• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021| MI Vs SRH | Suryakumar Got Dizzy After Hitting The Ball, Pollard Ran Out Of The Pavilion Despite Being Not Out; Outside Mumbai Playoffs

MI v/s SRHની મેચ તસવીરોમાં:સૂર્યકુમારને ચાલુ મેચમાં ચક્કર આવી ગયા, પોલાર્ડ નોટઆઉટ હોવા છતા પેવેલિયન ભાગ્યો; મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર

16 દિવસ પહેલા
  • MIએ 42 રનથી SRHને હરાવ્યું
  • મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર, ઈશાન(84)-સૂર્યકુમાર(82)ની આક્રમક બેટિંગ

ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઈ ઈન્ડિયન્સે IPL 2021માં પોતાની છેલ્લી લીગ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 42 રનથી હરાવ્યું હતું. આ મેચ દરમિયાન સૂર્યકુમારને બેટિંગ દરમિયાન બોલ વાગતાં ચક્કર આવતાંની સાથે પોલાર્ડને પેવેલિયન ભેગા થવાની જલદી હોવાની ઘટના સામે આવી હતી, જેણે ફેન્સનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મુંબઈએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટે 235 રન કર્યા હતા, જેના જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 193 રન જ કરી શકી હતી. એમાં વર્લ્ડ કપ ટીમની યાદીના ઈન્ડિયન ટીમના 2 સ્ટાર બેટર ઈશાન કિશન (84 રન) અને સૂર્યકુમાર યાદવે (82 રન) આક્રમક બેટિંગ કરી હતી.

મુંબઈ માટે આ મેચ પ્લેઓફમાં પહોંચવા માટે કરો અથવા મરો જેવી સ્થિતિમાં રમાઈ હતી. તેણે પહેલા બેટિંગ કરતાં 200થી વધુ રનની સાથે હૈદરાબાદને 171 રનથી હરાવી મેચ જીતવાની હતી. જે શક્ય ના થયું અને તે પ્લેઓફની રેસની બહાર ફેંકાઈ ગઈ હતી. તો ચલો, આપણે MI અને SRHની રોમાંચક મેચના રસપ્રદ કિસ્સા પર વીડિયો અને તસવીરો દ્વારા એક નજર ફેરવીએ......

19મી ઓવરનો રોમાંચ, ઉમરાન V/S સૂર્યકુમાર

  • મેચની 19મી ઓવર દરમિયાન ઉમરાન મલિકે સીઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો.
  • પહેલા સૂર્યકુમાર યાદવે તેની ઓવરમાં સતત ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા.
  • ત્યાર બાદ મલિકે 152.95ની ઝડપે બોલ ફેંક્યો હતો.
  • બોલ સીધો સૂર્યકુમારના બેટની આઉટ સાઈડ એડ્જ બાદ તેના ઈઅર ગાર્ડ પર વાગ્યો હતો. ત્યાર બાદ મેચને થોડા સમય માટે રોકવી પડી હતી.

પોલાર્ડ આઉટ જાહેર થાય એ પહેલાં પેવેલિયન ભાગ્યો
11મી ઓવર દરમિયાન સિદ્ધાર્થ કૌલે પોલાર્ડ સામે LBW અપીલ કરી હતી. અમ્પાયરે તેને આઉટ આપ્યો, પછી પોલાર્ડે રિવ્યુ લીધો, પરંતુ જ્યારે તેણે રિપ્લે જોયું ત્યારે તેને લાગ્યું કે તે આઉટ છે. આ જોઈને પોલાર્ડ પેવેલિયન ભેગો થયો હતો, પરંતુ જ્યારે થર્ડ અમ્પાયરે સંપૂર્ણ રિપ્લે જોયું ત્યારે બોલ વિકેટને મિસ કરી રહ્યો હતો. ત્યાર પછી પોલાર્ડ ફરી બેટિંગ કરવા આવ્યો હતો.

ઈશાન કિશને 32 બોલમાં 84 રન કર્યા હતા, તેણે 11 ચોગ્ગા અને 4 સિક્સ મારી હતી.
ઈશાન કિશને 32 બોલમાં 84 રન કર્યા હતા, તેણે 11 ચોગ્ગા અને 4 સિક્સ મારી હતી.

ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગ
ઇશાને મેચમાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેણે 32 બોલમાં 84 રન કર્યા હતા. જોકે તેને ઉમરાન મલિકે આઉટ કર્યો હતો. ઈશાને આજની મેચમાં જ મુંબઈ માટે સૌથી ઝડપી અર્ધસદી ફટકારી હતી. તેણે 16 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. આની સાથે આ સીઝનની સૌથી ઝડપી ફિફ્ટી પણ છે.

MI v/s SRHની મેચ તસવીરોમાં.......

મેચ પહેલા પંડ્યા બ્રધર્સ અને પોલાર્ડ એક બીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
મેચ પહેલા પંડ્યા બ્રધર્સ અને પોલાર્ડ એક બીજા સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા.
રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી, SRHના કેપ્ટન તરીકે મનીષ પાંડે મેચ રમવા ઊતર્યો.
રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી, SRHના કેપ્ટન તરીકે મનીષ પાંડે મેચ રમવા ઊતર્યો.
ટોસ હાર્યા પછી હૈદરાબાદની ટીમ કંઈક આવી રીતે મેદાનમાં ઊતરી હતી.
ટોસ હાર્યા પછી હૈદરાબાદની ટીમ કંઈક આવી રીતે મેદાનમાં ઊતરી હતી.
રોહિત શર્મા આઉટ થયો ત્યારે ડ્રેસિંગ રૂમ જતાં પહેલાં હાર્દિકને સૂચન આપતો નજરે પડ્યો હતો.
રોહિત શર્મા આઉટ થયો ત્યારે ડ્રેસિંગ રૂમ જતાં પહેલાં હાર્દિકને સૂચન આપતો નજરે પડ્યો હતો.
પ્રિયમ ગર્ગે સરળ કેચ છોડ્યો.
પ્રિયમ ગર્ગે સરળ કેચ છોડ્યો.
સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 82 રન કર્યા હતા, જેમાં તેણે 13 ચોગ્ગા અને 3 સિક્સ મારી હતી.
સૂર્યકુમાર યાદવે 40 બોલમાં 82 રન કર્યા હતા, જેમાં તેણે 13 ચોગ્ગા અને 3 સિક્સ મારી હતી.
જેસન હોલ્ડરે 4 ઓવરમાં 52 રન આપી 4 વિકેટ લીધી હતી.
જેસન હોલ્ડરે 4 ઓવરમાં 52 રન આપી 4 વિકેટ લીધી હતી.
જેસન રોયે 21 બોલમાં 34 રન કર્યા હતા, તેણે અભિષેક સાથે 64 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
જેસન રોયે 21 બોલમાં 34 રન કર્યા હતા, તેણે અભિષેક સાથે 64 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ લીધી હતી.
ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ લીધી હતી.
મનીષ પાંડેએ 41 બોલમાં 69* રન કર્યા હતા, જેમાં તેણે 7 ચોગ્ગા અને 2 સિક્સ મારી હતી.
મનીષ પાંડેએ 41 બોલમાં 69* રન કર્યા હતા, જેમાં તેણે 7 ચોગ્ગા અને 2 સિક્સ મારી હતી.
MIએ 42 રનથી SRHને હરાવ્યું, મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર; ઈશાન(84)-સૂર્યકુમાર(82)ની આક્રમક બેટિંગ.
MIએ 42 રનથી SRHને હરાવ્યું, મુંબઈ પ્લેઓફની રેસમાંથી બહાર; ઈશાન(84)-સૂર્યકુમાર(82)ની આક્રમક બેટિંગ.
અન્ય સમાચારો પણ છે...