તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021 Live RCB Vs PBKS Virat Kohli Team Has A Chance To Reach The Top Again Rahul And Company In Search Of Third Win Of The Season

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

PBKSએ 34 રનથી RCBને હરાવ્યું:પંજાબ RCB વિરૂદ્ધ છેલ્લી ત્રણ મેચ જીત્યું, રાહુલની 25મી IPL ફિફ્ટી; હરપ્રીતે વિરાટ-મેક્સવેલ અને ડિવિલિયર્સને આઉટ કરીને ગેમ પલટી

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2021માં આજે શુક્રવારના રોજ RCB અને PBKS વચ્ચે આજે 26મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબે RCBને 34 રનથી પરાસ્ત કર્યું હતું. પંજાબે 5 વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતા, જેના જવાબમાં RCB 8 વિકેટના નુકસાને માત્ર 145 રન બનાવી શકી હતી. આ જીત સાથે પંજાબ પોઈન્ટ ટેબલમાં 5માં ક્રમાંક પર આવી ગયું છે, જ્યારે RCB ત્રીજા ક્રમાંક પર છે. પંજાબે છેલ્લી ત્રણેય મેચમાં RCBને પરાસ્ત કર્યું છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.......

મેચમાં પંજાબના બોલર્સનો દબદબો રહ્યો હતો. હરપ્રીત બરારે કોહલી, મેક્સવેલ અને એબી ડિવિલિયર્સને આઉટ કર્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈએ 16મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.
મેચમાં પંજાબના બોલર્સનો દબદબો રહ્યો હતો. હરપ્રીત બરારે કોહલી, મેક્સવેલ અને એબી ડિવિલિયર્સને આઉટ કર્યા હતા. જ્યારે રવિ બિશ્નોઈએ 16મી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી.

હરપ્રીતે 3 અને બિશ્નોઈએ 2 વિકેટ ઝડપીને RCBની કમર તોડી

  • RCBએ 19 રન પર દેવદત્ત પડ્ડિકલની વિકેટ ગુમાવી હતી. એણે 6 બોલમાં 7 રન બનાવ્યા હતા.
  • કેપ્ટન કોહલી અને રજત પાટીદારે 43 રનની ભાગીદારી નોંધાવી હતી. હરપ્રીત બરારે 11મી ઓવરમાં કેપ્ટન કોહલી અને ગ્લેન મેક્સવેલને એક પછી એક 2 બોલમાં ક્લિન બોલ્ડ કર્યા હતા. વિરાટ કોહલી 34 બોલમાં 35 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે ગ્લેન મેક્સવેલ પહેલા બોલ પર ગોલ્ડન ડક પર આઉટ થયો હતો.
  • 9 બોલમાં 3 રન બનાવીને એબી ડિવિલિયર્સ પણ હરપ્રીત બરારનો શિકાર થયો હતો.
  • 91 રનમાં RCBની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. ક્રિસ જોર્ડને રજત પાટીદારને આઉટ કર્યો હતો, પાટીદારે 30 બોલમાં 31 રન બનાવ્યા હતા.
  • રવિ બિશ્નોઈએ પણ 16મી ઓવરમાં શાહઝાઝ અહેમદ અને ડેનિયલ સેમ્સને આઉટ કર્યા હતા. RCBએ એક જ ઓવરમાં 2 વિકેટ ગુમાવી હતી.
  • 144 રન પર RCBએ 8મી વિકેટ ગુમાવી હતી, મોહમ્મદ શમીએ હર્ષલ પટેલને પેલેલિયન ભેગો કર્યો હતો.
પંજાબના ક્રિસ ગેઈલ અને કે.એલ.રાહુલે આક્રમક ઈનિંગ રમી હતી. ગેઈલે 46 અને રાહુલે 91* રન બનાવ્યા હતા.
પંજાબના ક્રિસ ગેઈલ અને કે.એલ.રાહુલે આક્રમક ઈનિંગ રમી હતી. ગેઈલે 46 અને રાહુલે 91* રન બનાવ્યા હતા.

પંજાબે 19 રનમાં 4 વિકેટ ગુમાવી, કેપ્ટન રાહુલે મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી

  • મયંક અગ્રવાલ ઈજાગ્રસ્ત હોવાથી આ મેચમાં ભાગ લઈ શક્યો નહોતો. જેથી પંજાબના રાહુલ અને પ્રભસિમરન ઓપનિંગ કરવા મેદાનમાં ઉતર્યા હતા.
  • કેપ્ટન રાહુલે IPLમાં 25મી ફિફ્ટી મારી હતી, તેની સાથે 57 બોલમાં 91 રનની નોટ આઉટ ઈનિંગ પણ રમી હતી.
  • ઓપનર પ્રભસિમરન સિંહ 7 બોલમાં 7 રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. કાઈલ જેમિસને તેને વિરાટ કોહલી દ્વારા કેચ આઉટ કરાયો હતો.
  • ગેઈલ શાનદાર ફોર્મમાં જણાયો હતો. એણે કાઈલ જેમિસન અને ચહલની 2 ઓવરમાં 34 રન માર્યા. એણે જેમિસનની છઠ્ઠી ઓવરમાં 5 ચોક્કા માર્યા હતા. ત્યારપછી ચહલની ઓવરમાં ગેઈલે 2 સિક્સ અને 2 રન કર્યા હતા. ક્રિસ ગેઈલ 24 બોલમાં 46 રન બનાવીને ડેનિયલ સેમ્સનો શિકાર થયો હતો. એણે કે.એલ.રાહુલ સાથે 43 બોલમાં 80 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી.
  • કાઈલ જેમિસને નિકોલસ પૂરનને શૂન્ય રન પર પેવેલિયન ભેગો કર્યો હતો. ત્યારપછી શાહબાઝ અહેમદે દીપક હુડાને પેવેલિયન ભેગો કર્યો હતો. એણે 9 બોલમાં 5 રન બનાવ્યા હતા.
  • પંજાબના શાહરૂખ ખાનની વિકેટ પણ તાત્કાલિક પડી ગઈ હતી. યુઝવેન્દ્ર ચહલે તેને શૂન્ય રન પર ક્લિન બોલ્ડ કર્યો હતો. આમ પંજાબે 19 રનમાં 4 વિકેટ ગુમાવી હતી.
  • હરપ્રીત બરાર સાથે કે.એલ.રાહુલે 32 બોલમાં 61 રનની ભાગીદારી નોંધાવી હતી, જેમાં બરાર 17 બોલમાં 25 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો.

પોઈન્ટ ટેબલની ચેઝ
પંજાબ પાસે આ મેચમાં જીત પ્રાપ્ત કરીને ચોથા અથવા પાંચમાં સ્થાન પર આવવાની તક છે. પંજાબે બેંગ્લોર સામેની છેલ્લી બન્ને મેચમાં જીત પ્રાપ્ત કરી છે. રેકોર્ડની દૃષ્ટીએ જોઈએ તો પણ પંજાબની ટીમનું પલડું ભારે છે. બન્ને વચ્ચે અત્યાર સુધી 26 મેચ યોજાઈ છે, જેમાંથી પંજાબે 14 અને બેંગ્લોરે 12 મેચ જીતી છે. જો વિરાટ કોહલીની RCB આ મેચમાં જીત પ્રાપ્ત કરશે તો 12 પોઈન્ટ સાથે ફરીથી પોઈન્ટ ટેબલમાં ટોપ પર આવી જશે.

RCBએ ટીમમાં 1 અને પંજાબે 3 ફેરફાર કર્યા
વિરાટ કોહલીએ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદને ટીમમાં સામેલ કર્યો છે. જ્યારે કે.એલ.રાહુલે મોઈસીસ હેનરીક્સ, અર્શદિપ સિંહ અને મયંક અગ્રવાલની જગ્યાએ રાઈલી મેરિડિથ, પ્રભસિમરન સિંહ અને હરપ્રીત બરારને ટીમમાં સામેલ કર્યા છે.

બન્ને ટીમમાં 4-4 વિદેશી ખેલાડીઓ

  • RCB: ગ્લેન મેક્સવેલ, એબી ડિવિલિયર્સ, ડેનિયલ સેમ્સ, કાઈલ જેમિસન
  • PBKS:ક્રિસ ગેઈલ, મોઈસીસ હેનરિક્સ, નિકોલસ પૂરન, ક્રિસ જોર્ડન

બન્ને ટીમ

  • RCB:વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડ્ડિકલ, રજત પાટીદાર, એબી ડિવિલિયર્સ, ગ્લેન મેક્સવેલ, શાહબાઝ અહેમદ, ડેનિયલ સેમ્સ, કાઈલ જેમિસન, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ
  • PBKS:લોકેશ રાહુલ (કેપ્ટન), ક્રિસ ગેઈલ, પ્રભસિમરન સિંહ, નિકોલસ પૂરન, દીપક હૂડા, શાહરૂખ ખાન, ક્રિસ જોર્ડન, રવિ બિશ્નોઈ, મોહમ્મદ શમી, રાઈલી મેરિડિથ, હરપ્રીત બરાર
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો