RCBએ 7 વિકેટથી દિલ્હીને હરાવ્યું:ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારી બેંગ્લોરને મેચ જીતાડી, મેક્સવેલ સાથે 111* રનની પાર્ટનરશિપ નોંધાવી

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીકર ભરત (78* રન) અને ગ્લેન મેક્સવેલે (51* રન) આક્રમક બેટિંગ કરી

IPL 2021 પોતાના અંતિમ પડાવ પર આવી ગઈ છે. આજે લીગની અંતિમ 2 મેચ સાંજે એકસાથે 7:30 વાગ્યે રમાઈ હતી. તેવામાં DC અને RCB વચ્ચે રમાયેલી મેચને વિરાટ કોહલી એન્ડ ટીમે (RCB) 7 વિકેટથી જીતી લીધી હતી. કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી દિલ્હીએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 164 રન કર્યા હતા. જેના જવાબમાં RCBના બેટર શ્રીકર ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારી RCB ટીમને 7 વિકેટથી મેચ જીતાડી દીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

IPLમાં હવે ગણતરીની મેચ બાકી

  • મુંબઈ ઈન્ડિયન્સ હવે પ્લે-ઓફ રેસમાંથી બહાર થઈ ગઈ છે. તેને અંતિમ-4 માં પહોંચવા માટે 171 રન કે તેથી વધુથી મેચ જીતવાની જરૂર હતી પરંતુ તે માત્ર 42 રનથી મેચ જીતતા ટોપ-4માં પહોંચી શકી નથી.
  • હવે 10 ઓક્ટોબર રવિવારે IPLની પહેલી ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચની વિજેતા ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે, જ્યારે હારેલી ટીમને વધુ એક તક મળશે અને તે ક્વોલિફાયર-2માં એલિમિનેટર(RCB V/S KKR)ની વિજેતા ટીમ સામે મેચ રમશે.
  • 11 ઓક્ટોબર સોમવારે રોયલ ચેલેન્જર બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચમાં જે ટીમ જીતશે તે ક્વોલિફાયર-2 માટે સિલેક્ટ થશે, જેમાં તેનો સામનો ક્વોલિફાયર-1માં(CSK V/S DC) હારેલી ટીમ સામે થશે. આ બંને માંથી જે ટીમ જીતશે તે ફાઇનલમાં પ્રવેશ કરશે.

RCBની ખરાબ શરૂઆત રહી, મેક્સવેલ-ભરતની મેચ વિનિંગ 111* રનની પાર્ટનરશિપ

  • લક્ષ્યનો પીછો કરતા RCBની શરૂઆત ખરાબ રહી હતી.
  • પહેલી ઓવરના 5મા બોલ પર દેવદત્ત પડિકલ 'ગોલ્ડન ડક' આઉટ થયા બાદ પેવેલિયન પરત ફર્યો હતો.
  • ત્રીજી ઓવરના પહેલા બોલ પર ટીમે કેપ્ટન કોહલી (4)ની વિકેટ ગુમાવી હતી. એનરિક નોર્ત્યાએ આ બંને ઓપનરને પેવેલિયન ભેગા કર્યા હતા.
  • પાવરપ્લે સુધી RCBનો સ્કોર 29/2 હતો. ત્રીજી વિકેટ માટે શ્રીકર ભરત અને એબી ડિવિલિયર્સે 45 બોલમાં 49 રન કર્યા હતા.
  • શ્રીકર ભરતે (78* રન) અને ગ્લેન મેક્સવેલે (51*) આક્રમક બેટિંગ કરી ટીમને મેચ જીતાડી હતી. શ્રીકર ભરતે છેલ્લા બોલ પર સિક્સ મારી ટીમને મેચ જીતાડી હતી.
દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન કર્યા હતા. ટીમના ઓપનર ધવને 43 રન અને પૃથ્વી શોએ 48 રન કર્યા હતા.
દિલ્હીએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 164 રન કર્યા હતા. ટીમના ઓપનર ધવને 43 રન અને પૃથ્વી શોએ 48 રન કર્યા હતા.

દિલ્હી અને ચેન્નઈ વચ્ચે રમાશે પહેલી ક્વોલિફાયર મેચ
બેંગ્લોરે ટોપ-2માં ફિનિશ કરવા માટે ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરવાની જરૂર હતી. પરંતુ વિરાટ કોહલીએ બોલિંગ પસંદ કરતા હવે ટૂર્નામેન્ટની પહેલી ક્વોલિફાયર મેચ દિલ્હી કેપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે દુબઈમાં રમાશે.

દિલ્હી કેપિટલ્સના મિડલ ઓર્ડર બેટર ફોર્મમાં નથી
DCએ છેલ્લી 13 મેચમાં 20 પોઇન્ટ મેળવ્યા છે. તેવામાં આ ટીમની સૌથી મોટી સમસ્યા તેના મિડલ ઓર્ડર બેટર્સના ફોર્મને લઈને રહેલી છે. ટીમના કેપ્ટન રિષભ પંત પણ બીજા ફેઝમાં કંઈ ખાસ પ્રદર્શન દાખવી શક્યા નથી. વળી ચેન્નઈ સામેની મેચમાં પણ દિલ્હીએ 71 રનમાં 2 વિકેટ ગુમાવી હતી, પરંતુ 99 રન સુધી પહોંચતા ટીમ 6 વિકેટ ગુમાવી બેઠી હતી. બીજા લેગમાં દિલ્હીની સૌથી મોટી સમસ્યા મિડલ ઓર્ડર બેટિંગની રહી છે.

બંને ટીમની પ્લેઇંગ-11
DC-
પૃથ્વી શો, શિખર ધવન, શ્રેયસ અય્યર, રિષભ પંત, રિપલ પટેલ, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગિસો રબાડા, આવેશ ખાન, એનરિક નોર્ત્યા
RCB- વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડિકલ, શ્રીકર ભરત, ડેનિયલ ક્રિશ્ચિયન, ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, જ્યોર્જ ગાર્ટન, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ

અન્ય સમાચારો પણ છે...