કોલકાતાએ 86 રનથી મેચ જીતી:આક્રમક પ્રદર્શન સાથે KKR લગભગ પ્લેઓફમાં પહોંચી, રાજસ્થાનના 8 બેટર સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે IPLના ડબલ હેડરની બીજી મેચ કોલકાતા અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહી છે. જેમાં ટોસ જીતીને RRના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી. જેમાં કોલકાતાએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 171 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેથી KKRએ 86 રનથી મેચ જીતી લીધી હતી. શારજાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહેલી આ મેચ કોલકાતા માટે જીતવી અત્યંત આવશ્યક હતી. હવે આ જીત સાથે પ્લેઓફમાં કોલકાતાની જગ્યા લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો......

રાજસ્થાનનું નિરાશાજનક પ્રદર્શન

  • ટાર્ગેટ ચેઝ કરવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી.
  • RRએ 13 રનના સ્કોરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. યશસ્વી જયસ્વાલ (0 રન), સંજૂ સેમસન (1), લિવિંગસ્ટન (6 રન) તથા અનુજ રાવત (0 રન) સિંગલ ડિજિટ સ્કોરમાં પેવેલિયન ભેગા થયા હતા.
  • કોલકાતાના બોલર લોકી ફર્ગ્યુસને તેની એક જ ઓવરમાં લિયમ લિવિંગસ્ટન અને અનુજ રાવતની વિકેટ લઈ રાજસ્થાનના બેટિંગ ઓર્ડરની કમર તોડી નાખી હતી.

કોલકાતાની વિસ્ફોટક શરૂઆત

  • ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી કેપ્ટન મોર્ગન એન્ડ ટીમે આક્રમક શરૂઆત કરી હતી.
  • શુભમન ગિલ અને વેંકટેશ અય્યર વચ્ચે 79 રનની ઓપનિંગ પાર્ટનરશિપ નોંધાઈ હતી. જેને રાહુલ તેવટિયાએ અય્યરને આઉટ કરી તોડી હતી. ત્યારપછી ગ્લેન ફિલિપ્સે નિતીશ રાણાને આઉટ કર્યો હતો.

રાજસ્થાન સામેની મેચ જીત્યા પછી કોલકાતાને 14 પોઇન્ટ થઈ જશે. જો મુંબઈ, હૈદરાબાદ વિરૂદ્ધ પોતાની અંતિમ લીગ મેચ હારી જશે તો તેનું પ્લેઓફમાં જવાનું સપનું તૂટી જશે.

રાજસ્થાન પ્લેઓફની બહાર
રાજસ્થાન રોયલ્સ મુંબઈ વિરૂદ્ધ મેચ હારીને પ્લેઓફની બહાર ફેંકાઈ ગઈ છે. તેવામાં ટીમ કોલકાતાની ગેમ બગાડી શકે છે. રાજસ્થાન પોતાની છેલ્લી લીગ મેચ રમવા માટે આજે મેદાનમાં ઉતરી હતી. જેમાં RRની ટીમ યુવા ખેલાડીને પણ વધુ તક આપી શકે છે. રાજસ્થાનના એવિન લેવિસ અને યશસ્વી જયસ્વાલ આક્રમક શરૂઆત આપી શકે છે.

KKRએ 1 અને RRએ 4 ફેરફાર કર્યા
કોલકાતાએ ટિમ સાઉદીની જગ્યાએ લોકી ફર્ગ્યુસનને પ્લેઇંગ-11માં તક આપી હતી. વળી રાજસ્થાને એવિન લેવિસ, ડેવિડ મિલર, શ્રેયસ ગોપાલ અને કુલદીપ યાદવના સ્થાન પર લિયામ લિવિંગસ્ટોન, ક્રિસ મોરિસ, અનુજ રાવત અને જયદેવ ઉનડકટને તક આપી હતી.

બંને ટીમની પ્લેઇંગ-11
RR-
યશસ્વી જયસ્વાલ, લિયામ લિવિંગસ્ટોન, સંજૂ સેમસન, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, શિવમ દુબે, ક્રિસ મોરિસ, રાહુલ તેવટિયા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા, મુસ્તફિઝુર રહેમાન
KKR- શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન, દિનેશ કાર્તિક, શાકિબ અલ હસન, સુનીલ નરેન, લોકી ફર્ગ્યૂસન, શિવમ માવી, વરુણ ચક્રવર્તી

અન્ય સમાચારો પણ છે...