ચેન્નઈએ 2 વિકેટથી KKRને હરાવ્યું:છેલ્લા બોલ પર CSKની રોમાંચક જીત; પોઇન્ટ ટેબલમાં ફરીથી નંબર-1, જાડેજાની 22 રનની મહત્ત્વપૂર્ણ ઈનિંગ

એક મહિનો પહેલા

IPL ફેઝ-2માં આજે ડબલ હેડરની પહેલી મેચ ચેન્નઈ સુપરકિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ હતી. જેને CSKએ 2 વિકેટથી જીતી લીધી હતી. ચેન્નઈના સ્ટાર ઓલરાઉન્ડર જાડેજાએ 19મી ઓવરમાં 22 રન કરી મેચ ટીમના પક્ષમાં તો કરી દીધી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં સેમ કરન અને જાડેજાની વિકેટ જતા રસપ્રદ મહાસંગ્રામ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ટીમને છેલ્લી ઓવરમાં 4 રન કરવા પણ ભારે પડે તેમ લાગ્યું હતું પરંતુ દીપક ચાહરે છેલ્લા બોલ પર 1 સિંગલ લઈને મેચ જીતાડી દીધી હતી. મેચનું સ્કોરબોર્ડ જોવા માટે અહીં ક્લિક કરો....

CSKને શાનદાર શરૂઆત આપ્યા પછી બંને ઓપનર પેવેલિયન ભેગા
172 રનના ટાર્ગેટને ચેઝ કરતા ચેન્નઈએ શાનદાર શરૂઆત કરી હતી. ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે પહેલી વિકેટ માટે 74 રન કર્યા હતા. આ જોડી KKRના કેમ્પમાં પ્રેશર વધારી રહી હતી કે આંદ્રે રસેલે આ ગાયકવાડને આઉટ કર્યો. જોકે ત્યારપછી મોઈન અલી અને ફાફ ડુપ્લેસિસે સારી બેટિંગ કરી સ્કોરને 100 રનને પાર તો પહોંચાડ્યો હતો. તેવામાં પ્રસિદ્ધ કૃષ્ણાએ 102ના સ્કોર પર ડુપ્લેસિસની વિકેટ લેતા ચેન્નઈની ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી.

પહેલા જ બોલ પર શાર્દૂલ ચમક્યો
ગિલની વિકેટ લીધા પછી વેંકટેશ અય્યર અને રાહુલ ત્રિપાઠીએ KKRની ઈનિંગ સંભાળી અને બીજી વિકેટ માટે 40 રન જોડ્યા હતા.અય્યરે ધીરે-ધીરે લય મેળવી રહ્યો હતો કે શાર્દૂલે તેના ઓવરના પહેલા જ બોલ પર વિકેટ લઈને ચેન્નઈની બીજી વિકેટ લીધી હતી.

રાહુલ ત્રિપાઠીને મળ્યું જીવનદાન
ઈનિંગની ચોથી ઓવરના પાંચમા બોલ પર રાહુલ ત્રિપાઠી સેમ કરનના બાઉન્સર પર અપર કટ મારવા જતા કોટ બિહાઈન્ડ થયો હતો. પરંતુ અમ્પાયરે બોલની હાઈટ ચેક કરતા તેના તેની હેલ્મટથી પણ ઉપર બાઉન્સ થતું હોવાનું જોવા મળતા નો બોલ જાહેર કરાયો હતો. તેથી આ બોલ પણ કાઉન્ટ ના થયો, ત્રિપાઠી પણ નોટઆઉટ તથા ફ્રી હિટમાં તેણે પાવરફુલ સિક્સ મારી ચેન્નઈને વળતો જવાબ આપ્યો હતો.

વેંકટેશ અય્યર મેચ વિનર સાબિત થઈ શકે છે
કોલકાતાની ટીમ માટે સીઝનનો ફેઝ-1 સારો રહ્યો નહોતો. ટીમને 7માંથી માત્ર 2 મેચમાં જીત મળી હતી, પરંતુ UAEમાં IPL શિફ્ટ થતાની સાથે જ કોલકાતાએ શાનદાર વાપસી કરી છે. KKRની જીત પાછળનું મુખ્ય કારણ તેનો ઓપનિંગ બેટ્સમેન વેંકટેશ અય્યર પણ છે. તેની આક્રમક બેટિંગનો તોડ ચેન્નઈએ શોધવાની જરૂર છે. વેંકટેશે 2 મેચમાં 164.91ની સ્ટ્રાઈક રેટથી 94 રન કર્યા છે.

વેંકટેશ સિવાય શુભમન ગિલે બેંગ્લોર વિરૂદ્ધ અને રાહુલ ત્રિપાઠીએ મુંબઈ સામે આક્રમક બેટિંગ કરી હતી. જો આ ત્રણ યુવા બેટર ફરીથી સારી ઈનિંગ રમવામાં સફળ રહ્યા તો કોલકાતાની ટીમ જીતની હેટ્રિક લગાવી શકશે.

ચેન્નઈ વિનિંગ સ્ટ્રીક જાળવી રાખવા મેદાનમાં ઉતરશે
ચેન્નઈની ટીમ અત્યારે સર્વગુણ સંપન્ન હોય તેમ લાગી રહ્યું છે. આ સીઝનમાં ટીમે જેવી રીતે પ્રદર્શન કર્યું છે, તેને જોતા લાગે છે કે તે સરળતાથી પ્લે-ઓફમાં સ્થાન મેળવી લેશે.

ચેન્નઈને આંદ્રે રસેલથી બચવાની જરૂર
વેસ્ટ ઈન્ડિઝના સ્ટાર ઓલરાઉન્ડરે ચેન્નઈ સામે 46.7ની એવરેજથી રન કર્યા છે. ચેન્નઈ વિરૂદ્ધ તેણે 6 ઈનિંગમાં 4 અર્ધસદી નોંધાવી છે. ભારતમાં રમાયેલા ફેઝ-1માં તેણે 22 બોલમાં 54 રનની આક્રમક બેટિંગ કરી હતી.

IPLમાં 4 હજાર રનથી નજીક કાર્તિક
કોલકાતાના પૂર્વ કેપ્ટન દિનેશ કાર્તિક આ મેચમાં પોતાની IPL કરિયરમાં 4 હજાર રન પૂરા કરી શકે છે. આ પડાવ પાર કરવા માટે તેને 54 રનની જરૂર છે. કાર્તિકથી પહેલા 10 બેટરે IPLમાં 4 હજાર રન પૂરા કર્યા છે. વિરાટ કોહલી 6134 રનોની સાથે સૌથી આગળ છે.

બંને ટીમની પ્લેઇંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સઃ શુભમન ગિલ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઓઈન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, આંદ્રે રસેલ, સુનીલ નરેન, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ

ચેન્નઈ સુપર કિંગ્સઃ ઋતુરાજ ગાયકવાડ, ફાફ ડુપ્લેસી, મોઇન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, એમ.એસ.ધોની, રવીંદ્ર જાડેજા, સેમ કરન, શાર્દૂલ ઠાકુર, દીપક ચાહર, જોશ હેઝલવુડ

મેચની જાણકારી, અબૂ ધાબી

સિરીઝIPL-14 ફેઝ-2
સત્ર2021
મેચ ડે25 સપ્ટેમ્બર 2021- ડબલ હેડર (20 ઓવર)
અમ્પાયર્સઅનીલ ચૌધરી
માઈકલ ગફ
ટીવી અમ્પાયર્સનિતિન મેનન
રિઝર્વ અમ્પાયર્સસૈયદ ખાલિદ
મેચ રેફરીમનુ નાયર
ટોસકોલકાતાએ ટોસ જીતી પહેલા બેટિંગ પસંદ કરી હતી
અન્ય સમાચારો પણ છે...