રાજસ્થાને 7 વિકેટથી CSKને હરાવી:RRની ટોયલ જીત, યશસ્વી-શિવમની મેચ વિનિંગ ફિફ્ટી; 15 બોલ પહેલા ટાર્ગેટ ચેઝ કરી લીધો

25 દિવસ પહેલા
 • કૉપી લિંક

IPL ફેઝ-2માં આજે ડબલ હેડરની બીજી મેચ રાજસ્તાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેનો ટોસ રાજસ્થાને જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ત્યારપછી બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી CSKએ 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 189 રન કર્યા હતા. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સે 15 બોલ પહેલા ટાર્ગેટ ચેઝ કરી 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. બંને ટીમ વચ્ચે આ મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

રાજસ્થાનનો આક્રમક અપ્રોચ

 • ટાર્ગેટ ચેઝ કરતા RRએ આક્રમક શરૂઆત કરી. 32 બોલમાં એવિન લેવિસ અને યશસ્વી જયસ્વાલ વચ્ચે 77 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી.
 • આ પાર્ટનરશિપને કે.એમ.આસિફે લેવિસને આઉટ કરી તોડી હતી. તેની બીજી જ ઓવરમાં યશસ્વી જયસ્વાલ પણ પેવેલિયન ભેગો થયો હતો.
 • યશસ્વી જયસ્વાલે માત્ર 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. IPLમાં આ તેની પહેલી અર્ધસદી છે.
 • IPL 2021ના પાવરપ્લેમાં ફિફ્ટી મારનાર યશસ્વી પહેલો બેટર છે.

ગાયકવાડની આક્રમક બેટિંગ
ઋતુરાજ ગાયકવાડે શાનદાર બેટિંગ કરીને 60 બોલ પર 101* રન કર્યા હતા. તેણે પોતાની ઈનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 5 છગ્ગા માર્યા હતા. ગાયકવાડની IPLમાં આ પહેલી સદી હતી. આ ટૂર્નામેન્ટમાં તેણે અત્યારે 508 રન કર્યા છે અને હાલ ઓરેન્જ કેપ પણ તેની પાસે આવી ગઈ છે.

ગાયકવાડ અને જાડેજાએ શાનદાર બેટિંગ કરતા 5મી વિકેટ માટે 22 બોલ પર 55 રનની પાર્ટનરશિપ નોંધી હતી. જાડેજાએ આક્રમક બેટિંગ કરીને 15 બોલ પર 32* રન કર્યા હતા. ચેન્નઈએ 20 ઓવરમાં 189/4નો સ્કોર કર્યો હતો.

 • CSKએ ટોસ હાર્યા પછી ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુપ્લેસિસની ઓપનિંગ પાર્ટનરશિપની સહાયથી 47 રનનો સ્કોર કર્યો હતો.
 • રાહુલ તેવટિયાએ ત્યારપછી રાજસ્થાન તરફથી સારી બોલિંગ કરીને 3 વિકેટ લીધી હતી. તેણે ફાફ ડુપ્લેસિસ (25 રન), સુરેશ રૈના (3 રન) અને મોઇન અલી (21 રન)ને પેવેલિયન ભેગા કર્યા હતા.

જો રાજસ્થાન રોયલ્સ હારી ગઈ તો પ્લેઓફનું સપનું રોળાશે
રાજસ્થાન રોયલ્સ અત્યારે પોઇન્ટ ટેબલમાં 7મા ક્રમાંક પર છે. ટીમે 11 મેચમાંથી માત્ર 4 જીત પ્રાપ્ત કરી છે. છેલ્લી 3 મેચમાં તો ટીમને એક પછી એક હારનો સામનો કરવો પડ્યો છે. તેવામાં જો રાજસ્થાનની ટીમને પ્લેઓફની રેસમાં પોતાની ટીમને ટકાવી રાખવી હોય તો કોઇપણ ભોગે આ મેચ જીતવી જ પડશે. તેવામાં RRએ આ મેચ હાઇસ્કોર સાથે અથવા મોટા માર્જિનથી જીતવી આવશ્યક રહેશે.

ચેન્નઈનો ટાર્ગેટ ટોપ-2 પર રહેશે
આ મેચમાં ચેન્નઈનો ટાર્ગેટ હવે 2 પોઈન્ટ મેળવીને ટેબલમાં ટોપ-2માં ફિનિશ કરવાનો રહેશે. ચેન્નઈ UAEના મેદાનમાં સતત 7 મેચ જીતી ચૂકી છે અને સારી લયમાં જોવા મળી રહી છે.

બોલર્સે પણ જવાબદારી પૂર્વક પ્રદર્શન કરવું પડશે
છેલ્લી ત્રણ મેચમાં રાજસ્થાન રોયલ્સે માત્ર 12 વિકેટ લીધી છે. હવે આમાં પણ 5 વિકેટ તો માત્ર મુસ્તફિઝુર રહેમાને લીધી છે. જેથી સ્પષ્ટપણે રાજસ્થાનના અન્ય બોલર્સ બરાબર લયમાં જણાઈ રહ્યા નથી. ફેઝ-1માં સારુ પ્રદર્શન કરી રહેલા ક્રિસ મોરિસ પણ અત્યારે 1-1 વિકેટ માટે તરસી રહ્યા છે. જો રોયલ્સે મેચ જીતવી હશે તો બોલિંગ ડિપાર્ટમેન્ટે પણ સારુ પ્રદર્શન દાખવવું પડશે.

મેચમાં આ 5 રેકોર્ડ બની શકશે

 • ક્રિસ મોરિસ જો આ મેચમાં 4 વિકેટ લેશે તો IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર દક્ષિણ આફ્રિકન ખેલાડી બની જશે. અત્યારે આ રેકોર્ડ ડેલ સ્ટેન (97)ના નામે છે.
 • મેચમાં 3 છગ્ગા મારીને અંબાતી રાયડૂ IPLમાં 150 અને T-20 ફોર્મેટમાં 200 છગ્ગા પૂરા કરશે.

બંને ટીમ

 • RR- એવિન લેવિસ, યશસ્વી જયસ્વાલ, સંજૂ સેમસન, શિવમ દુબે, ગ્લેન ફિલિપ્સ, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, આકાશ સિંહ, મયંક મારકંડે, ચેતન સાકરિયા, મુસ્તફિઝુર રહેમાન
 • CSK- ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસિસ, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, કે.એમ.આસિફ, જોશ હેઝલવુડ

મેચની જાણકારી, અબુ ધાબી શેખ ઝાયદ ક્રિકેટ સ્ટેડિયમ

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે2 ઓક્ટોબર 2021 (20 ઓવર)
અમ્પાયર્સ

ક્રિસ ગેફને, વીરેન્દ્ર શર્મા

ટીવી અમ્પાયર્સતપન શર્મા
રિઝર્વ અમ્પાયર્સઉલ્હાસ ગાંધે
મેચ રેફરીનારાયણન કુટ્ટી
ટોસરાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી
અન્ય સમાચારો પણ છે...