MIએ 8 વિકેટથી RRને હરાવ્યું:મુંબઈના બેટર ઈ'શાનદાર' કિશને સિક્સ મારી મેચ જીતાડી; 25 બોલમાં ફિફ્ટી પણ પૂરી કરી, ટીમ પ્લેઓફની રેસમાં યથાવત

22 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL-2021 ફેઝ-2માં આજે મંગળવારે પાંચ ટાઇટલ જીતી ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં MIના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. રાજસ્થાનની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 90 રન કર્યા હતા. જેને મુંબઈ ઈન્ડિયન્સે ઈશાનની ફિફ્ટીની સહાયથી ચેઝ કરી, 70 બોલ પહેલા 8 વિકેટથી મેચ જીતી લીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો......

શિવમ દુબે 3 રન કરી પેવેલિયન ભેગો થયો હતો
શિવમ દુબે 3 રન કરી પેવેલિયન ભેગો થયો હતો

રાજસ્થાનની ખરાબ શરૂઆત

  • ટોસ હાર્યા પછી રાજસ્થાનની ટીમ બેટિંગ કરવા માટે મેદાનમાં ઉતરી હતી. તેવામાં 50 રનના સ્કોર પર રાજસ્થાનની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
  • રાજસ્થાનની પહેલી વિકેટ 27 રન પર પડી હતી, જેમાં યશસ્વી જયસ્વાલ 12 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.
  • જોત-જોતામાં રાજસ્થાનની ટીમે એવિન, સંજૂ, શિવમ દૂબે, ગ્લેન ફિલિપ્સ તથા રાહુલ તેવટિયાની વિકેટ ગુમાવી દીધી હતી.
  • મુંબઈના બોલર્સે બેક ટુ બેક વિકેટ લઈને રાજસ્થાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.
  • RRની ટીમે ( 90/9 ) આ સીઝનનો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો હતો. રાજસ્થાનની ટીમ પહેલા RCBએ કોલકાતા સામે 92 રન કર્યા હતા.

ચાર ટીમ અત્યારે ટોપ-4ની રેસમાં

નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે
નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે
નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે
નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે
નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે
નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે
નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે
નોંધઃ આ આંકડા મુંબઈ VS રાજસ્થાન મેચ અગાઉના છે

મુંબઈ UAE લેગમાં 5માંથી 4 મેચ હારી
ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈની ટીમ UAE લેગમાં અત્યારસુધી સારુ પ્રદર્શન દાખવી શકી નથી. ટીમ UAE લેગમાં રમાયેલી 5માંથી 4 મેચ હારી ચૂકી છે. વળી રાજસ્થાને 5 મેચમાંથી 2 મેચમાં જીત મળી અને 3માં હારનો સામનો કરવો પડ્યો છે.

મુંબઈના સ્ટાર ખેલાડી ફોર્મમાં નથી

  • મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી મુશ્કેલી એક સાથે ઘણા સ્ટાર ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ છે. કેપ્ટન રોહિત શર્મા પણ સારી લયમાં જોવા મળ્યો નથી.
  • હાર્દિક પંડ્યા 1 મેચ સિવાય વધારે આક્રમક બેટિંગ કરી શક્યો નથી. વળી તે અત્યારે બોલિંગ પણ કરી રહ્યો નથી.
  • કિરોન પોલાર્ડ પણ હજુ પહેલાની જેમ બેટિંગ કરવામાં સક્ષમ રહ્યો નથી.
  • ઈશાન કિશનને છેલ્લી કેટલીક મેચથી પ્લેઇંગ-11માં પણ પોતાનું સ્થાન મેળવી શક્યો નથી.

બંને ટીમની પ્લેઇંગ-11

  • MI- રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કિરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, જેમ્સ નીશમ, નેથન કુલ્ટર નાઈલ, જયંત યાદવ, રાહુલ ચાહર, જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ
  • RR- એવિન લેવિસ, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન, શિવમ દૂબે, ગ્લેન ફિલિપ્સ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, કુલદીપ યાદવ, શ્રેયસ ગોપાલ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરિયા

મેચની જાણકારી, શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે5 ઓક્ટોબર 2021 (20 ઓવર)
અમ્પાયર્સ

અનિલ ચૌધરી, માઇકલ ગફ

ટીવી અમ્પાયર્સજયરામન મદનગોપાલ
રિઝર્વ અમ્પાયર્સકૃષ્ણામાચારી શ્રીનિવાસન
મેચ રેફરીપ્રકાશ ભટ્ટ
ટોસMIએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
અન્ય સમાચારો પણ છે...