• Gujarati News
  • Sports
  • Cricket
  • Ipl
  • IPL 2021| Hetmayer Was Dismissed On A No ball By KKR Bowler Varun, Leaving The Field; The Umpire Rushed To Pick Him Up To Bat Again

આઉટ-નોટઆઉટ ડ્રામા:KKRના બોલર વરુણના નો-બોલ પર આઉટ થયો હેટમાયર, મેદાન પણ છોડીને જતો રહ્યો; ફરી બેટિંગ કરવા અમ્પાયર તેને લેવા પહોંચ્યા

12 દિવસ પહેલા

દિલ્હી કેપિટલ્સની ધીમી અને ખરાબ શરૂઆત બાદ 17મી ઓવરમાં મેદાન પર આઉટ-નોટઆઉટ ડ્રામા થયો હતો. કોલકાતાના કેપ્ટન મોર્ગને આ ઓવર કરવા માટે વરુણ ચક્રવર્તીની પસંદગી કરી હતી. જેના ચોથા બોલ પર તેણે પાંચમા સ્ટમ્પની લાઈન પર તેને ગુગલી બોલ નાંખ્યો હતો. જેમાં હેટમાયર લોફ્ટેડ શોટ મારવા જતા શુભમન ગિલના હાથે કેચ આઉટ થયો હતો.

શિમરોન હેટમાયર પેવેલિયન ભાગ્યો
ત્યારપછી કોલકાતાની ટીમ દિલ્હીની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ જવાની ઉજવણી કરવા લાગી હતી. આ સમગ્ર ઘટના દરમિયાન શિમરોન હેટમાયર પણ ડ્રેસિંગ રૂમ સુધી પહોંચી ગયો હતો. પરંતુ ફિલ્ડ અમ્પયારે નો-બોલ ચેક કરવા માટે વીડિયો ફુટેજ ચેક કરવા ટકોર કરી હતી.

ફુટેજ ચેક કરતા નોબોલ નીકળ્યો, અમ્પાયર તેને લેવા આવ્યો
ફિલ્ડ અમ્પયારે વિકેટ પડ્યા પછી નો-બોલ છે કે નહીં તે ચેક કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં વરુણ ચક્રવર્તીએ ઓવર સ્ટેપિંગ કરી હોવાની ફુટેજ સામે આવતા શિમરોન હેટમાયરને નોટઆઉટ જાહેર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે શિમરોન હેટમાયર તો તે સમયે પેવેલિયન ભેગો થઈ ગયો હતો, જેથી અમ્પાયર તેને ફરી બેટિંગ કરવા માટે બોલાવ્યો હતો. આ દરમિયાન બાઉન્ડરી લાઈન પાસે હેટમાયર સાથે અમ્પાયર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આના પરથી અનુમાન લગાવાઈ રહ્યું છે કે અમ્પાયર છેક તેને ત્યાં લેવા આવી ફરીથી બેટિંગ કરવા ટકોર કરતા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

હેટમાયરે માત્ર 3 રન કર્યા હતા, 17 રન કરી ફરીથી પેવેલિયન ભેગો
હેટમાયર જ્યારે પહેલી વાર કેચ આઉટ થયો હતો ત્યારે દિલ્હીનો સ્કોર 95 રનનો હતો. આ સમયે શિમરોન હેટમાયર માત્ર 3 રનનો અંગત સ્કોર કરી શુભમનના હાથે કેચ આઉટ થયો હતો. જોકે નોબોલ હોવાને કારણે તેને ફરીથી બેટિંગ કરવાની તક મળી હતી. પરંતુ હેટમાયર તેનો વધારો ફાયદો ઉઠાવી શક્યો નહોતો અને 2 સિક્સની સહાયથી 17 રનનો અંગત સ્કોર કરી ફરીથી પેવેલિયન ભેગો થયો હતો. હેટમાયર આ વખતે 18.3 ઓવરમાં ક્વિક સિંગલ લેવા જતા રનઆઉટ થયો હતો.

વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી
કોલકાતાના મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 26 રન આપી 2 મહત્ત્વપૂર્ણ વિકેટ (પૃથ્વી-ધવન) લીધી હતી. જોકે આમાં હેટમાયરની પણ વિકેટ એડ ઓન થઈ ગઈ હોત પરંતુ તેને પોતાનો જ નો બોલ મોંઘો પડ્યો. ઉલ્લેખનીય છે કે મેચમાં 1-1 રન ગેમ ચેન્જર સમાન હોય છે. તેવામાં હેટમાયરે જે 2 સિક્સ સાથે વધારાના રન ઉમેર્યા છે એ કોલકાતાને પણ મોંઘા પડી શકે છે.

રસાકસી બાદ કોલકાતાનો 3 વિકેટથી ભવ્ય વિજય
કોલકાતા નાઈટ રાઈડર્સે બીજી ક્વોલિફાયર મેચમાં દિલ્હી કેપિટલ્સને 3 વિકેટથી હરાવી ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. KKRએ ટોસ જીતી દિલ્હીને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. જેમાં DCએ 20 ઓવરમાં માત્ર 135/5નો સ્કોર કર્યો હતો. જેના જવાબમાં એક સમયે એક તરફી થયેલી મેચને જીતવા માટે કોલકાતાની આંખોમાં પાણી આવી ગયા હતા. જોકે રાહુલ ત્રિપાઠીએ છેલ્લી ઓવરના પાંચમા બોલ પર સિક્સ મારી KKRને મેચ જીતાડી હતી.

અન્ય સમાચારો પણ છે...