આ રીતે મુંબઈ પહોંચશે પ્લેઓફમાં:આજની મેચમાં જો હૈદરાબાદ પહેલા બેટિંગ લેશે તો મુંબઈ થશે બહાર, જાણો પ્લેઓફનું ગણિત

18 દિવસ પહેલા
  • કૉપી લિંક

IPL 2021માં રાજસ્થાન સામેની મેચને કોલકાતાએ 86 રને જીતી લેવાની સાથે જ પ્લેઓફમાં મુંબઈ માટે કપરાં ચડાણ થઈ ગયાં છે. KKRની ટીમ 14 પોઈન્ટ અને +0.587 રનરેટ સાથે ચોથા સ્થાને આવી ગઈ છે. હવે મુંબઈ માટે પ્લેઓફમાં પહોંચવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, પણ અશક્ય નથી.

આ રીતે મુંબઈ પહોંચશે પ્લેઓફમાં
હાલ મુંબઈ 12 પોઈન્ટ અને -0.048 રનરેટ સાથે છઠ્ઠા સ્થાને છે. મુંબઈએ પ્લેઓફમાં પોતાનું સ્થાન પાક્કું કરવા માટે 170 રનના વિશાળ માર્જિનથી જીત મેળવવી પડશે. જો મુંબઈ પ્રથમ બેટિંગ કરી 250 રન બનાવે અને હૈદરાબાદની ટીમ 80 રનમાં ઓલ આઉટ થઈ જાય તો આ શક્ય છે, પરંતુ આ ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે.

બીજી તરફ, જો હૈદરાબાદ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરશે તો મુંબઈ આપોઆપ પ્લેઓફમાંથી બહાર થઈ જશે. લક્ષ્યનો પીછો કરીને મુંબઈ પોઈન્ટ તો મેળવી લેશે, પરંતુ કોલકાતા કરતાં રનરેટમાં તે ઘણી પાછળ છે.

મુંબઈ અને હૈદરાબાદની આજે ટક્કર
આઈપીએલમાં બન્ને ટીમ 17 વાર ટકરાઈ છે, જેમાં 9 વખત મુંબઈ અને 8 વખત હૈદરાબાદ જીત્યું છે.

ટીમપોઈન્ટરનરેટ
DK200.536
CSK180.455
RCB16-0.159
KKR140.587
PBKS12-0.001
MI12-0.048
RR10-0.993
SRH6-0.422

T20માં સૌથી વધુ સ્કોર કેટલો છે?
T20માં એક ઈનિંગમાં સૌથી વધારે રનની વાત કરીએ તો આ રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે છે. તેણે 2019માં આયરલેન્ડ સામે 278 રન બનાવ્યા હતા. IPLમાં સૌથી વધારે રનની વાત કરીએ તો એક ઈનિંગમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ રોયલ ચેલેન્જર્સ બેંગલોરના નામે છે. 2013માં બેંગલોરે પુણે વોરિયર્સ સામે 20 ઓવરમાં પાંચ વિકેટે 263 રન બનાવ્યા હતા. ક્રિસે ગેલ આ મેચમાં 175 રને અણનમ રહ્યો હતો.

મુંબઈનો બેસ્ટ સ્કોર કેટલો છે?
મુંબઈની વાત કરીએ તો IPLમાં મુંબઈનો બેસ્ટ સ્કોર 6 વિકેટે 223 છે. જે વિજય લક્ષ્યાંકનો પીછો કરતા તેણે બનાવ્યા હતો. જ્યારે પ્રથમ બેટિંગ કરતા તેનો બેસ્ટ સ્કોર છે 7 વિકેટના નુકસાને 218, જે તેણે 2010માં દિલ્હી સામે બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...