CSKએ લગાવી હારની હેટ્રિક:પંજાબે 6 વિકેટથી મેચ જીતી, કે.એલ.રાહુલે 98* રનની આક્રમક ઈનિંગ સાથે ઓરેન્જ કેપ મેળવી

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચેન્નઈ સુપર કિંગ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે આજે ગુરુવારે IPLની 53મી મેચ રમાઈ હતી. જેમાં પંજાબે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 134 રન કર્યા હતા. જેના જવાબમાં પંજાબના કેપ્ટને 42 બોલમાં 98* રનની આક્રમક ઈનિંગ રમી ટીમને 6 વિકેટથી મેચ જીતાડી હતી. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ CSK પ્લે-ઓફમાં તો પહોંચી ગઈ છે, પરંતુ તે છેલ્લી 3 મેચ હારી જતા લય ગુમાવી બેઠી છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

ચેન્નઈના બેટર્સનો ધબડકો
પંજાબ સામેની મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે બેક ટુ બેક વિકેટો ગુમાવી દીધી હતી. ઋતુરાજ સહિત મહેન્દ્ર સિંહ ધોની પણ કંઈ ખાસ પ્રદર્શન ના દાખવી શકતા, 61 રનમાં ચેન્નઈની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ ઈનિંગમાં પંજાબના બોલર અર્શદીપ સિંહ અને ક્રિસ જોર્ડને 2-2 વિકેટ લઈને CSKના બેટિંગ ઓર્ડરની કમર તોડી હતી. રવિ બિશ્નોઈએ મહેન્દ્ર સિંહ ધોનીએ પેવેલિયન ભેગો કર્યો હતો. આ મેચમાં પણ કેપ્ટન કૂલ ખાસ પ્રદર્શન દાખવી શક્યો નહોતો.

પંજાબ પ્લેઓફની બહાર
કે.એલ.રાહુલની કેપ્ટનશિપ હેઠળ પંજાબ કિંગ્સ પ્લેઓફમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. પંજાબના 13 મેચમાં 10 પોઇન્ટ છે. તેવામાં આ મેચ જીતીને તેઓ આ સીઝનમાં સારી છાપ છોડી જવા માગશે. ટીમના ઓપનર કે.એલ.રાહુલ અને મયંક અગ્રવાલે આ સીઝનમાં સારુ પ્રદર્શન કર્યું છે, પરંતુ મિડલ ઓર્ડર ફ્લોપ રહ્યો છે.

મિડલ ઓર્ડરમાં રમતા બેટરના કારણે પંજાબની ટીમ ઘણી મેચ હારી ગઈ છે. કેપ્ટન કે.એલ.રાહુલએ 12 મેચમાં 528 રન કર્યા છે. વળી મયંકે 11 મેચમાં 429 રન કરી ઘણી મેચ જીતાડી છે.

ધોની અને રૈનાનું ખરાબ ફોર્મ
IPL 2021માં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાનું ખરાબ ફોર્મ છતું થયું છે. રૈના આ સિઝનમાં 12 મેચ રમ્યો છે જેમાં તેણે માત્ર 160 રન જ કર્યા છે. જેથી દિલ્હી સામેની મેચમાં તેને પ્લેઇંગ-11માં પણ સ્થાન મળ્યું નહોતું.

વળી, ધોની પણ આ સીઝનમાં ફ્લોપ રહ્યો છે. તેણે 13 મેચમાં માત્ર 84 રન કર્યા છે. પ્લેઓફ પહેલા આ બંને ખેલાડી ફોર્મમાં આવે તેવી આશા CSK ટીમ રાખશે.

ઋતુરાજ-રવીંન્દ્રનું આક્રમક ફોર્મ
CSKના ઓપનિંગ બેટર ઋતુરાજ ગાયકવાડ IPL 2021માં પ્રશંસનીય ફોર્મમાં જોવા મળ્યો છે. તેણે આ સીઝનમાં 13 મેચ મી છે અને કુલ 521 રન કર્યા છે. એટલું જ નહીં ગાયકવાડે રાજસ્થાન વિરૂદ્ધ શાનદાર સદી પણ ફટકારી છે.

જાડેજાએ પણ 13 મેચમાં 212 રન કરવાની સાથે 10 વિકેટ પણ લીધી છે. ચેન્નઈના ફાસ્ટ બોલર શાર્દૂલ ઠાકુરે પણ IPLના બીજા ફેઝમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ટીમને વિકેટની જરૂર હોય છે ત્યારે તેણે બેક ટુ બેક વિકેટ લીધી છે. આ સીઝનમાં તેણે 13 મેચમાં 15 વિકેટ પણ લીધી છે.

બંને ટીમની પ્લેઇંગ-11

  • PBKS- કે.એલ.રાહુલ, મયંક અગ્રવાલ, એડેન મારક્રમ, સરફરાઝ ખાન, શાહરુખ ખાન, ઓનરીકેઝ, હરપ્રીત બરાર, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ
  • CSK- ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, મોઇન અલી, અંબાતી રાયડુ, રોબિન ઉથપ્પા, રવીંદ્ર જાડેજા, એમ.એસ.ધોની, ડ્વેન બ્રાવો, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ
અન્ય સમાચારો પણ છે...