તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • Cricket
 • Ipl
 • IPL 2021, CSK VS SRH MATCH | LIVE SCORES & UPDATES | DHONI VS WARNER | AT DELHI'S ARUN JELTI STATIUM | FIRST MATCH OF THIS SEASON AT DELHI'S JETLI STADIUM

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CSKએ SRHને 7 વિકેટે હરાવ્યું:ચેન્નઈ સતત 5મી જીત સાથે પોઈન્ટ ટેબલમાં નંબર-1 બની, SRHને છેલ્લી 10માંથી 7 મેચમાં હરાવ્યું

19 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચેન્નઈના ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજે મહત્ત્વપૂર્ણ 129 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી. - Divya Bhaskar
ચેન્નઈના ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજે મહત્ત્વપૂર્ણ 129 રનની મેચ વિનિંગ પાર્ટનરશિપ નોંધાવી હતી.
 • આ મેચમાં જીત સાથે CSKએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું
 • હૈદરાબાદ 5મી હાર સાથે અંતિમ સ્થાન પર યાથાવત છે

IPL 2021ની 23મી મેચમાં CSKએ SRHને 7 વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈની ટીમે સતત 5 મેચમાં જીત પ્રાપ્ત કરીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. હૈદરાબાદની આ સીઝનની 5મી હાર છે, જેના પરિણામે તે પોઈન્ટ ટેબલમાં અંતિમ ક્રમાંક પર પટકાયું છે. ચેન્નઈએ છેલ્લી 10 મેચમાંથી 7માં હૈદરાબાદને હરાવ્યું છે. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીંયા ક્લિક કરો.......

IPLની 23મી મેચ પછીનું પોઈન્ટ ટેબલ
IPLની 23મી મેચ પછીનું પોઈન્ટ ટેબલ

ડુ પ્લેસીસ અને ઋતુરાજે મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી
ચેન્નઈ સુપરકિંગ્સે 129 રન પર ઋતુરાજ ગાયકવાડની પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાશિદ ખાને એને બોલ્ડ કર્યો હતો. ઋતુરાજ ગાયકવાડે પોતાના IPL કારકિર્દીની 5મી અર્ધસદી નોંધાવી હતી. એણે 44 બોલમાં 75 રન બનાવ્યા હતા. ત્યારપછી 15મી ઓવરમાં રાશિદ ખાને બેક ટુ બેક મોઈન અલી અને ડુ પ્લેસીસને પણ પેવેલિયન ભેગા કર્યા હતા. જેમાં ફાફ ડુ પ્લેસીસે 38 બોલમાં 56 રન બનાવ્યા હતા. આમ રાશિદ ખાને 3 વિકેટ પોતાને નામ કરી હતી.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સીઝનની પ્રથમ મેચ યોજાઈ
ચેન્નઈ અને હૈદરાબાદ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. આ સીઝનની દિલ્હીમાં પ્રથમ મેચ રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરીને ચેન્નઈને જીતવા માટે 172 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં CSKએ 3 વિકેટના નુકસાન પર 173 રન બનાવીને 7 વિકેટે વિજય પ્રાપ્ત કર્યો હતો.

કેન વિલિયમ્સને અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગ કરી
SRHએ 3 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા. કેન વિલિયમ્સને અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને ટીમના સ્કોરમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એણે 10 બોલમાં 26 રન બનાવ્યા હતા. હૈદરાબાદનો ઓપનર જોની બેરસ્ટો 7 રન બનાવીને સેમ કરનનો શિકાર થયો હતો. ટીમની 22 રન પર પ્રથમ વિકેટ પડી હતી. લૂંગી એન્ગિડીએ ચેન્નઈને એક જ ઓવરમાં 2 વિકેટ અપાવી. પહેલા કેપ્ટન ડેવિડ વોર્નરને અને ત્યારપછી મનીષ પાંડેને પણ પેવેલિયન ભેગો કર્યો હતો. વોર્નરે 55 બોલમાં 57 રન બનાવ્યા હતા.

વોર્નર અને મનીષ પાંડેએ 106 રનની ભાગીદારી નોંધાવી હતી.
વોર્નર અને મનીષ પાંડેએ 106 રનની ભાગીદારી નોંધાવી હતી.

વોર્નર અને મનીષ પાંડેએ રેકોર્ડ બનાવ્યા

 • મનીષ પાંડે 150મી મેચ રમી રહ્યો છે. એણે IPLમાં 20મી અર્ધસદી નોંધાવી છે. હૈદરાબાદ માટે આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વોર્નર પછી બીજો ખેલાડી બન્યો.
 • ડેવિડ વોર્નરે IPLમાં 50મી અર્ધસદી નોંધાવી હતી. આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો એ IPLનો પ્રથમ ખેલાડી છે. શિખર ધવન 43 ફિફ્ટી સાથે બીજા નંબર પર છે.
 • વોર્નરે T-20 ફોર્મેટમાં પોતાના અંગત 10 હજાર રન પૂરા કર્યા હતા. આસ્ટ્રેલિયન ઓપનરીની આ 304મી T-20 મેચ હતી.
 • આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર વોર્નર વિશ્વનો ચોથો ખેલાડી બન્યો, ક્રિસ ગેઈલ 13,839 રનથી ટોપ પર છે.

જાડેજા સિક્સની સદીથી માત્ર 2 હિટ દૂર
ચેન્નઈ ટીમનો ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા T-20 ક્રિકેટમાં 100 સિક્સ મારવાના રેકોર્ડથી માત્ર 2 હિટ દૂર છે. આ મેચમાં જો ધોનીની ટીમ જીતી તો ફરી એકવાર પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમાંક પર આવી જશે. ત્યાંજ, હૈદરાબાદની ટીમ અત્યારે છેલ્લા ક્રમાંક પર હોવાથી, જો તે મેચ જીતશે તો 4 અથવા 5માં નંબર પર આવી શકે છે.

બન્ને ટીમમાં 2-2 ફેરફાર કરાયા

 • ચેન્નઈના કેપ્ટન ધોનીએ ડ્વેન બ્રાવો અને ઈમરાન તાહિરને પ્લેઈંગ-11માંથી બહાર કર્યા છે. એમની જગ્યાએ લુંગી એન્ગિડી અને મોઈન અલીનો સમાવેશ કરાયો છે.
 • હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરે વિરાટ સિંહ અને અભિષેક શર્માની જગ્યાએ મનીષ પાંડે અને સંદીપ શર્માને ટીમમાં સામેલ કર્યા છે.

બન્ને ટીમમાં 4-4 વિદેશી ખેલાડીઓ

 • CSK: ફાફ ડુપ્લેસિસ, મોઈન અલી, લુંગી એન્ગિડી અને સેમ કરન
 • SRH: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન અને રાશિદ ખાન

પોઈન્ટ ટેબલની નંબર ગેમ
અત્યારે ચેન્નઈ પાસે 8 પોઈન્ટ છે અને RCBએ 10 પોઈન્ટ સાથે પ્રથમ નંબર પર સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો ધોનીની CSKએ આ મેચ જીતી તો વધુ સારા રનરેટથી 10 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંક પર પહોંચી જશે. હૈદરાબાદ પાસે અત્યારે માત્ર 2 પોઈન્ટ છે, પરંતુ SRH જો આ મેચ જીતશે તો 4 અંક સાથે અન્ય પોઈન્ટ ટેબલની અન્ય ટીમો કરતા વધુ સારા રન રેટ સાથે 4 અથવા 5માં નંબર પર આવી પહોંચશે. આજે હૈદરાબાદ જો મોટા માર્જિનથી જીત પ્રાપ્ત કરશે તો મુંબઈની ટીમથી પણ ઉપર આવી જશે.

બન્ને ટીમને દિલ્હીના જેટલી સ્ટેડિયમની પિચ પસંદ
દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અત્યાર સુધી બન્ને ટીમે સારુ પ્રદર્શન દાખવ્યું છે. બન્ને ટીમે અહીંયા 8-8 મેચમાં 6-6 જીત પ્રાપ્ત કરી છે. આ સીઝનમાં ચેન્નઈનું પલડું ભારે છે, કારણ કે ચેન્નઈએ 5માંથી 4માં જીત પ્રાપ્ત કરી છે. વળી હૈદરાબાદની ટીમે 5માંથી 4માં હારનો સામનો કર્યો છે.

બન્ને ટીમઃ

 • CSK: મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુ પ્લેસિસ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડૂ, રવિન્દ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, લુંગી એન્ગિડી અને દીપક ચહર
 • SRH: ડેવિડ વોર્નર (કેપ્ટન), જોની બેરસ્ટો, કેન વિલિયમ્સન, મનીષ પાંડે, વિજય શંકર, કેદાર જાધવ, રાશિદ ખાન, જગદીશ સુચિત, સંદીપ શર્મા, ખલીલ અહેમદ અને સિદ્ધાર્થ કોલ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો