CSK v/s RRની મેચ તસવીરોમાં:ગ્લેન ફિલિપ્સે બોલ સાથે દોડ-પકડ રમી; ધોની પણ જોતો રહી ગયો, ડુપ્લેસિસે મુસ્તફિઝુરને અડફેટે લીધો

25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજસ્થાને CSKને 7 વિકેટથી હરાવ્યું

IPL ફેઝ-2માં શનિવારે બીજી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. જેને RRએ 15 બોલ પહેલા 7 વિકેટથી જીતી લીધી હતી. આ મેચ દરમિયાન ઘણી એવી ઘટના થઈ જેને દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. તેમાં ડુપ્લેસિસ અને મુસ્તફિઝુરની ટક્કરથી લઈને સેમ કરનના હાથમાંથી છટકી ગયેલા બોલની પાછળ ભાગતા બેટર ફિલિપનો કિસ્સો પણ સામેલ છે.

એટલું જ નહીં આ મેચમાં ચેન્નઈના ઋતુરાજની આક્રમક સદી અને રાજસ્થાનના બેટર યશસ્વી અને શિવમની આક્રમક ફિફ્ટીએ ફેન્સને મનોરંજન પૂરી પાડ્યું હતું. તો ચલો આપણે ડબલ હેડરની આ રોમાંચક હાઇસ્કોરિંગ મેચ પર વીડિયો અને તસવીરોના માધ્યમથી નજર ફેરવીએ....

સેમ કરનની ઓવરમાં ફિલિપે બોલ સાથે દોડ-પકડ રમી
CSK તરફથી 17મી ઓવર કરવા માટે ધોનીએ સેમ કરનને પસંદ કર્યો હતો. તેવામાં આ ઓવરના બીજો બોલ સેમ કરનના હાથમાંથી છટકી ગયો હતો. જે બીજી પ્રેકિટ્સ પિચથી થોડે દૂર જઈ પડ્યો હતો. જોકે તેમાં જોવાજેવી એ થઈ કે આની પાછળ રાજસ્થાનનો બેટર ગ્લેન ફિલિપ્સ પણ ભાગ્યો હતો. ધોની પણ બે ઘડી આને જોતો રહી ગયો હતો. તેને શોટ મારવા ભાગતો જોઈને એમ લાગી રહ્યું હતું કે ગ્લેન ફિલિપ્સ બોલ સાથે દોડ-પકડ રમી રહ્યો છે. જોકે અમ્પાયરે તાત્કાલિક આને નો-બોલ જાહેર કર્યો હતો.

છઠ્ઠી ઓવરમાં CSKનો બેટર ડુપ્લેસિસ બોલર સાથે અથડાયો
રાજસ્થાનનો બોલર મુસ્તફિઝુર ઈનિંગની છઠ્ઠી ઓવર કરવા આવ્યો હતો. જેના ચોથા બોલ પર સિક્સ માર્યા પછી CSKના બેટર ડુપ્લેસિસે પાંચમા બોલ પર સિંગલ લીધો હતો. આ સિંગલ લેતા સમયે ડુપ્લેસિસ અને મુસ્તફિઝુર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ટક્કર પછી મુસ્તફિઝુર તો એક ગુલાટી ખાઈને ગ્રાઉન્ડ પર પડી ગયો હતો, જ્યારે બીજી બાજુ ડુપ્લેસિસને ગરદનમાં ઈજા પહોંચી હોય તેમ લાગી રહ્યું હતું.

મેચ પહેલા ધોની વોર્મઅપ કરતો જોવા મળ્યા હતા
મેચ પહેલા ધોની વોર્મઅપ કરતો જોવા મળ્યા હતા
રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી
રાજસ્થાને ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી
ટોસ હાર્યા પછી ચેન્નઈના ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજ બેટિંગ કરવા માટે આતુર હોય તેવા નજરે પડ્યા હતા
ટોસ હાર્યા પછી ચેન્નઈના ઓપનર ડુપ્લેસિસ અને ઋતુરાજ બેટિંગ કરવા માટે આતુર હોય તેવા નજરે પડ્યા હતા
ટોસ જીતીને રાજસ્થાનની ટીમ બોલિંગ કરવા માટે ઉતરી
ટોસ જીતીને રાજસ્થાનની ટીમ બોલિંગ કરવા માટે ઉતરી
ગાયકવાડ અને ડુપ્લેસિસ વચ્ચે 47 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી
ગાયકવાડ અને ડુપ્લેસિસ વચ્ચે 47 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પણ જોવા માટે સ્ટેડિયમમાં આવી હતી
મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષી પણ જોવા માટે સ્ટેડિયમમાં આવી હતી
મુસ્તફિઝુર સાથે ટક્કર બાદ ડુપ્લેસિસને ઈજા પહોંચી હતી
મુસ્તફિઝુર સાથે ટક્કર બાદ ડુપ્લેસિસને ઈજા પહોંચી હતી
ઋતુરાજ ગાયકવાડે ઈનિંગના છેલ્લા બોલ પર સિક્સ મારી પોતાની સદી પૂરી કરી
ઋતુરાજ ગાયકવાડે ઈનિંગના છેલ્લા બોલ પર સિક્સ મારી પોતાની સદી પૂરી કરી
ઋતુરાજે 60 બોલમાં 101 રનની ઈનિંગ રમી હતી
ઋતુરાજે 60 બોલમાં 101 રનની ઈનિંગ રમી હતી
આ ટૂર્નામેન્ટમાં ઋતુરાજે અત્યારે 508 રન કર્યા છે અને હાલ ઓરેન્જ કેપ પણ તેની પાસે આવી ગઈ છે.
આ ટૂર્નામેન્ટમાં ઋતુરાજે અત્યારે 508 રન કર્યા છે અને હાલ ઓરેન્જ કેપ પણ તેની પાસે આવી ગઈ છે.
190 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવા માટે ધોની એન્ડ કંપની મેદાનમાં ઉતરી હતી
190 રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવા માટે ધોની એન્ડ કંપની મેદાનમાં ઉતરી હતી
યશસ્વી જયસ્વાલે માત્ર 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. IPLમાં આ તેની પહેલી અર્ધસદી છે.
યશસ્વી જયસ્વાલે માત્ર 19 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. IPLમાં આ તેની પહેલી અર્ધસદી છે.
મેચ દરમિયાન ધોની અને CSKના ફેન્સ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા
મેચ દરમિયાન ધોની અને CSKના ફેન્સ ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા
ગ્લેન ફિલિપ્સ બોલને મારવા માટે તેની પાછળ ભાગ્યો હતો
ગ્લેન ફિલિપ્સ બોલને મારવા માટે તેની પાછળ ભાગ્યો હતો
રાજસ્થાને 7 વિકેટથી ચેન્નઈને હરાવ્યું. RRની ટોયલ જીત, યશસ્વી-શિવમની મેચ વિનિંગ ફિફ્ટી; 15 બોલ પહેલા ટાર્ગેટ ચેઝ કરી લીધો
રાજસ્થાને 7 વિકેટથી ચેન્નઈને હરાવ્યું. RRની ટોયલ જીત, યશસ્વી-શિવમની મેચ વિનિંગ ફિફ્ટી; 15 બોલ પહેલા ટાર્ગેટ ચેઝ કરી લીધો
અન્ય સમાચારો પણ છે...