KKRએ 6 વિકેટથી SRHને હરાવ્યું:કોલકાતા છઠ્ઠી જીત સાથે પ્લેઓફની રેસમાં આગળ વધી, દિનેશ કાર્તિકે IPLમાં 4 હજાર રન પૂરા કર્યા

24 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPL-2021ના ​​ફેઝ-2મા બીજી મેચ રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાઈ હતી. કેપ્ટન કેન વિલિયમ્સને (SRH) ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી. જેમાં કેપ્ટન કેન સહિત હૈદરાબાદના ખેલાડીએ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 115 રન કર્યા હતા. જેના જવાબમાં કોલકાતાની ટીમે 2 બોલ પહેલા સ્કોર ચેઝ કરી 6 વિકેટથી મેચ જીતી લીધી હતી. આ જીતની સાથે જ કોલકાતાની ટીમ પ્લેઓફની રેસમાં આગળ વધી છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો.....

KKRએ 6 વિકેટથી મેચ જીતી

 • જેસન હોલ્ડરે વેંકટેશ અય્યર (8 રન)ને આઉટ કરી KKRની પહેલી વિકેટ પાડી હતી.
 • રાહુલ ત્રિપાઠી (7 રન) પણ લો સ્કોરમાં આઉટ થઈ ગયો હતો. તેને રાશિદ ખાને પેવેલિયન ભેગો કર્યો હતો.

ઓઈન મોર્ગનની કેપ્ટનશિપ હેઠળ કોલકાતાની ટીમ માટે આ મેચ ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે. કોલકાતાના 12 મેચમાંથી 10 પોઇન્ટ છે. અહીંથી આગામી બે મેચ જીતીને ટીમ પ્લેઓફમાં સ્થાન સુરક્ષિત કરી શકશે. કેન વિલિયમ્સનની કેપ્ટનશિપ હેઠળ હૈદરાબાદ ટીમના 11 મેચમાં 4 પોઇન્ટ છે. હૈદરાબાદ માટે પ્લેઓફના દરવાજા પહેલેથી જ બંધ છે, પરંતુ હૈદરાબાદ પાસે કોલકાતાની ગેમને બગાડવાનો અવસર છે.

SRHના મનીષ પાંડેની પત્ની મેચ જોવા માટે આવી હતી
SRHના મનીષ પાંડેની પત્ની મેચ જોવા માટે આવી હતી

હૈદરાબાદે ફરીથી ફેન્સને નિરાશ કર્યા

 • પહેલા બેટિંગ કરતા હૈદરાબાદની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. કોલકાતાના બોલર્સે પહેલી જ ઓવરમાં ઋદ્ધિમાન સાહાની વિકેટ લઈને મેચમાં પકડ બનાવી લીધી હતી.
 • જેસન રોય (10)ને પણ શિવમ માવીએ પેવેલિયન ભેગો કરીને હૈદરાબાદના ટીમની કમર તોડી દીધી હતી.
 • કેપ્ટન કેન વિલિયમ્સન (26) પણ જલદીથી પેવેલિયન ભેગો થયો હતો.
 • પાવરપ્લે સુધી હૈદરાબાદનો સ્કોર 35/2 હતો
 • 70ના સ્કોર પર SRHની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી
 • SRHનો ટોપ સ્કોરર અબ્દુલ સમદ રહ્યો હતો, તેણે સર્વાધિક 25 રન કર્યા હતા

ગત સીઝનમાં પણ હૈદરાબાદે કોલકાતાને બહાર કરેલું
ગત સીઝનમાં હૈદરાબાદની છેલ્લી મેચ મુંબઈ સામે હતી. જો મુંબઈ એ મેચ જીતી હોત તો કોલકાતાને ફાયદો થયો હોત, પરંતુ હૈદરાબાદે મુંબઈને હરાવીને પ્લેઓફમાંથી બહાર કરી દીધું હતું. હૈદરાબાદ આ સિઝનમાં સૌથી નબળું પ્રદર્શન કરનાર ટીમ રહી છે, પરંતુ SRHએ ઓછામાં ઓછી છેલ્લી કેટલીક મેચોમાં બોલિંગમાં ઘણો સુધારો કર્યો છે.

કોલકાતાની તરફેણમાં નેટ રન રેટ
કોલકાતાની ટીમ અત્યારે ટોપ-4 માટે મુંબઈ, પંજાબ અને રાજસ્થાન સાથે સ્પર્ધા કરી રહી છે. જોકે ટીમનો નેટ રનરેટ +0.302 છે. જો આ ટીમો લીગ સ્ટેજને સમાન પોઈન્ટ પર પૂર્ણ કરે તો કોલકાતાને ફાયદો થઈ શકે છે.

બંને ટીમની પ્લેઇંગ-11

 • KKR- શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન, શાકિબ અલ હસન, દિનેશ કાર્તિક, સુનીલ નરેન, શિવમ માવી, ટિમ સાઉદી, વરૂણ ચક્રવર્તી
 • SRH- જેસન રોય, ઋદ્ધિમાન સાહા, કેન વિલિયમ્સન, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રાશિદ ખાન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, સિદ્ધાર્થ કોલ

મેચની જાણકારી, દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે3 ઓક્ટોબર 2021 (20 ઓવર)
અમ્પાયર્સ

જયરામન મદનગોપાલ, માઇકલ ગફ

ટીવી અમ્પાયર્સકૃષ્ણામાચારી શ્રીનિવાસન
રિઝર્વ અમ્પાયર્સસેય્યદ ખાલિદ
મેચ રેફરીમનુ નાયર
ટોસSRHએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી
અન્ય સમાચારો પણ છે...