક નોટઆઉટ જાહેર થયો હોત. રાહુલના આવા નિર્ણયથી કોચિંગ સ્ટાફ પણ નારાજ થઈ ગયા હોય તેમ જોવા મળ્યા હતા. આવી LBW અપીલ દરમિયાન નોનસ્ટ્રાઈકર બેટરને પણ અંદાજો આવી જાય છે કે સાથી ખેલાડી આઉટ છે કે નોટઆઉટ.

પંજાબ v/s ચેન્નઈની મેચ તસવીરોમાં.....

પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ પંસદ કરી હતી.
પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ પંસદ કરી હતી.
ટોસ હાર્યા પછી ડેની મોરિસને ધોનીને કારકિર્દી અંગે સવાલ પુછ્યો હતો.
ટોસ હાર્યા પછી ડેની મોરિસને ધોનીને કારકિર્દી અંગે સવાલ પુછ્યો હતો.
ઓપનિંગ કરવા માટે ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસ મેદાનમાં ઊતર્યા હતા.
ઓપનિંગ કરવા માટે ચેન્નઈના ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસ મેદાનમાં ઊતર્યા હતા.
પંજાબની ટીમ ટોસ જીતી પહેલા બોલિંગ કરવા માટે મેદાનમાં ઊતરી.
પંજાબની ટીમ ટોસ જીતી પહેલા બોલિંગ કરવા માટે મેદાનમાં ઊતરી.
61 રનમાં ચેન્નઈની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
61 રનમાં ચેન્નઈની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
રવિ બિશ્નોઇએ ધોનીને આઉટ કર્યો.
રવિ બિશ્નોઇએ ધોનીને આઉટ કર્યો.
મેચ દરમિયાન દીપક ચહરની ગર્લફ્રેન્ડ જયા સ્ટેન્ડ્સમાં જોવા મળી હતી.
મેચ દરમિયાન દીપક ચહરની ગર્લફ્રેન્ડ જયા સ્ટેન્ડ્સમાં જોવા મળી હતી.
પંજાબને જીતવા માટે 135 રનનો ટાર્ગેટ મળ્યો હતો, બોલર્સના પ્રદર્શનથી ખુશ થઈ પ્રીતિ ઝિન્ટાએ ટીમને ચિયર કર્યું.
પંજાબને જીતવા માટે 135 રનનો ટાર્ગેટ મળ્યો હતો, બોલર્સના પ્રદર્શનથી ખુશ થઈ પ્રીતિ ઝિન્ટાએ ટીમને ચિયર કર્યું.
પહેલી વિકેટ માટે કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે 46 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
પહેલી વિકેટ માટે કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલ વચ્ચે 46 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
રાહુલે 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 42 બોલમાં 98* રન કર્યા હતા.
રાહુલે 8 છગ્ગા અને 7 ચોગ્ગા સાથે 42 બોલમાં 98* રન કર્યા હતા.
પંજાબે 42 બોલ પહેલાં 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.
પંજાબે 42 બોલ પહેલાં 6 વિકેટથી મેચ જીતી લીધી હતી.
મેચ પૂરી થઈ અને દીપક ચહર રોમેન્ટિક થયો, સ્ટેન્ડ્સમાં બેઠેલી ગર્લફ્રેન્ડ જયાને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું.
મેચ પૂરી થઈ અને દીપક ચહર રોમેન્ટિક થયો, સ્ટેન્ડ્સમાં બેઠેલી ગર્લફ્રેન્ડ જયાને ઘૂંટણિયે બેસી પ્રપોઝ કર્યું.
મેચ પછી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હરપ્રિત બરારને માર્ગદર્શન આપ્યું. હતું.
મેચ પછી ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ હરપ્રિત બરારને માર્ગદર્શન આપ્યું. હતું.
પંજાબના ખેલાડી ક્રિસ જોર્ડને (જમણી બાજુ) મારક્રમ સાથે સેલ્ફી લીધી.
પંજાબના ખેલાડી ક્રિસ જોર્ડને (જમણી બાજુ) મારક્રમ સાથે સેલ્ફી લીધી.
અન્ય સમાચારો પણ છે...